Fact Check
ખરેખર માસ્ક ન પહેર્યું હોવાથી સાણંદ બેન્ક ઓફ બરોડાના સિક્યુરિટીએ કસ્ટમર પર બંદૂક ચાલવી?, જાણો શું છે સત્ય ઘટના

Bank Security Guard Gun Fires On Customer Trying To Enter Without Mask
કોરોના વાયરસના ફેલાવા ને રોકવા સરકાર દ્વારા ફરજીયાત માસ્ક પહેરવા પર ભાર આપવામાં આવે છે. જાહેર જગ્યાએ માસ્ક પહેર્યા વગર જવાની મનાઈ ફરમાવામાં આવી છે. ઘણા કિસ્સાઓ જોવા મળે છે, જ્યાં માસ્ક વગર ના લોકો પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવે છે. આ મુદ્દે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બનેલા છે.
ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં બેન્ક ઓફ બરોડાના સિક્યુરિટી ગાર્ડે માસ્ક ન પહેરેલા કસ્ટમર સાથે બોલાચાલી કરી અને આ વ્યક્તિ પર બંદૂક ચલાવી દીધી. આ ઘટના ગુજરાત સાણંદ જિલ્લાની હોવાના દાવા સાથે કેટલાક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર આ વિડિઓ “માસ્ક ના પહેરવા થી સિક્યોરિટી ગાર્ડ ગોળી મારી બેંક ઓફ બરોડા સાણંદ” કેપશન સાથે વાયરલ થયેલ છે.

Factcheck / Verification
સાણંદ ખાતે આવેલ બેન્ક ઓફ બરોડાના ગાર્ડ દ્વારા માસ્ક ન પહેરેલા વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે શેર થઈ રહેલ વિડિઓ અંગે વધુ જાણકારી ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન indiatvnews, theprint, news18 અને livemint દ્વારા 26 જૂન ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.

ન્યુઝ અહેવાલ મુજબ, આ ઘટના ઉત્તરપ્રદેશ બરેલી જિલ્લામાં જંકશન રોડ ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં સિક્યુરિટી ગાર્ડ કેશવ અને કસ્ટમર રાકેશ કુમાર વચ્ચે માસ્ક ન પહેરવા મુદ્દે બોલાચાલી થઈ હતી, જે બાદ ગાર્ડ દ્વારા રાકેશ કુમાર પર ગોળી ચલાવવામાં આવી હતી. રાકેશ હાલ જિલ્લા સરકારી હોસ્પિટલ પર ગંભીર હાલતમાં છે, જયારે સિક્યુરિટી ગાર્ડ કેશવને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલ છે.
આ પણ વાંચો :- AAP નેતાએ કર્યો ભ્રામક દાવો અને કહ્યું નરેન્દ્ર મોદીનો જમવાનો ખર્ચ ફક્ત 100 કરોડ રૂપિયા થયો, જાણો શું છે સત્ય
આ ઘટના અંગે સચોટ માહિતી માટે અમે બરેલી પોલીસના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર સર્ચ કરતા 26 જૂનના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટ મારફતે આરોપી ગાર્ડ કેશવની તસ્વીર અને ઘટના અંગે એક પ્રેસનોટ જાહેર કરવામાં આવેલ છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ પર ધારા 307 લાગુ કરી જેલમાં ધકેલવામાં આવેલ છે.
Conclusion
ગુજરાત, સાણંદ ખાતે આવેલ બેન્ક ઓફ બરોડાના સિક્યુરિટી ગાર્ડે કસ્ટમર પર બંદૂક ચાલવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક અફવા છે. 26 જૂન 2021ના ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લા ખાતે આવેલ બેન્ક ઓફ બરોડા પર ગાર્ડ અને કસ્ટમર વચ્ચે બનેલ બનાવનો વિડિઓ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
indiatvnews,
theprint
news18
livemint
Bareilly Police
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044