Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – ગુજરાતમાં ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી પાણી થયાનો વાઇરલ વીડિયો
Fact – વાઇરલ વીડિયો ખરેખર જોધપુરમાં સતત વરસાદને પગલે ગલીઓમાં પાણી ઘૂસી ગયા તેનો વીડિયો છે. આથી વીડિયો ગુજરાતનો હોવાનો દાવો ખોટો છે.
ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત કચ્છ, સૌરાષ્ટ્ર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, વડોદરામાં ભારે પવનો સાથે વરસાદે પૂરની સ્થિતિ સર્જી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરેલ છે. વરસાદને પગલે ઘણા શહેરોમાં પૂરના પાણી ફરી વળ્યા છે અને રેલવે તથા અન્ય પરિવહન વ્યવસ્થા ખોરંભાઈ ગઈ છે.
સોશિયલ મીડિયામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પૂરના પાણીના વીડિયો અને તસવીરો ઘણા વાઇરલ થયા છે.
દરમિયાન સોશિયલ મીડિયામાં એક ખાસ વીડિયો ઘણો વાઇરલ જોવા મળ્યો છે, જેમાં એક ગલીમાં પૂરનું પાણી ખૂબ જ તીવ્ર પ્રવાહ સાથે વહી રહ્યું છે અને ચારેબાજુ પાણી જ પાણી ફરી વળ્યું છે.
સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો ગુજરાતમાં પૂર તરીકે શેર કર્યો છે અને કૅપ્શન લખ્યું છે કે, “ગુજરાતમાં ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે. ઘણા જિલ્લાઓમાં વરસાદને કારણે હાઈ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.”
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર યુઝર્સે વરસાદી પૂરની અન્ય તસવીરો સાથે ઉપરોક્ત ખાસ વીડિયો શેર કર્યો છે. ઘણી પોસ્ટમાં ઉપરોક્ત વીડિયો વાઇરલ જોવા મળ્યો છે.
જોકે, ન્યૂઝચેકરને વાઇરલ દાવામાં શેર કરવામાં આવેલો નિશ્ચિત વીડિયો ગુજરાતમાં પૂરનો નહીં પરંતુ રાજસ્થાનના જોધપુરમાં આવેલા વરસાદી પૂરનો હોવાનું જાણવા મળ્યું છે.
વાઇરલ પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અને અહીં જુઓ.
ન્યૂઝચેકરે સોશિયલ મીડિયા યુઝર દ્વારા શેર કરવામાં આવેલા એ ખાસ વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્સ ઇમેજની મદદથી ગૂગલ લૅન્સ થકી સર્ચ કર્યાં.
ગૂગલ લૅન્સની મદદથી સર્ચ કરતા આ મામલે ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ પ્રાપ્ત થઈ. જેમાં કેટલાક યુટ્યૂબ વીડિયો અને Xની પોસ્ટ મળી આવી અને તેમાં વાઇરલ વીડિયો જોધપુરમાં વરસાદી પૂરના કૅપ્શન કે શીર્ષક સાથે શેર કરાયેલ છે. વાઇરલ વીડિયો અને આ પોસ્ટના વીડિયો ફૂટેજ મૅચ થાય છે.
15મી ઑગસ્ટના રોજ પ્રકાશિત યુટ્યુબ વીડિયોમાં જોઈ શકાય છે કે તેના વિઝ્યૂઅલ વાઇરલ વીડિયો સાથે મૅચ થાય છે.
વધુમાં વીડિયોને ધ્યાનપૂર્વક જોતા તેમાં એક મંદિર જોવા મળે છે. વાઇરલ વીડિયોના વિઝ્યૂઅલ ધ્યાનથી જોતા મંદિરનું એક બોર્ડ છે તેનું લખાણ જોવા મળે છે. તેમાં લખેલ છે – દુધેશ્વર મહાદેવ મંદિર.
આથી ગૂગલ સ્ટ્રિટ વ્યૂની મદદથી અમે રાજસ્થાનના જોધપુરમાં દુધેશ્વર મહાદેવ મંદિર કીવર્ડ સર્ચ કરતા અમને તેની લૉકેશન અને સ્ટ્રિટ વ્યૂ પ્રાપ્ત થયો.
