WeeklyWrap : નૂહમાં કોમી હિંસા દરમિયાન મંદિરમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ થયો તો બીજી બાજુએ નૂહ જિલ્લામાં થયેલી હિંસાના સંદર્ભમાં જૂની તસ્વીરો વાયરલ થઈ તો આ તરફ નમાઝ અદા કરીને આવતા અબ્દુલે કિન્નરોની છેડતી કરી હોવાના દાવાઓ પર TOP 5 ફેકટચેક

શું ખરેખર પ્રેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે? જાણો સત્ય
સોશ્યલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. દાવો કરવા આવ્યો છે કે પેટ્રોલના ભાવમાં રૂ.5 અને ડીઝલના ભાવમાં રૂ.10નો ઘટાડો થયો છે. “કેન્દ્ર સરકારે પ્રેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં કર્યો ઘટાડો” ટાઇટલ સાથે TV9 ન્યુઝના સ્ક્રીન શોટ શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

નૂહમાં કોમી હિંસા દરમિયાન મંદિરમાં છુપાઈને પોતાનો જીવ બચાવનારના વાયરલ વિડીયોનું સત્ય
નૂહમાં કોમી હિંસા દરમિયાન મંદિરમાં છુપાઈને પોતાનો જીવ બચાવનાર મેવાતના પીડિતના નામે એક વિડીયો વાયરલ થયો છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ વિડીયો જૂનો હોવાનું જણાયું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

હરિયાણાના નૂહ જિલ્લામાં થયેલી હિંસાના સંદર્ભમાં જૂની તસ્વીરો વાયરલ
હરિયાણાના નૂહ જિલ્લામાં સોમવારે ધાર્મિક શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બે ડઝનથી વધુ લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. દરમિયાન, આ હિંસા સાથે જોડાયેલા કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

નમાઝ અદા કરીને આવતા અબ્દુલે કિન્નરોની છેડતી કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નમાઝ અદા કરીને આવતા અબ્દુલે કિન્નરોની છેડતી કરી હતી, ત્યારબાદ કિન્નરોએ તેને પાઠ ભણાવ્યો હતો. વીડિયોએમ કિન્નરો એક વ્યક્તિનું મુંડન કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટનું સત્ય
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ ભયાનક અકસ્માત બાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થયા હોવાના દાવા સાથે પોસ્ટ વાયરલ થઈ રહી છે. “નવા ટ્રાફિક નિયમોમાં 30 ગણો દંડ વધી ગયો” ટાઇટલ સાથે અલગ-અલગ નિયમ ભંગ કરવા પર દંડની રકમ આપવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044