Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
લંડનમાં પ્લે ક્રેશના લાઇવ દૃશ્યો હોવાનો દાવો કરતો વાઇરલ વીડિયો.
તે ઓલ્ટર્ડ વીડિયો છે. કેમ કે, વાઇરલ વીડિયોમાં દેખાતા શરૂઆતી મુખ્ય દૃશ્યો લંડન પ્લેન ક્રેશના નથી.
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાની તપાસ હજુ ચાલુ રહી છે. વિશ્વભરમાં પ્લેન ક્રેશની ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. એવામાં સોશિયલ મીડિયામાં પ્લેન ક્રેશ મામલે ખૂબ ચર્ચા જાગી છે.
હવાઈ મુસાફરી અને પ્લેન ક્રેશ વિશે ચર્ચાઓ સાથે ઘણા વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે. પ્લેનમાં આવેલી નાનામાં નાની ટેક્નિકલ ખામી સહિતની બાબતો પણ સૌનું ધ્યાન ખેંચાયું રહ્યું છે. પ્લેન અને ક્રેશ મામલેના વિઝ્યૂઅલના અઢળક વીડિયો લોકો શેર કરી રહ્યા છે.
તાજેતરમાં લંડનમાં સાઉથએન્ડ એરપોર્ટ પર પ્લેન ક્રેશની ઘટના ઘટી. જેથી પ્લેન ક્રેશની ઘટના વિશે સોશિયલ મીડિયામાં વીડિયોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. લોકો તેની ખૂબ ચર્ચાઓ પણ ખરી રહ્યા છે.
લંડનમાં ઉડાણ ભરતાની સાથે જ પ્લેન ક્રેશ થઈ ગયું. અહેવાલો અનુસાર, કિંગ એર B-200 વિમાન ઉડાણ ભરતાની સાથે ક્રેશ થયું ગયું. કહેવામાં આવી રહ્યું હતું કે, આ વિમાન નેધરલેન્ડ્સ જઈ રહ્યું હતું.
દરમિયાન, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક વિમાન લાઈવ ક્રેશ થતું દેખાય છે. વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લંડનમાં જે પ્લેન ક્રેશ થયુ તેનો આ લાઈવ વીડિયો છે.”
વીડિયોમાં એક વિમાન આકાશમાં ઉડી રહ્યું છે અને થોડી ક્ષણોમાં તે હવામાં અચાનક અસ્તવ્યસ્ત રીતે ફરવા લાગે છે અને છેલ્લે નીચે આવીને ક્રેશ થાય છે. દૃશ્યમાં એ પણ જોઈ શકાય છે તે, વિમાન ઉડી રહ્યું હતું તેને ઘણા લોકો જોઈ રહ્યા હતા અને તે નીચે આવીને ક્રેશ થાય છે, ત્યાંથી થોડે દૂર પણ લોકો ઊભા છે. વીડિયોના અંતમાં એક ગોલ્ફકાર આગની જ્વાળા અને ધુમાડા નજીક જતી દેખાય છે અને પછી છેલ્લે 4 સેકન્ડ માટે એરપોર્ટથી રનવેની પેલે પાર ધુમાડા અને આગ દેખાતી હોય તે દૃશ્યો છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વાઇરલ વીડિયો ઓલ્ટર્ડ કરાયેલ છે. એટલે કે તેની સાથે છેડખાની કરવામાં આવેલ છે.
વાઇરલ વીડિયોની તપાસ કરવા માટે અમે સૌપ્રથમ વીડિયોના કીફ્રેમ્સને તપાસ્યા. અને તેને ગૂગલ રિવર્ઝ ઇમેજ સર્ચની મદદથી ચકાસણી કરતા અમને એસોસિયેટ પ્રેસનો એક અહેવાલ પ્રાપ્ત થયો.
અમને 23 માર્ચ-2025ના રોજ એસોસિયેટ પ્રેસ (AP) દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો. અહેવાલમાં જણાવાયું છે કે, “દક્ષિણ આફ્રિકાના સલ્દાન્હામાં વેસ્ટ કોસ્ટ એર શો દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. અને તેમાં એક પાઇલટનું મોત પણ નીપજ્યું હતું.”
વીડિયો અહેવાલમાં જે દૃશ્યો છે તે અને જે દૃશ્યો વાઇરલ વીડિયોના શરૂઆતી મુખ્ય ભાગમાં છે તે બંને સરખા જ છે.
