અમદાવાદમાં ગઈકાલે AMC મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ખાણીપીણીની બજારો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરાયું હતું. જેના બાદ અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો બંધ કરાવવામાં આવી હતી. જે બાદ સોશ્યલ મીડિયા પર થવા લાગ્યા કે અમદાવાદમાં કોરોનાનુ઼ં સંક્રમણ વધતાં સોમવારથી સાંજે 7.30 પછી હોટલ – રેસ્ટોરન્ટ બંધ રાખવા મહાનગર પાલિકાનો આદેશ.
કોરોના સંક્રમણ રોકવા માટે અમદાવાદ રેસ્ટોરન્ટ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનો દાવો ન્યુઝ સંસ્થાન DGVertman તેમજ akilanews દ્વારા પણ શેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત ફેસબુક યુઝર્સ દ્વારા પણ “અમદાવાદમાં કોરોનાનુ઼ં સંક્રમણ વધતાં સોમવારથી સાંજે 7.30 પછી હોટલ – રેસ્ટોરન્ટ બંધ” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
અમદાવાદમાં રાત્રે રેસ્ટોરેન્ટ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાના દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા zeenews દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ AMC દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ વાત માત્ર અફવા છે. 7.30 વાગે અમદાવાદમાં ખાણીપીણી બંધ કરી દેવાનો કોઈ આદેશ AMC એ આપ્યો નથી. કોવિડ ગાઈડલાઈનનો ભંગ જણાય ત્યાં જ યુનિટ બંધ કરાવી દેવાય છે.

આ ઘટના પર વધુ માહિતી સર્ચ કરતા vtvgujarati તેમજ sandesh દ્વારા પણ વાયરલ ન્યુઝ એક અફવા હોવાની સ્પષ્ટતા આપતો અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. અમદાવાદમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરનારા સામે એકશન લેવાઈ રહી છે. AMCએ નિયમ ભંગ કરાનારા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીની બજાર બંધ કરાવી છે. જેમાં થલતેજ, જોધપુર, મણિનગર, પાલડીમાં કાર્યવાહી કરાઈ છે. તો આ સાથે નારણપુરા,અંકુર ચાર રસ્તા અને મણિનગર વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કઈ રીતે આ ન્યુઝ એક અફવા બની ગઈ ?
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતાં AMC કોર્પોરેશનનું તંત્ર દ્વારા પાલડી, મણીનગર નારણપુરા ,નવરંગપુરા, થલતેજ બોડકદેવ ,જોધપુર અને એસજી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વુમન્સ ડે ના કારણે ખાણીપીણી બજારમાં ભીડ એકઠી થતા સોશિયલ ડિસ્ટન્સ ના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. અને નિર્ધારિત સમય કરતા પહેલા જ હોટેલ અને રેસ્ટોરેન્ટને બંધ કરવી હતી. નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.
જેના બાદ અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો બંધ કરવાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. જોકે, બાદમાં AMC દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ વાત માત્ર અફવા છે. 7.30 વાગે અમદાવાદમાં ખાણીપીણી બંધ કરી દેવાનો કોઈ આદેશ amc એ આપ્યો નથી. કોવિડ ગાઈડલાઈનનો ભંગ જણાય ત્યાં જ યુનિટ બંધ કરાવી દેવાય છે.
Conclusion
AMC દ્વારા આપવામાં આવ્યો આદેશ અમદાવાદમાં રાત્રે 7 વાગ્યા પછી રેસ્ટોરેન્ટ માટે લોકડાઉન લાગુ થવાની વાત એક અફવા છે. AMC દ્વારા પણ વાયરલ ખબર પર સ્પષ્ટતા આપતા જણાવવામાં આવ્યું કે લોકડાઉનની વાત એક અફવા છે. માત્ર કોવિડ ગાઈડલાઈનનો ભંગ જણાય તેવા ખાણીપીણીના યુનિટ બંધ કરાવી દેવાય હતા.
Result :- Misleading
Our Source
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)