Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે ત્યાં જનજીવન અસામાન્ય થઈ રહ્યું છે. બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા ભારતીયો પણ મદદ માટે અનેક વિડિઓ પોસ્ટ શેર કરી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર સમાજવાદી નેતા મહેન્દ્ર યાદવની પુત્રી વૈશાલી યાદવનો યુક્રેનમાં ફસાઈ હોવાનો વિડિઓ ખુબ વાયરલ થયો છે. નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ‘ઓપરેશન ગંગા’ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એર ઇન્ડિયા તેમજ વાયુ સેના આ બચાવ કાર્યમાં જોડાઈ છે.
ફેસબુક પર “ભાજપ સરકારને બદનામ કરનારી સમાજવાદી પાર્ટીના નેતા મહેન્દ્ર યાદવની છોકરી વૈશાલી યાદવ વિડીયોમાં શુ કહે છે” ટાઇટલ સાથે વૈશાલીનો મદદ માંગતો વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં વૈશાલી યુક્રેનથી પરત આવવા ભારત સરકાર પાસેથી મદદ માંગી રહી છે.

જયારે કેટલાક યુઝર્સ “યુક્રેનમાં પોતાને મેડિકલ સ્ટુડન્ટ હોવાનો દાવો કરતી યુવતીનો વીડિયો નકલી હોવાનું બહાર આવ્યું છે. વૈશાલી યાદવ મહેન્દ્ર યાદવની પુત્રી છે, જે હરદોઈ પોલીસના હાથે ઝડપાઈ ત્યારે ખબર પડી કે મોદી સરકારને બદનામ કરવા પિતાના કહેવા પર આ વીડિયો બનાવવામાં આવ્યો હતો.” લખાણ સાથે વિડિઓ શેર કરી રહ્યા છે.
યુક્રેનમાં ફસાયેલ મેડિકલ સ્ટુડન્ટ વૈશાલી યાદવે મોદી સરકારને બદનામ કરવા માટે નકલી વિડિઓ બનાવ્યો અને જે બાદ હરદોઈ પોલીસ દ્વારા પકડવામાં આવી હોવાના દાવા વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા jagran દ્વારા 24 ફેબ્રુઆરીના પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ, વૈશાલી યાદવ પરસૌલી ગામની મુખ્ય પ્રધાન છે. પિતા મહેન્દ્ર યાદવ ભૂતપૂર્વ બ્લોક ચીફ છે.

વૈશાલી યાદવ યુક્રેનમાં MBBS કરી રહી છે. યુક્રેનમાં ત્રણ વર્ષનો MBBS કોર્સ છે અને તેનું છેલ્લું સેમેસ્ટર ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર 2021માં વૈશાલી યુક્રેન ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની ચર્ચાથી તે પરેશાન હતી. બુધવારે તેણીની યુક્રેનથી ભારતની ફ્લાઈટ હતી, પરંતુ વૈશાલી જ્યાં રોકાઈ હતી તે યુક્રેનની મિલેટ્રી કેન્ટ છે, જેના પર રશિયાએ મિસાઈલ છોડી હતી. જે પછી આખું શહેર બંધ કરી દેવામાં આવ્યું હતું અને કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી.
જયારે, હરદોઈ પોલીસ દ્વારા વૈશાલી યાદવની ધરપકડ કરવામાં આવી હોવાના દાવા અંગે કીવર્ડ સર્ચ કરતા ફેસબુક યુઝર્સ Khanzar Sutra દ્વારા હરદોઈ પોલીસ SPનો વાયરલ ઘટના સંબધિત વિડિઓ જોવા મળે છે. હરદોઈ SP દ્વિવેદીના જણાવ્યા અનુસાર, “જે યુવતીનો વિડિઓ મદદ માટે વાયરલ થયો હતો, તે હાલ રોમાનિયા છે, પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હોવાની કોઈ ઘટના બનેલ નથી”
ઉપરાંત, વૈશાલી યાદવ દ્વારા પણ પોતાના વિડિઓને ભ્રામક રીતે ફેલાતા જોઈ એક અન્ય સ્પષ્ટીકરણ વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. જેમાં વૈશાલીના જણાવ્યા અનુસાર તેમના દ્વારા ભારત સરકાર પાસે મંગાવામાં આવેલ મદદના વિડિઓને સોશ્યલ મીડિયા પર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે, વિડિઓ મોદી સરકારને બદનામ કરવા માટે બનાવવા આવ્યો હોવાનો દાવો પણ તદ્દન ભ્રામક છે.
વાયરલ વિડિઓ અંગે વૈશાલી યાદવના પિતા મહેન્દ્ર યાદવ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે “મારી પુત્રી યુક્રેનમાં હતી, પછી તે રોમાનિયા ગઈ હતી અને આજે સવારે જ દિલ્હી લાવવામાં આવેલ છે. હાલ તે એક સરકારી વાહનમાં લખનૌ આવી રહી છે.”
વૈશાલી યાદવના વાયરલ થયેલા વિડિઓ અંગે news18 દ્વારા પણ પ્રકાશિત કરવામાં અહેવાલ જોઈ શકાય છે. અહેવાલ અનુસાર, યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલી વૈશાલી યાદવની ધરપકડનો દાવો ખોટો નીકળ્યો છે. હરદોઈના એસપીએ પોતે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. પોલીસે કહ્યું કે વૈશાલી યાદવ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

મોદી સરકારને બદનામ કરવા માટે સમાજવાદી નેતાની પુત્રીએ યુક્રેનમાં ફસાઈ હોવાનો ભ્રામક વિડિઓ શેર કર્યો, જે બાદ હરદોઈ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હોવા અંગે ભ્રામક અફવા ફેલાયેલ છે. ભારત સરકારની મદદ માંગતા વિડિઓ અંગે હરદોઈ પોલીસ SP દ્વારા પણ વાયરલ સમાચાર એક અફવા હોવાની પુષ્ટિ કરાઈ હતી. તેમજ, પોતાના વાયરલ વિડિઓ અંગે વૈશાલી યાદવ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Our Source
News Report of jagran News on 24 Feb 2022
Hardoi Police SP Clarification Video On FB -2 March 2022
News Report of News18 on 2 March 2022
Telephonic Conversation With Vaishali Yadav Father SP Leader Mahendra Yadav
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
December 24, 2024
Prathmesh Khunt
February 2, 2023
Newschecker Team
August 3, 2022