Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
500 અને 2000 ની નોટ વિશે અવાર-નવાર સોશ્યલ મીડિયા પર ભ્રામક તસ્વીરો અને ફેક નોટ અંગે માહિતી આપતી પોસ્ટ વાયરલ થતી જોવા મળે છે. જેમાં 2000ની નોટ ATMમાં બંધ થઇ જશે. આ પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે 5, 10 અને 100ની જૂની નોટો બંધ કરવામાં આવી રહી છે. જો…કે હાલ બજારમાં 2000ની નોટનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે, તેનું કારણ એ પણ કહી શકાય કે 2000ની નોટ કરતા માર્કેટમાં 500ની નોટ વધુ ફરી રહી છે. આવા માં બે સવાલ ઉભા થાય છે શું RBI 2000ની નોટ પ્રિન્ટ ઓછી કરી રહી છે? કે બજારમાં મંદી હોવાને કારણે ?
ત્યારે 500 રૂપિયાની નોટ પર હાલ ફેસબુક અને કેટલીક વેબસાઈટ દ્વારા એક ભ્રામક દાવો કરવામાં આવ્યો છે, જેમાં “500 ની નોટને લઈને મોટા સમાચાર, આરબીઆઈએ આ મહત્વપૂર્ણ માહિતી આપી” હેડલાઈન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વધુ વિગત સાથે 500ની બે અલગ-અલગ નોટની તસ્વીર બતાવી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એવી 500 રૂપિયાની નોટ ન લેવી જોઈએ જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી ની નજીક નહીં પણ ગાંધીજીની તસવીરની નજીક છે.
500 રૂપિયાની નોટ પર RBI ગવર્નરની સહી લીલી પટ્ટી નજીક હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન news18 , ABP અને sandesh ન્યુઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જેમાં જણાવવામાં આવ્યું કે PIB Factcheck દ્વારા આ દાવો તદ્દન ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
જયારે ટ્વીટર પર PIB Factcheck દ્વારા આ મુદ્દે કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જેમાં જણાવ્યું છે કે 500 રૂપિયાની નોટ અંગે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ બન્ને તસ્વીર સાચી છે. RBI દ્વારા આ બન્ને પ્રકારની નોટ માન્ય ગણવામાં આવે છે.
વધુ માહિતી માટે અમે rbi.org.in ઓફિશ્યલ વેબસાઈટ પર 500ની નોટ વિશે જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં 66*150 સાઈઝ સાથે નવી નોટ નવા સિક્યુરિટી ફીચર્સ તેમજ અન્ય માહિતી સાથે નીચે મુજબની તસ્વીર રજૂ કરવામાં આવેલ છે.
paisaboltahai
નોંધનીય છે કે તપાસ દરમિયાન ન્યુઝ સંસ્થાન livemint દ્વારા ડિસેમ્બર 2019ના 500 રૂપિયાની ખોટી નોટ અંગે પબ્લિશ કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જ્યાં સમાન તસ્વીર સાથે ખોટી નોટ હોવા અંગે દાવો કરવામાં આવેલ છે, જે પોસ્ટ પર PIB Factcheck દ્વારા 2019માં પણ સ્પષ્ટતા આપતા વાયરલ તસ્વીર એક ભ્રામક અફવા હોવા અંગે ટ્વીટ કરવામાં આવેલ છે.
500 રૂપિયા ની ખોટી નોટ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. ગવર્નરની સહી લીલી પટ્ટીની નજીક હોય કે ગાંધીજી ની તસ્વીર નજીક હોય બન્ને નોટ RBI દ્વારા માન્ય ગણાશે. 500ની ખોટી નોટ અંગે બે વર્ષ અગાઉ પણ આ ભ્રામક દાવા પર સ્પષ્ટતા કરવામાં આવી હતી.
news18
ABP
sandesh
PIB Factcheck
livemint
rbi.org
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Runjay Kumar
July 9, 2025
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
June 5, 2025