સુપર સ્ટાર અક્ષય કુમારને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમારના સૂચન પર મોદી સરકારનો વધુ એક સારો નિર્ણય લીધો જેમાં સેનામાં શાહિદ થયેલા અને ઘાયલ થયેલા સૈનિકોના પરિવારને મદદ કરવા માટે આર્મી વેલ્ફેર બેટલ કેઝ્યુઅલી ફંડ નામથી ખાતું ખોલવામાં આવ્યું છે.

વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ સ્ટાર અક્ષય કુમારનો માસ્ટર સ્ટ્રોક છે. જ્યાંથી ભારતને સુપર પાવર બનતા કોઈ રોકી નહીં શકે. જો ભારતની 130 કરોડની વસ્તીમાંથી 70% લોકો પણ આ ફંડમાં દરરોજ માત્ર એક રૂપિયો નાખે તો તે એક રૂપિયો એક દિવસમાં 100 કરોડ થઈ જશે. આ પૈસાનો ઉપયોગ સેના અને અર્ધલશ્કરી દળો માટે હથિયાર ખરીદવા માટે પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : ફિલ્મ પઠાણના વિરોધના સંદર્ભમાં સિનેમા હોલની બહાર આર્મી જવાનો ગોઠવાઈ ગયા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
Fact Check / Verification
સેનામાં શાહિદ થયેલા અને ઘાયલ થયેલા સૈનિકોના પરિવારને મદદ કરવા માટે આર્મી વેલ્ફેર બેટલ કેઝ્યુઅલી ફંડ નામથી ખાતું ખોલવામાં આવ્યું હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ટ્વીટર પર ઇન્ડિયન આર્મી દ્વારા સપ્ટેમ્બર 2016ના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જ્યારે વાયરલ મેસેજમાં બેંકની વિગતો (કેનેરા બેંકની) ઉપરની પોસ્ટમાં આપેલ બેંક વિગતો સાથે મેળ ખાતી નથી.
ડિસેમ્બર 2022માં, સંરક્ષણ મંત્રાલયે સેનાએ માટે દાન આપવા માટે ‘મા ભારતી કે સપૂત‘ નામનું એક વિશેષ પોર્ટલ શરૂ કર્યું હતું. જેમાં આપવામાં આવેલ બેંકની વિગતો વાયરલ મેસેજ સાથે આપવામાં આવેલ વિગતો સાથે મેળ ખાય છે.
આ અંગે indianarmy સત્તાવાર વેબસાઈટ પર તપાસ કરતા જાણવા મળે છે કે, નાગરિકોની લાગણીઓને સમર્થન આપવા માટે ભારતીય સેના બે બેંક ખાતાઓ ચલાવે છે જેમ કે આર્મી સેન્ટ્રલ વેલ્ફેર ફંડ અને આર્મી બેટલ કેઝ્યુઅલ્ટી વેલ્ફેર ફંડ, જે સેવા આપતા અને નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારો માટે દાન સ્વીકારે છે.

આર્મી સેન્ટ્રલ વેલ્ફેર ફંડમાં મળેલ યોગદાનનો ઉપયોગ આપણા સૈનિકોની વિધવાઓ, તેમના નજીકના સગા, આશ્રિતો અને જરૂરિયાતમંદ ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ કાર્ય અને નાણાકીય સહાય ચૂકવવા માટે કરવામાં આવે છે. જો…કે ફંડના પૈસાથી હથિયારો ખરીદવા અંગે કોઈપણ ઉલ્લેખ જોવા મળતો નથી.
ઉપરાંત, વાયરલ મેસેજમાં કરવામાં આવેલ દાવા મુજબ અક્ષય કુમારના સૂચન પર મોદી સરકારે નિર્ણય લીધો હોવાના દાવા અંગે સર્ચ કરતા યુટ્યુબ પર PIB ઇન્ડિયા દ્વારા એપ્રિલ 2017ના “અભિનેતા અક્ષય કુમારે ‘ભારત કે વીર’ વેબસાઈટ અને મોબાઈલ એપના લોન્ચિંગ પ્રસંગે સભાને સંબોધન કર્યું” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોવા મળે છે.
રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા 14 ઓક્ટોબર 2022 ના રોજ સૈન્ય ઓપરેશન દરમિયાન ઘાયલ થયેલા અથવા મૃત્યુ પામેલા સૈનિકોના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સશસ્ત્ર દળોના યુદ્ધના જાનહાનિ કલ્યાણ ફંડમાં યોગદાન આપવા માટે ‘મા ભારતી કે સપૂત’ નામની વેબસાઇટ શરૂ કરવામાં આવી હતી. અહીંયા, વાયરલ મેસેજ સાથે આપવામાં આવેલ કેનેરા બેંકની વિગતો પણ જોઈ શકાય છે. જો..કે અક્ષય કુમારના સૂચન પર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવા અંગે કોઈપણ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

Conclusion
સેનામાં શાહિદ થયેલા અને ઘાયલ થયેલા સૈનિકોના પરિવારને મદદ કરવા માટે આર્મી વેલ્ફેર બેટલ કેઝ્યુઅલી ફંડ માંથી હથિયારો ખરીદવાનો દાવો તદ્દન ભ્રામક છે. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Result: Partly False
Our Source
Tweet By ADG PI – INDIAN ARMY, on 17.9.2016
Press Release on Official Website of Indian Army
Youtube Video Uploaded By PIB India on 10.04.17
PIB Press Release Dated 12.12.22
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044