Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
શાહરૂખખાનની બહુચર્ચિત પઠાણ ભારે વિરોધ બાદ પણ આખરે રિલીઝ થઈ ગઈ છે. સોશ્યલ મીડિયા પર અનેક મતભેદો ચાલી રહ્યા છે. આ ક્રમમાં સિનેમા હોલની બહાર આર્મી જવાનો ગોઠવાઈ ગયા હોવાના દાવા સાથે પઠાણ ફિલ્મનું એક પોસ્ટર શેર કરવામાં આવી રહી છે. તસ્વીરમાં સિનેમા હોલની બહાર ફિલ્મ પઠાણનું પોસ્ટર જોવા મળે છે, જયારે બિજી તરફ પોલીસ અને આર્મી જવાનો સુરક્ષામાં ઉભેલા જોવા મળે છે.

ફેસબુક પર “હવે ભવિષ્ય માં અહિંસક/શાંતિપૂર્વક ના વિરોધ પ્રદર્શનો પણ કદાચ નહિ કરી શકાય. અને તમારે તો પઠાણ નો #Boycott કરી એનો વિરોધ કરવાનો છે જેને ગૃહમંત્રી સુરક્ષા આપી release કરાવે છે” ટાઇટલ સાથે તસ્વીર શેર કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે IPC 188 હવે કોગ્નિઝીબલ ગણાશે જેના કારણે ભવિષ્યમાં શાંતિપૂર્વકના વિરોધ પ્રદર્શનો પણ કદાચ નહિ કરી શકાય.

આ પણ વાંચો : પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વર્ણવતી ભ્રામક તસ્વીરનું સત્ય
ફિલ્મ પઠાણના વિરોધના સંદર્ભમાં સિનેમા હોલની બહાર આર્મી જવાનો ગોઠવાઈ ગયા હોવાના દાવા સાથે વાયરલ થયેલા પોસ્ટર અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા thehindubusinessline દ્વારા જાન્યુઆરી 2018ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા જોવા મળતી માહિતી મુજબ, દિલ્હી ખાતે ફિલ્મ પદમાવતના વિરોધને રોકવા ડેલાઇટ સિનેમાની બહાર પેરા મિલિટરી ફોર્સ ગોઠવવાની ફરજ પડી હતી.

અહેવાલ સાથે વાયરલ તસ્વીર પણ જોઈ શકાય છે, જ્યાં ફિલ્મ પઠાણના બદલે પદ્માવતનું પોસ્ટર જોઈ શકાય છે. ઉપરાંત, ન્યુઝ સંસ્થાન ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ સાથે પણ વાયરલ તસ્વીર જોઈ શકાય છે. જેમાં ફિલ્મ પદ્માવતનું પોસ્ટર જોઈ શકાય છે.

ફિલ્મ પઠાણના વિરોધના સંદર્ભમાં સિનેમા હોલની બહાર આર્મી જવાનો ગોઠવાઈ ગયા હોવાના દાવા સાથે વાયરલ થયેલા પોસ્ટરને એડિટિંગ મારફતે લગાવવામાં આવેલ છે. વર્ષ 2018માં ફિલ્મ પદ્માવતના વિરોધ સમયે દિલ્હીના ડેલાઇટ સિનેમાની બહાર પેરા મિલિટરી ફોર્સ ગોઠવવાની ફરજ પડી હતી.
Our Source
Media Reports Of thehindubusinessline, on Jan 2018
Media Reports Of Indian Express, on Jan 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
January 31, 2023
Prathmesh Khunt
December 31, 2022
Prathmesh Khunt
December 27, 2022