કચ્છના ભચાવમાં રહેતા અને જુનિયર બચ્ચન તરીકે પ્રખ્યાત કનુભાઈ ઠક્કરનું અવસાન થયું હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ વિડીઓમાં જુનિયર બચ્ચન કનુભાઈ ઠક્કર અમિતાભ બચ્ચનના એક ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે. આ વિડિઓ સાથે કેટલાક યુઝર્સ કનુભાઈ ઠક્કરને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા.
ફેસબુક પર “કનુભાઈ ઠક્કર જે હૂબહૂ અમિતાભ બચ્ચન જેવા લાગતા હતા એમનું આજે કચ્છમાં અવસાન થયું” અને “Duplicate Big B….R.I.P” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ ફેસબુક પર 3000થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે, તેમજ અનેક યુઝર્સ દ્વારા ભ્રામક ટાઇટલ સાથે યુટ્યુબ પર સમાન વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Fact Check / Verification
જુનિયર બચ્ચન તરીકે પ્રખ્યાત કનુભાઈ ઠક્કરનું નિધન થયું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર જૂન 2021ના shashikant pedwal દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. વધુ માહિતી મુજબ શશીકાંત પડવાલ પણ અમિતાભ બચ્ચનના ડુપ્લીકેટ છે, અને તેઓની યુટ્યુબ ચેનલ પર મનોરંજન ઉદેશ્યથી બનાવવામાં આવેલ અન્ય વિડિઓ પણ જોઈ શકાય છે.

શશીકાંત પડવાલના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 4 જાન્યુઆરીના કનુભાઈ ઠક્કરનું નિધનની માહિતી સાથે શેર કરવામાં આવેલ વિડિઓ અંગે સ્પષ્ટતા આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે “છેલ્લા બે દિવસથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખ્યું છે કે હવે તે આ દુનિયામાં નથી, નામ કનુભાઈ છે અને વીડિયો મારો છે, હું તમને આ મેસેજ દ્વારા કહેવા માંગુ છું કે હું સ્વસ્થ છું, જીવિત છું.“
કનુભાઈ ઠક્કરનું નિધન અને શશીકાંત પડવાલના વાયરલ વિડિઓ અંગે timesofindia અને iamgujarat દ્વારા 5 જાન્યુઆરીના અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. ઉપરાંત, અહીંયા વાયરલ વિડિઓમાં દેખાતો વ્યક્તિ, કનુભાઈ ઠક્કર અને શશીકાંત પડવાલની તસ્વીર જોઈ શકાય છે.

Conclusion
ગુજરાતના ડુપ્લિકેટ બચ્ચન કનુભાઈ ઠક્કરનું નિધન થયું હોવાના દાવા સાથે અન્ય એક ડુપ્લિકેટ બચ્ચન શશીકાંત પડવાલનો વિડિઓ વાયરલ થયેલ છે. શશીકાંત પડવાલ દ્વારા સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક માહિતી અંગે ફેસબુક મારફતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ સ્વસ્થ અને જીવંત છે. જયારે, કનુભાઈ ઠક્કરની અવસાન ગત વર્ષે થયું હતું.
Result :- False
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044