તેમાં એ ગલીનો 360 વ્યૂ તપાસતમાં તેમાં દૂધેશ્વર મહાદેવ મંદિર સ્પષ્ટ દેખાય છે. સાથે સાથે વાઇરલ વીડિયોમાં દેખાતા કેટલાક બોર્ડ અને તેના લખાણ પણ જોવા મળે છે.
કાળા રંગનું ડાબી બાજુનું બોર્ડ જેમાં હિંદીમાં – ‘પૂજન સામગ્રી, મૃત્યુ’ (અનુવાદિત) લખાણ સ્પષ્ટ દેખાય છે. આ લખાણ પણ વાઇરલ વીડિયોમાં જોવા મળે છે. તેની આગળ સામેની બાજુએ મંદિર આવેલું છે તે સ્ટ્રિટ વ્યૂમાં દિશા બદલતા સ્પષ્ટ દેખાય છે. અહીં તમે એ લૉકેશન સ્ટ્રિટ વ્યૂની મદદથી સ્પષ્ટ જોઈ શકો છો.
જે સાબિત કરે છે કે, વાઇરલ વીડિયોમાં દેખાતી જગ્યા ગુજરાતની લૉકેશન નહીં પરંતુ જોધપુરની લૉકેશન છે.
તદુપરાંત અમને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર દૈનિક ભાસ્કરના એડિટર એલપી પંત દ્વારા શેર કરાયેલ વીડિયો પોસ્ટ પણ પ્રાપ્ત થઈ.
16 ઑગસ્ટ-2024ના રોજ એલપી પંતે વીડિયો પોસ્ટ (આર્કાઇવ) કરેલ છે જેમાં તેમણે વીડિયો શેર કરેલ છે અને તેના કૅપ્શનમાં લખેલ છે કે – “જોધપુરવાળાઓ આ નદી અત્યાર સુધી ક્યાં છુપાઈ રાખી હતી…”
તેમણે શેર કરેલા વીડિયોના વિઝ્યૂઅલ વાઇરલ વીડિયો સાથે મૅચ થાય છે. અત્રે એ પણ નોંધવું કે જોધપુર પૂરની તમામ પોસ્ટ 15મી ઑગસ્ટની આસપાસના સમયગાળાની છે, જે દર્શાવે છે કે વાઇરલ વીડિયો 2 સપ્તાહ કરતા પણ વધુ જૂનો છે.
આથી, એ સ્પષ્ટ થાય છે કે, વાઇરલ વીડિયોની લૉકેશન જોધપુર છે, તે થોડા સમય પહેલાનો છે અને એ ગુજરાતની લૉકેશન નથી. આમ તે વીડિયો જોધપુરમાં આવેલા વરસાદી પૂરનો જૂનો વીડિયો છે.
વળી, વીડિયોના ઑડિયોની તપાસ કરતા તેમાં પણ વીડિયો શૂટ કરનારી વ્યક્તિ બોલી રહી છે કે, “જોધપુરમાં ઝમાઝમ વરસાદ, આ જુઓ મોટર સાઇકલ તણાઈ રહી છે. જોધપુર શહેરમાં અડધા કલાકથી વરસાદ છે. ઘણી દુકાનોમાં પાણી ઘુસી ગયા.”
Read Also : Fact Check – જયપુરમાં વરસાદના લીધે રોડમાં જેસીબી ધસી ગયાનો વીડિયો ગુજરાતનો ગણાવી વાઇરલ
અમારી તપાસમાં એ નિષ્કર્ષ નીકળે છે કે, ગુજરાતમાં પુરના દાવા સાથે ઉપરોક્ત જે વીડિયો વાઇરલ થયો છે, તે ખરેખર જોધપુરમાં વરસાદી પૂરનો છે. આથી વાઇરલ દાવો ખોટો પુરવાર થાય છે. દાવા સાથે શેર કરવામાં આવેલી તસવીરની લૉકેશન વેરિફાઈ થઈ શકી નથી.
Sources
Google Lens
Google Street View
Yout Tube Video dated 15th August-2024
X Post dated 16 August
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
April 10, 2025
Dipalkumar Shah
April 9, 2025
Dipalkumar Shah
April 4, 2025