Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
અમદાવાદ ઍરપૉર્ટ પર અમદાવાદથી દીવ જઈ રહેલી ફ્લાઇટના ઍન્જિનમાં આગ ફાટ્યાની તસવીર.
તસવીર સાચી નથી. તે એઆઈ દ્વારા જનરેટ કરવામાં આવેલી છે.
તાજેતરમાં અમદાવાદ ઍરપૉર્ટ પર અમદાવાદથી દીવ જઈ રહેલી ફ્લાઇટના ઍન્જિનમાં આગ ફાટી નીકળતા તેનું ટૅકઑફ રદ કરવું પડય્ હતું. વિમાનમાં 60 મુસાફરો હતા. તમામને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે, તે ફ્લાઇટ ઇન્ડિગો કંપનીની હતી.
વિમાને જ્યારે ટૅકઑફ માટે તૈયારી કરી આગળ વધ્યું ત્યારે કંટ્રૉલ રૂમને મૅ ડે કૉલ પ્રાપ્ત થયો. પાઇલોટને તકનિકી ખરાબી જણાતા તેમણે તરત જ જાણ કરી દીધી હતી. તાજેતરમાં ફ્લાઇટમાં ખામીના લીધે હવાઈ ગતિવિધિઓ ખોરવાયાના સમાચાર આવતા જ રહ્યા છે. અમદાવાદમાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રૅશ થયા બાદ આ ઘટનાઓ પર સૌનું ધ્યાન વધારે ખેંચાયું છે અને તેના વિશેની ચર્ચાઓ, વીડિયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળતા આવ્યા છે.
દરમિયાન, અમદાવાદથી દીવની આ ફ્લાઇટ મામલે પણ એક તસવીર વાઇરલ થઈ છે. તસવીર સાથે દાવો કરાયો છે કે, તે અમદાવાદથી દીવ જતી ફ્લાઇટની તસવીર છે અને તેના ઍન્જિનમાં આગ ફાટી નીકળી હતી. આથી ટૅકઑફ રદ કરી સૌને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
તસવીરમાં એક વિમાન ઍરપૉર્ટ પર ઊભેલું દેખાય છે. જેમાંથી આગની જ્વાળાઓ દેખાય છે. તે એક ભયાનક દૃશ્ય છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર તસવીર ખરેખર એઆઈ જનરેટેડ છે.
વાઇરલ તસવીરની તપાસ માટે સૌપ્રથમ અમે ગૂગલ સર્ચની મદદ લીધી. જેમાં અમે ‘ઇન્ડિગો ફ્લાઇટ અમદાવાદ ટુ દીવ’ કીવર્ડની સર્ચ ચલાવી. જેમાં અમને ઘણા સમાચાર અહેવાલો પ્રાપ્ત થયા. 23 જુલાઈ-2025ના રોજ પ્રકાશિત હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલમાં એએનઆઈને ટાંકીને તસવીર પ્રકાશિત કરાઈ છે. તેમાં જણાવાયું છે કે, ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 7966 જેમાં 60 મુસાફરો હતા. તેના ઍન્જિનમાં આગ લાગી હતી જેથી ટૅકઑફ રદ કરાયું હતું. અન્ય અહેવાલ અહીં અને અહીં જોઈ શકાય છે.
અમે આ સિવાય પણ ઘણા અહેવાલો તપાસ્યા પરંતુ કોઈ પણ અહેવાલમાં વાઇરલ તસવીર જોવા મળી નહીં. ઉપરાંત તેને ગૂગલ રિવર્ઝ ઇમેજ સર્ચ દ્વારા પણ ચકાસી છતાં કોઈ સત્તાવાર વિશ્વસનીય પરિણામ ન મળ્યું. જેથી તસવીરની વિશ્વસનિયતા પર શંકા ગઈ.
તસવીર મામલે શંકા ઊભી થતા અમે તે કદાચ એઆઈ દ્વારા નિર્મિત છે કે પછી ડિજિટલી એડિટ કરાયેલી છે તે ચકાસવાની કોશિશ કરી.
અમે એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સ ડિટેક્શન ટૂલ હાઈ મૉડરેશનની મદદ લીધી. અમે ત્યાં વાઇરલ તસવીરને સ્કૅન કરી. સ્કૅન કરતા અમને પરિણામ મળ્યું કે તસવીર 99.9 ટકા એઆઈ નિર્મિત છે.

વધુમાં અમે તેને એઆઈ ટૂલ wasitai પર પણ ચકાસી. ત્યાં પણ અમને પરિણામ મળ્યું કે, તે તસવીર ખરેખર એઆઈ નિર્મિત જ છે.

વધુ ખરાઈ માટે અમે ઑથેન્ટા ટૂલની મદદથી પણ તસવીર સ્કૅન કરી અને અમને તેમાં જાણવા મળ્યું કે, તે તસવીર ખરેખર એઆઈ થકી બનાવવામાં આવેલી છે. તેમાં પરિણામ મળ્યું કે, તે 100 ટકા એઆઈ જનરેટેડ છે.

આમ, ઉપરોક્ત ટૂલના પરિણામ દર્શાવે છે કે, તસવીર ખરેખર વાસ્તવિક એટલે કે સાચી નથી. તે એઆઈ દ્વારા જનરેટ કરાયેલી છે.
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, અમદાવાદ ઍરપૉર્ટ પર અમદાવાદથી દીવ જતી ફ્લાઇટના ઍન્જિનમાં આગ લાગ્યા હોવાનું દર્શાવતી તસવીર સાચી નથી. બનાવ ભલે સાચો છે પણ શેર કરાયેલ તસવીર એઆઈ જનરેટેડ છે.
Sources
News Report by HT, dated July 23, 2025
News Report by News18, dated July 23, 2025
News Report by Times Now, dated July 23, 2025
AI Tool Hive Moderation
AI Tool Authenta
JP Tripathi
August 22, 2025
Dipalkumar Shah
July 16, 2025
Dipalkumar Shah
July 4, 2025