ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદનો માહોલ શરૂ થઈ ચુક્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા ભાવનગર, અમરેલી પંથકમાં ખુબ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાના સમાચાર જોવા મળ્યા છે. સોશ્યલ મીડિયા પર વરસાદના કારણે સર્જયેલ હાલાકીના અનેક વિડીયો અને તસ્વીરો આગાઉ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે, જે ક્રમમાં હાલમાં બગદાણાના દુધાળા ખાતે ભારે વરસાદમાં મંદિર ડૂબી ગયું હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
ફેસબુક યુઝર ‘ગુજરાત વરસાદ સમાચાર‘ દ્વારા 28 જૂનના “બગદાણા નાં દુદાણા મા આભ ફાટ્યું” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવ્યો છે. જે ફેસબુક પર 1 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મુંબઈ સાનપાડા બ્રિજ પર વરસાદના કારણે અકસ્માત થયા હોવાના દાવા સાથે પાકિસ્તાનનો વિડીયો વાયરલ
Fact Check / Verification
બગદાણાના દુધાળા ખાતે ભારે વરસાદના વાયરલ વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર Village life with patidar baadshah ચેનલ દ્વારા સપ્ટેમ્બર 2021ના “બગદાણા દુદાણા નું ખોડીયાર મંદિર ડૂબ્યું ” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે કે હાલમાં આવેલ વરસાદના કારણે આ પ્રકારે હાલાકી સર્જયેલ નથી.
ઉપરાંત, હાલમાં ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે અને આસપાસના વિસ્તારોમાં આવેલ વરસાદ અંગે ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પટ TV9 ગુજરાતી દ્વારા દ્વારા 28 જૂનના પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે, અહીંયા દુધાળા ખાતે આવેલ ખોડિયાર મંદિર અંગે કોઈ માહિતી જોવા મળતી નથી.
વાયરલ દાવા અંગે સચોટ માહિતી માટે અમે દુધાળા ખાતે આવેલ ખોડિયાર મંદિરના વહીવટકર્તા સાથે વાતચીત કરી હતી, તેઓએ જણાવાયું કે થોડા દિવસો આગાઉ ખુબ સારી માત્રમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે મંદિરમાં પાણી આવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું કે આ મંદિર નદીના પટમાં આવેલ હોવાથી દર વર્ષે થોડા વરસાદમાં પણ મંદિરમાં પાણી ઘુસી જાય છે.
Conclusion
બગદાણાના દુધાળા ખાતે ભારે વરસાદનો વાયરલ વિડીયો સપ્ટેમ્બર 2021ના લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે બગદાણા ખાતે હાલમાં ખુબ સારો વરસાદ પડ્યો છે, પરંતુ વાયરલ વિડીયોમાં દેખાઈ રહેલ દર્શ્યો 2021માં આવેલ વરસાદ સમયે લેવામાં આવેલ છે.
Result : Missing Context
Our Source
Youtube Video of Village life with patidar baadshah on 29 Sapetmber 2021
Youtube Video Of TV9 Gujarati on 28 June 2022
Direct Contact With Dudhda Khodiyar Tample
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044