Authors
Claim – કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત સમયે ‘ગો બેક રાહુલ ગાંધી’ના સૂત્રોચ્ચાર.
Fact – ભારત જોડો ન્યાય યાત્રા સમયે આસામમાં રાહુલ ગાંધી સામે થયેલા વિરોધના જૂના ફૂટેજવાળો વીડિયો મણિપુરમાં વિરોધ તરીકે ખોટી રીતે શેર કરવામાં આવ્યો છે.
કૉંગ્રેસના નેતા અને લોકસભામાં વર્તમાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા વિરોધીઓનો એક વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્થાનિક રસ્ટોરન્ટમાંથી કારમાં તેમને ત્યાંથી લઈ જવાતા જોઈ શકાય છે. વીડિયો શેર કરી રહેલા ઘણા યુઝર્સ દાવો કરે છે કે તે રાહુલ ગાંધીની તાજેતરની મણિપુર મુલાકાતનો વીડિયો છે. ન્યૂઝચેકરની તપાસમાં જો કે, દાવો ખોટો હોવાનું જણાયું છે. વાસ્તવમાં આ વિડિયો જાન્યુઆરી મહિનાનો છે અને આસામમાં રાહુલ ગાંધી સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તેનો છે.
ન્યૂઝચેકરને વોટ્સએપ ટિપલાઇન (+91-9999499044) પર તથ્ય તપાસવાની વિનંતી કરતો આ દાવો મળ્યો હતો.
ઘણા X અને ફેસબુક યુઝર્સે પણ બે મિનિટ-22-સેકન્ડ-લાંબા-ફુટેજ શેર કર્યા અને દાવો કર્યો કે, રાહુલ ગાંધીને મણિપુરના રહેવાસીઓ દ્વારા પાછા જવા માટે કહેવામાં આવ્યું હતું.
આવી પોસ્ટ અહીં , અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે .
રાહુલ ગાંધી આ સપ્તાહની શરૂઆતમાં હિંસાગ્રસ્ત મણિપુરની એક દિવસીય મુલાકાતે હતા. તેઓ રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળ્યા અને ઉત્તર પૂર્વ રાજ્યના જીરીબામ, ચુરાચંદપુર અને બિષ્ણુપુર જિલ્લાઓમાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી.
તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે,“સમસ્યા શરૂ થઈ ત્યારથી આ ત્રીજી વખત હું અહીં આવ્યો છું. આ એક કરુણાંતિકા છે. મને પરિસ્થિતિમાં થોડો સુધારો થવાની અપેક્ષા હતી. પરંતુ હું એ જોઈને ખૂબ નિરાશ થયો હતો કે પરિસ્થિતિ જ્યાં હોવી જોઈએ તેની નજીકની પણ નથી.”
Fact Check/Verification
વાયરલ વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ લેન્સ સર્ચ કરતા તે અમને 22 જાન્યુઆરી,-2024ના રોજના પીટીઆઈ રિપોર્ટ તરફ દોરી ગઈ. તેમાં અહેવાલમાં વિસ્તૃત રીતે કહેવામાં આવ્યું હતું કે, “કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આસામના નાગાંવમાં રસ્તાની બાજુની ભોજનશાળામાં ટોળાં દ્વારા પાછા ધકેલવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે રાહુલ ગાંધી અને અન્ય કેટલાક નેતાઓ સ્થળથી લગભગ 10 કિમી દૂર રૂપોહીમાં તેમના નાઇટ હોલ્ટ પર જતા અંબાગનમાં રેસ્ટોરન્ટમાં રોકાયા હતા.
આસામમાં થયો હતો વિરોધ
તેમાં 21 જાન્યુઆરી-2024ની તારીખની સમાચાર એજન્સી ANI દ્વારા કરાયેલી X પોસ્ટ પણ દર્શાવવામાં આવી હતી. જેમાં પણ એ વીડિયો છે. જોકે તેમાં વીડિયું લાંબુ વર્ઝન છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “આસામ: મોટી સંખ્યામાં લોકોએ ‘રાહુલ ગાંધી પાછા જાઓ’ અને ‘અન્યાય યાત્રા’ના પોસ્ટરો લઈને આજે સાંજે નાગાંવના અંબાગન વિસ્તારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.”
અમને જાન્યુઆરી-2024માં ન્યૂઝ18 દ્વારા કરાયેલી એક ફેસબુક પોસ્ટ મળી જેમાં મણિપુરમાં રાહુલ ગાંધીનો વિરોધ કરાયો હોવાનો દાવો કરાયો તેનો સ્નિપેટ છે. વીડિયોમાંથી લેવાયેલા સ્નિપેટ્સ છે. પોસ્ટને કૅપ્શન આપવામાં આવ્યું હતું કે, “રાહુલ ગાંધી પાછા જાઓ’ અને ‘અન્યાય યાત્રા’ના પોસ્ટરો લઈને મોટી સંખ્યામાં લોકોએ આજે સાંજે નાગાંવના અંબાગન વિસ્તારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.”
એબીપી ન્યૂઝ , આજ તક અને અમર ઉજાલા જેવા અનેક અન્ય સમાચાર સંસ્થાઓએ પણ આ વર્ષે જાન્યુઆરીમાં ભારત જોડો ન્યાય યાત્રાના આસામ પડાવ દરમિયાન બનેલી ઘટના અંગે અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
અમે Google Maps પર આસામના નાગાંવમાં વિડિયોમાં દેખાતું સ્થાન શોધ્યું. તે નીચે જોઈ શકાય છે.
Read Also – Fact Check – નાણામંત્રી નિર્મલા સીતારમણનો GST વિશેનો વાઇરલ વીડિયો ‘ડીપફૅક’
Conclusion
આમ, કોંગ્રેસ નેતાની તાજેતરની મણિપુર મુલાકાત દરમિયાન વિરોધીઓએ ‘ગો બેક રાહુલ ગાંધી’ના નારા લગાવ્યા હોવાનો દાવો ખોટો છે. ખરેખર આસમનો એક જૂનો વીડિયો ખોટી રીતે શેર કરવામાં આવ્યો છે.
Result – False
Sources
Report By PTI, Dated January 22, 2024
X Post By ANI, Dated January 21, 2024
Facebook Post By News18, Dated January 21, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044