ભારત સરકાર રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા 50 જેટલા રેલવે સ્ટેશનનું નવનિર્માણ કરવાં માટે 50 હજાર કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે. જે અંતર્ગત અમદાવાદ રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટ માટે RLDA દ્વારા ઓનલાઇન બીડ મંગાવવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર અમદાવાદ ખાતે બનવા જઈ રહેલ નવું રેલવે સ્ટેશનની એક તસ્વીર શેર કરવામાં આવેલ છે. “આપડા અમદાવાદનું રેલ્વે જંક્શન” ટાઇટલ સાથે ફેસબુક યુઝર્સ દ્વારા મોડેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
અમદાવાદ રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટની વાયરલ થયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા navbharattimes, livehindustan, moneycontrol અને livemint દ્વારા ફેબ્રુઆરી 2020ના સમાન તસ્વીર સાથે પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ પિયુષ ગોયલના નૈતૃત્વમાં 6500 કરોડના ખર્ચે રાજધાની દિલ્હી ખાતે આવેલ NSDL રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ પર ખાનગી કંપનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

દિલ્હી રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંગે ગુગલ સર્ચ કરતા Piyush Goyal દ્વારા જાન્યુઆરી 2021ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટ મારફતે પિયુષ ગોયલે દિલ્હી રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ પર મોડેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે. અને સાથે ન્યુઝ સંસ્થાન moneycontrol દ્વારા પ્રકાશિત કરવામાં અહેવાલ શેર કરવામાં આવેલ છે.
ન્યુઝ રિપોર્ટ મુજબ રેલ લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા દિલ્હી સ્ટેશન ડેવલોપમેન્ટ પર એક વર્ચ્યુઅલ રોડ શો આયોજન કરવામાં આવ્યું હતું. સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, દુબઈ અને સ્પેન જેવા વિવિધ દેશોના રોકાણકારો અને ડેવલપરો સાથે આ પ્રોજેક્ટ અને સંભવિત બિડ સ્ટ્રક્ચરની ચર્ચા કરવામાં આવી હતી. આ રોડ શો નો હેતુ યુરોપ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ એશિયા જેવા અગ્રણી આંતરરાષ્ટ્રીય રિયલ એસ્ટેટ ડેવલપર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયર્સ, નાણાકીય સંસ્થાઓ અને સંબંધિત હિસ્સેદારો સાથે જોડાવાનો છે.

Conclusion
અમદાવાદ રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ પર “આપડા અમદાવાદનું રેલ્વે જંક્શન” ટાઇટલ સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. દિલ્હી રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટ પ્રોજકેટ સાથે શેર કરવામાં આવેલ મોડેલ તસ્વીર (બ્લુ-પ્રિન્ટ)ને અમદાવાદનું સ્ટેશન હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીરમાં દેખાઈ રહેલ મોડેલ (બ્લુ-પ્રિન્ટ)ને રેલ ડિપાર્ટમેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવેલ નથી.
Result :- False
Our Source
navbharattimes,
livehindustan,
moneycontrol
livemint
Piyush Goyal
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044