Fact Check
Fact Check – ફ્લાઇટમાં મહિલા અને યુવક વચ્ચે 11A સીટ માટેની લડાઈના વીડિયોનું શું છે સત્ય?
Claim
પ્લેનમાં સીટ 11A માટે મહિલાએ યુવકને ઝીંક્યો લાફો! વિડિયો વાયરલ.
Fact
દાવો ખોટો છે. વીડિયો ખરેખર ક્રૂ મેમ્બરની તાલીમ દરમિયાનનો છે. તે વાસ્તવિક ઘટના નથી.
તાજેતરમાં અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. દુર્ઘટનામાં એક મુસાફર સિવાય તમામ યાત્રી અને ક્રૂમેમ્બર્સના મોત થયા હતા. ઉપરાંત વિમાન જે ઇમારત પર પડ્યું હતું, તેમાં પણ કેટલાક લોકોના જીવ ગયા હતા.
દુર્ઘટનામાં એક મુસાફર બચી ગયાની બાબતે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. ઘણા લોકોએ જાણવાની કોશિશ કરી કે તે કઈ સીટ પર બેઠા હતા અને કેવી રીતે બચી ગયા? બાદમાં અહેવાલો અને ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યું કે તેઓ 11A સીટ પર બેઠા હતા.
દરમિયાન, આ મુસાફર વિશે ઘણા વીડિયો વાઇરલ થયા. પરંતુ સોશિયલ મીડિયામાં એક અન્ય વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફ્લાઇટમાં એક મહિલા અને યુવક 11A સીટ માટે લડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સીટ માટે ઘણા મુસાફરોમાં માગ વધી હોવાના અહેવાલ પણ જોવા મળ્યા છે.
વાઇરલ વીડિયોમાં એક મહિલા અને યુવક ઇમરજન્સી સીટ માટે લડી રહ્યા છે. વીડિયોનું કૅપ્શન છે, “પ્લેનમાં સીટ 11A માટે મહિલાએ યુવકને ઝીંક્યો લાફો! વિડિયો વાયરલ.”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
Fact Check/Verification
દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે ગુગલ પર “મુસાફર”, “લડાઈ” અને “11A” કીવર્ડ સર્ચ કર્યું પરંતુ કથિત ઘટના અંગે અમને કોઈ પણ વિશ્વસનીય અહેવાલ મળ્યા નથી.
ત્યારબાદ અમે વાઇરલ ક્લિપના કીફ્રેમ્સને ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરી તપાસ કરી. જેમાં અમને ફ્લાય-હાઇ ઇન્સ્ટિટ્યૂટ ( @flyhighinstitutenagpur ) દ્વારા 16 જૂન, 2025 ના રોજની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પ્રાપ્ત થઈ.
વાયરલ ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે, “ફ્લાઇટમાં એક જાદુગર હવામાં કબૂતરને જાદુ કરીને પોતાની કુશળતા દર્શાવવાનું નક્કી કરે છે. બાજુમાં બેઠેલી એક મહિલા પક્ષીના અચાનક દેખાવથી ચિડાઈ જાય છે. તે જાદુગરનો સામનો કરે છે, જેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. ક્રૂના સમયસર હસ્તક્ષેપથી તણાવ ઓછો થાય છે અને ફ્લાઇટ શાંતિપૂર્ણ વાતાવરણમાં પાછી ફરે છે.”

અમને તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર અનુક્રમે 13 જૂન અને 15 જૂનના રોજ અપલોડ કરાયેલ વાયરલ ક્લિપનો ભાગ 1 અને 2 પણ મળ્યો. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે, પોસ્ટમાં ઉલ્લેખિત “જાદુગરની યુક્તિ” પર કથિત ઝઘડો થયો હતો.
વધુમાં, અમે જોયું કે સંસ્થા દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોમાં @rutu_ramteke_18 નામનો યુઝર પણ ટેગ થયેલો હતો. અમે ઇન્સ્ટાગ્રામ પર પ્રોફાઇલ શોધી અને જોયું કે, તે નાગપુર સ્થિત કન્ટેન્ટ ક્રિએટર, રૂતુ રામટેકેની છે.

સંસ્થાની પ્રોફાઇલમાં આવા અનેક વિડીયો દર્શાવવામાં આવ્યા હતા. જેમાં કેબિન ક્રૂ બેકાબૂ મુસાફરોનો સામનો કરી રહ્યો હતા.
ત્યારબાદ ન્યૂઝચેકરે ફ્લાય હાઇ ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કર્યો, જેણે સ્પષ્ટતા કરી કે આ વિડિયો તેમના વિદ્યાર્થીઓને ફ્લાઇટમાં આવી પરિસ્થિતિઓને સંભાળવા માટે તાલીમ આપવા માટે બનાવવામાં આવ્યા હતા, જેનાથી પુષ્ટિ થાય છે કે ફૂટેજ વાસ્તવિક ઘટના દર્શાવતા નથી.
Read Also: Fact Check – શું આ વિજય રૂપાણીની ક્રેશ પહેલા ફ્લાઇટમાં લેવાયેલી અંતિમ તસવીર છે?
Conclusion
અમને જાણવા મળ્યું છે કે વિમાનમાં સીટ 11A માટે મુસાફરો ઝઘડતા હોવાનો દાવો કરતી વાયરલ પોસ્ટ ખોટી છે.
Sources
Instagram Post By @flyhighinstitutenagpur, Dated June 16, 2025
Conversation With Fly High Institute’s Representative On June 24, 2025
(અહેવાલ ન્યૂઝચેકર પંજાબીના શમિંદર સિંઘ દ્વારા પહેલા પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)