ઉજ્જૈનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાની ઘટના મુદ્દે અનેક વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા છે, જેમાં કેટલાક ભ્રામક દાવાઓ અંગે newschecker દ્વારા ફેકટચેક પોસ્ટ કરવામાં આવેલ છે. આ ક્રમમાં ફેસબુક પર “સલામ છે આસામ ના મુખ્યમંત્રી ને” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે.
આસામના મુખ્યમંત્રી દ્વારા ઉજ્જૈનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાની ઘટના પર મીડિયા સમક્ષ પોતાના આક્રમક વિચારો રજૂ કરવામાં આવ્યા હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે દેશ વિરોધી નારા લગાવનાર થોડા દિવસો તાલિબાન કે અફઘાનિસ્તાનમાં રહેવા જઈ શકે છે.
Factcheck / Verification
આસામના મુખ્યમંત્રી દ્વારા ઉજ્જૈનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યાની ઘટના પર મીડિયા સમક્ષ કરવામાં આવેલ ટિપ્પણીના વાયરલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા INH News દ્વારા 21 ઓગષ્ટના પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે મુજબ BJP નેતા રામેશ્વર શર્મા દ્વારા કોંગ્રેસ અને તાલિબાન એક સિક્કાની બે બાજુ હોવાના આક્ષેપો કર્યા હતા.
BJP નેતા રામેશ્વર શર્મા અંગે ગુગલ સર્ચ કરતા અહીંયા તેમનું ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ અને myneta દ્વારા આપવામાં આવેલ તમામ માહિતી જોવા મળે છે. જે ઉજ્જૈનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યાની ઘટના પર ટિપ્પણી કરનાર નેતા આસામ મુખ્યમંત્રી નહીં પરંતુ મધ્યપ્રદેશના MLA રામેશ્વર શર્મા છે.
MLA રામેશ્વર શર્મા દ્વારા ઉજ્જૈનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યાની ઘટના પર કરવામાં આવેલ ટિપ્પણી અંગે ગુગલ સર્ચ કરતા jansatta અને ibc24 દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ રામેશ્વર શર્માએ દેશ વિરોધી નારા લગાવનારને ચેતવણી આપતા કહ્યું હતું કે “ભારતની ધરતી પર પાકિસ્તાન ઝિંદાબાદના નાર લગાવવામાં આવશે તેને કચડી નાખવામાં આવશે”

અહીંયા MLA રામેશ્વર શર્મા અને આસામ મુખ્યમંત્રી ડો.હેમંતા બિસ્વા શર્માની તસ્વીર જોઈ શકાય છે.

Conclusion
આસામના મુખ્યમંત્રી દ્વારા ઉજ્જૈનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યાની ઘટના પર આક્રમક ટિપ્પણી કરવામાં આવી હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ થયેલ છે. ‘દેશ વિરોધી નારા લગાવનાર થોડા દિવસો તાલિબાન કે અફઘાનિસ્તાનમાં રહેવા જઈ શકે છે’ ટિપ્પણી સાથે વાયરલ થયેલ વિડિઓમાં દેખાતા વ્યક્તિ મધ્યપ્રદેશના ભાજપ નેતા રામેશ્વર શર્મા છે. જયારે આસામના મુખ્યમંત્રીનું નામ ડો.હેમંતા બિસ્વા શર્મા છે.
Result :- Misleading
Our Source
jansatta
ibc24
myneta
INH News
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044