કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ સમયે રાજેસ્થાનમાં ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જ્યાં હજારો લોકોની આ ભીડમાં કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી પણ રસ્તા પર જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ઈન્દોરનો છે જ્યાં ભારત જોડો યાત્રા દરમિયાન ભારે ભીડ જોવા મળી હતી.
ફેસબુક યુઝર્સ “ઈન્દોર માં ભારત જોડો યાત્રા” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. આ વીડિયો મહારાષ્ટ્ર કોંગ્રેસ સેવા દળના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી પણ શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે, “ભારત જોડો યાત્રાની ઈન્દોરમાં જંગી રેલી” ઉપરાંત, અન્ય ઘણા ફેસબુક અને ટ્વિટર યુઝર્સ સમાન કૅપ્શન સાથે વીડિયો શેર કરી રહ્યા છે.

Fact Check / Verification
ઇન્દોરમાં ભારત જોડો યાત્રા દરમિયાન ભારે ભીડ જોવા મળી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોના કીફ્રેમને રિવર્સ સર્ચ કરવા પર, અમને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારનું એક ટ્વિટ જોવા મળે છે. 22 ઓક્ટોબર 2022ના રોજ કરવામાં આવેલ આ ટ્વીટમાં વાયરલ વીડિયો જોઈ શકાય છે. શિવકુમારના ટ્વિટમાં આ વીડિયો કર્ણાટકનો હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ અંગે વધુ સર્ચ કરવા પર જાણવા મળ્યું કે વાયરલ વીડિયો કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ 22 ઓક્ટોબર 2022ના રોજ ટ્વિટ કરી હતી. ટ્વીટમાં સુરજેવાલાએ વીડિયોને કર્ણાટકના રાયચુરનો ગણાવ્યો છે. એ જ રીતે, આજતક ન્યૂઝ ચેનલના પત્રકાર સુપ્રિયા ભારદ્વાજે 22 ઓક્ટોબરના રોજ આ રેલીની અન્ય વીડિયો ટ્વીટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તે રાયચુરનો છે.
22 ઓક્ટોબરે જ્યારે રાયચુર જિલ્લામાંથી ભારત જોડો યાત્રા શરૂ થઈ ત્યારે તેને કોંગ્રેસની યુટ્યુબ ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. યુટ્યુબ વીડિયોમાં એક જગ્યાએ સમાન ઈમારતો અને લોકો જોવા મળે છે જે વાયરલ વીડિયોમાં પણ છે. તેનાથી સાબિત થાય છે કે વીડિયો કર્ણાટકના રાયચુરનો જ છે.

Conclusion
ઇન્દોરમાં ભારત જોડો યાત્રા દરમિયાન ભારે ભીડ જોવા મળી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો કર્ણાટકના રાયચુરમાં લેવામાં આવેલ છે. 22 ઓક્ટોબરે રાયચુર જિલ્લામાંથી ભારત જોડો યાત્રા શરૂ થઈ હતી. જે સમયે લેવામાં આવેલ વીડિયોને ઇન્દોરનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : Partly False
Our Source
Tweet of Congress leader DK Shivkumar and Randeep Singh Surjewala, posted on October 22, 2022
YouTube Video uploaded by Congress on October 22, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044