હિન્દૂ-મુસ્લિમ , જાતીય હિંસા, ગુજરાત વિધાનસભા ચૂંટણી અને ભારે વરસાદ જેવા મુદ્દા પર સોશ્યલ મીડિયા પર અનેક ભ્રામક દાવા સાથે વિડિઓ કે તસ્વીર શેર કરવામાં આવેલ છે. આ તમામ ભ્રામક ખબરો પર સચોટ જાણકારી માટે Newscheckr દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ WeeklyWrap

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ લાલ લાઈટ ઉતારી લીધી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળ અને તેમના દ્વારા કરવામાં આવેલ કામો અંગે સોશ્યલ મીડિયા પર ચર્ચાઓ થવા લાગી, જે ક્રમમાં ફેસબુક પર DK7 News દ્વારા “જરાં પણ સ્વાભિમાન નહીં, કહ્યું હોદ્દો નહીં તો લાલબત્તી નહીં, વિજયભાઈ રૂપાણી એ જાતે જ લાલ બત્તી ઉતારી લીધી” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.

જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીના ધોધ પડી રહ્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
સોશ્યલ મીડિયા પર અનેક જગ્યાએ પાણી ભરાયા અને લોકો ફસાયા હોવાના વિડિઓ અને તસ્વીર વાયરલ થયેલ છે. જે ક્રમમાં જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીના ધોધ પડી રહ્યા હોવાના દાવા સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર “જુનાગઢ ગીરનાર માં પડેલ ભારે વરસાદ થી આહ્લાદક નજારો” ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડિઓ કુલ 70k લોકો દ્વારા જોવામાં આવ્યો છે.

ભાજપ ઉમેદવારને ઇન્ટરવ્યૂ સમયે થપ્પડો મારતો પત્રકારનો વિડિઓ ભ્રામક દાવા સાથે વાયરલ
ભાજપ ઉમેદવારને ઇન્ટરવ્યૂ સમયે થપ્પડો મારતો પત્રકારનો વિડિઓ શોશ્યલ મીડિયા પર અલગ-અલગ દાવા સાથે શેર થઈ રહ્યો છે. વિડીઓમાં પત્રકાર વ્યક્તિને ભીડથી દૂર લઇ જઈ માસ્ક ન પહેરવા મુદ્દે થપ્પડો મારી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર આ વિડીઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ ભાજપ ઉમેદવાર તો ક્યાંક સરપંચ (મુખ્યાજી) હોવાના દાવા સાથે વાયરલ થયેલ છે. ફેસબુક અને ટ્વીટર પર કોંગ્રેસ પ્રદેશ સમિતિ નેતા નીતિન પટેલ દ્વારા “ભાજપના ઉમેદવાર સાથે કાંઈ આ રીતે ફોટોશૂટ કર્યું” ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.

આસામના મુખ્યમંત્રી ઉજ્જૈનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાની ઘટના પર ટિપ્પણી આપી રહ્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
આસામના મુખ્યમંત્રી દ્વારા ઉજ્જૈનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાની ઘટના પર મીડિયા સમક્ષ પોતાના આક્રમક વિચારો રજૂ કરવામાં આવ્યા હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે દેશ વિરોધી નારા લગાવનાર થોડા દિવસો તાલિબાન કે અફઘાનિસ્તાનમાં રહેવા જઈ શકે છે.

અમદાવાદ રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટની ભ્રામક તસ્વીર વાયરલ, જાણો શું છે સત્ય
ભારત સરકાર રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા 50 જેટલા રેલવે સ્ટેશનનું નવનિર્માણ કરવાં માટે 50 હજાર કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે. જે અંતર્ગત અમદાવાદ રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટ માટે RLDA દ્વારા ઓનલાઇન બીડ મંગાવવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર અમદાવાદ ખાતે બનવા જઈ રહેલ નવું રેલવે સ્ટેશનની એક તસ્વીર શેર કરવામાં આવેલ છે. “આપડા અમદાવાદનું રેલ્વે જંક્શન” ટાઇટલ સાથે ફેસબુક યુઝર્સ દ્વારા મોડેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044