પ્રધાનમંત્રી મોદી થોડા દિવસો અગાઉ અમેરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકામાં વસતા ભારતીય નાગરિકો પણ એરપોર્ટ પર PM મોદીના નારા સાથે તેમને મળવા આવી પહોંચ્યા હતા. સોશ્યલ મીડિયા પર પ્રધાનમંત્રીના અમેરિકા પ્રવાસ અને રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે થયેલ મુલાકાત અંગે અનેક પોસ્ટ શેર થયેલ છે.
ફેસબુક પર “મોદી સાહેબ ન્યૂ એન્ટ્રી અમેરિકા” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે, વિડિઓમાં PM મોદી અમેરિકાના એક સ્ટેડિયમમાં એન્ટ્રી કરે છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. વાયરલ વિડિઓ હાલમાં પ્રધાનમંત્રી મોદી અમેરિકાના પ્રવાસે ગયા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
પ્રધાનમંત્રી મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ ફૂટેજને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા મળતા પરિણામમાં ‘Howdy Modi’ કાર્યક્રમનો વિડિઓ જોવા મળે છે. યુટ્યુબ ચેનલ PMO India પર 2019માં અમેરિકામાં યોજાયેલ ‘Howdy Modi’ કાર્યક્રમનો વિડિઓ જેમાં 1 કલાક અને 42 મિનિટ બાદ નરેન્દ્ર મોદીની એન્ટ્રી થાય છે. આ કાર્યક્રમનો વિડિઓ અને સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ વિડિઓના દ્રશ્યો અહીં જોઈ શકાય છે.

આ પણ વાંચો :- સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્યની મુલાકાત દરમ્યાન લેવામાં આવેલ વડાપ્રધાન મોદીની ભ્રામક તસ્વીર વાયરલ
ઉપરાંત, યુટ્યુબ પર The Free Press Journal ચેનલ દ્વારા પણ સપ્ટેમ્બર 2019ના પોસ્ટ કરવામાં આવેલ ‘Howdy Modi’ કાર્યક્રમનો વિડિઓ જોવા મળે છે. જયારે ફેસબુક પર આ વિડિઓ 2021માં PM મોદીના અમેરિકા પ્રવાસનો હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
Conclusion
પ્રધાનમંત્રી મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ ખરેખર 2019માં અમેરિકામાં યોજાયેલ ‘Howdy Modi’ કાર્યક્રમ સમયનો છે. હાલમાં PM મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા પરંતુ આ પ્રકારે કોઈપણ સ્ટેડિયમમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો ન હતો. ફેસબુક પર 2019માં યોજાયેલ કાર્યક્રમના વિડિઓને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
The Free Press Journal
PMO India
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044