વધુ તપાસ કરતા અમને વીડિયોનું વધુ વિગતો વાળું લાંબુ વર્ઝન એસોસિયેટ પ્રેસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ પ્રાપ્ત થયું હતું. જે પણ 23 માર્ચ-2025ના પ્રસારિત કરવામાં આવ્યું હતું. વીડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે, “દક્ષિણ આફ્રિકાના સલ્દાન્હામાં આવેલા વેસ્ટ કોસ્ટ એર શો દરમિયાન એક વિમાન ક્રેશ થતાં પાઇલટનું મૃત્યુ થયું હતું.”
તદુપરાંત અમને 24 માર્ચ-2025ના રોજ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત અહેવાલ પણ પ્રાપ્ત થયો. અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “વેસ્ટ કોસ્ટ સાલ્દાન્હાના ઇમ્પાલા માર્ક 1માં એરફોર્સના એર શોમાં અંતિમ કરતબ કરતી વખતે ટેસ્ટ પાઇલટ જેમ્સ ઓ’કોનેલે અચાનક ઊંચાઈ ગુમાવી દીધી હતી અને પછી પ્લેન ક્રેશ થઈ ગયું હતું આથી તેમનું મૃત્યુ થયું હતું. આ જોઈને હજારો દર્શકો પણ ડરી ગયા હતા.”

અન્ય મીડિયા આઉટલેટ્સ ન્યુયોર્ક પોસ્ટ, સીએનએન દ્વારા પણ આ વીડિયો મામલે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
વળી, વાઇરલ વીડિયોના આખરમાં જે 4 સેકન્ડના દૃશ્યો છે તે, ખરેખર લંડનના સાઉથએન્ડ એરપોર્ટમાં થયેલા ક્રેશના છે. તે વિઝ્યૂઅલ હિંદુસ્તાન ટાઇમ્સ દ્વારા 14 જુલાઈ 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવેલ યુટ્યુબ અહેવાલમાં જોઈ શકાય છે.
આમ, ઉપરોક્ત બાબતો દર્શાવે છે કે, વાઇરલ વીડિયોમાં શરૂઆતી મુખ્ય દૃશ્યો ખરેખર લંડનના સાઉથએન્ડ એરપોર્ટ પર થયેલા પ્લેન ક્રેશના નથી. તે દક્ષિણ આફ્રિકામાં બનેલી ઘટનાના છે. માત્ર છેલ્લા થોડી ક્ષણના દૃશ્યો લંડનના સાઉથએન્ડ એરપોર્ટ પર પ્લેન ક્રેશના છે. વળી અત્રે એ પણ નોંધવું કે, તે લંડન એરપોર્ટ નહીં પરંતુ લંડન સાઉથએન્ડ એરપોર્ટ પર થયેલા ક્રેશના દૃશ્યો છે. પ્લેન ક્રેશની ઘટના લંડન એરપોર્ટ પર નથી થઈ.
Read Also: શું આ વીડિયો ગંભીરા બ્રિજ તૂટ્યો એ સમયના દૃશ્યોનાં છે? ના, તે ખરેખર AI જનરેટેડ છે
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, લંડનમાં પ્લેન ક્રેશના લાઇવ દૃશ્યોના નામે વાઇરલ થયેલ વીડિયોના દૃશ્યો ખરેખર દક્ષિણ આફ્રિકામાં થયેલા પ્લેન ક્રેશના દૃશ્યો છે. વાઇરલ વીડિયોને લંડન સાઉથએન્ડ એરપોર્ટના પ્લેન ક્રેશના માત્ર ગણતરીની ક્ષણના દૃશ્યો પાછળથી જોડીવામાં આવ્યા છે. આમ અન્ય ઘટનાના દૃશ્યો સાથે પાછળ લંડનમાં થયેલા પ્લેન ક્રેશના દૃશ્યો જોડીને ગેરમાર્ગે દોરતા દાવા સાથે તેને શેર કરવામાં આવ્યો છે.
Sources
News Report by AP, Dated 23 March, 2025
News Report by Indian Express, Dated 24 March, 2025
News Report by New York Post, Dated 23 March, 2025
News Report by CNN, Dated 24 March, 2025
News Report by Hindustan Times, Dated 14 July, 2025
JP Tripathi
August 22, 2025
Dipalkumar Shah
July 24, 2025
Dipalkumar Shah
July 20, 2025