Fact Check
ભૂટાન દ્વારા આસામ આવતું પાણી અટકવવામાં આવ્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય

Claim :-
ભુટાને ભારતના ગામડાઓને મળતુ સિંચાઈનું પાણી રોકીને અવળચંડાઈ શરૂ કરી હોવાની વાત સામે આવી હતી. આ તમામ ગામડાઓ આસામના છે. આ ખેડૂતોનો આરોપ હતો કે, ભૂટાને અચાનક પાણીનો પ્રવાહ રોકી દેતા તેમને મળતુ સિંચાઈનું બંધ થઈ ગયું છે. સંખ્યાબંધ ખેડૂતો રસ્તા પર ઉતરીને વિરોધ કરવા લાગ્યા હતાં. જે મુદ્દે સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ “નેપાળ બાદ હવે ભૂતાને ભારતની ચિંતા વધારી, આસામમાં સિંચાઈનું પાણી રોક્યું” કેપ્શન સાથે કેટલાક ફોટોગ્રાફ શેયર કરવામાં છે.

આ વાયરલ દાવા પર સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ આ ખબર પબ્લિશ કરવામાં આવી છે, જેમાં ભૂટાન દ્વારા આસામના ગામડામાં આવતા પાણી રોકવા પર કહેવામાં આવ્યું છે. તેમજ આ ઘટના કોરોના વાયરસ સાથે પણ જોડવામાં આવી છે.



ઉપરાંત ટ્વીટર પર પાર્લામેન્ટ મેમ્બર સુબ્રમણ્યમ સ્વામી દ્વારા પણ આ ઘટના પર ટ્વીટ દ્વારા ખબર શેયર કરવામાં આવી છે.

Fact check :-
વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે ગુગલ સર્ચ કરતા આ ઘટના પર માહિતી આપતા અનેક આર્ટિકલ જોવા મળે છે, જ્યાં 26 જુન 2020ના સંદેશ ન્યુઝ દ્વારા પબ્લિશ કરાયેલ રિપોર્ટ મુજબ ભૂટાને અસમ સુધી પાણી ન પહોંચાડયું હોવાના સમાચારોનું ખંડન કર્યું છે. નહેરોનું રીપેરિંગ ચાલી રહ્યું છે, આ કારણે પાણીનો સપ્લાઈ પહોંચાડવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે.


વાયરલ દાવા પર ટ્વીટર સર્ચ કરતા thebhutanese નામના એકાઉન્ટ પરથી કરવામાં આવેલક ટ્વીટ જોવા મળે છે. thebhutanese એક ન્યુઝ સંસ્થા છે, જે ભૂટાનમાં આવેલ છે. ‘ભૂટાન વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવે છે, કે ભૂટાન દ્વારા સિંચાઈ માટે આસામ જતું પાણી અટકવવામાં નથી આવ્યું. તેમજ વરસાદના કારણે થયેલ બ્લોકેજ અને ચેનલ સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે.
ત્યારબાદ વિદેશ મંત્રાલય ભૂટાનની વેબસાઈટ પર આ ઘટના વિશે સર્ચ કરતા, ડિપાર્ટમેન્ટ દ્વારા 26 જૂન 2020ના જાહેર કરાયેલ પ્રેસ રિલીઝ જોવા મળે છે. જે મુજબ ભારતમાં ફેલાયેલ ન્યુઝ કે ભૂટાન દ્વારા આસામના ગામડામાં જતું પાણી અટકાવવામાં આવ્યું હોવાની ઘટના તદ્દન ભ્રામક છે, કુદરતી આફત અને વરસાદના કારણે થયેલ બ્લોકેજ અને ચેનલ સાફ થતી હોવાના કારણે પાણી આ ઘટના બનેલ છે.


ફેસબુક પર આ મુદ્દે Ministry of Foreign Affairs, Royal Government of Bhutan એકાઉન્ટ પરથી પણ પાણી અટકાવવાની ઘટના પર ખુલાસો આપ્યો હતો.
Conclusion :-
વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, ભૂટાન સરકાર દ્વારા આસામના ગામડામાં જતુ પાણી અટકાવવામાં આવ્યું નથી. ભૂટાન દ્વારા કુદરતી અફાત અને બ્લોકેજના કારણે રોકાયેલ ચેનલો સાફ કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. વાયરલ પોસ્ટમાં ભૂટાન સરકાર પર આરોપ લગાવતો દાવો તદ્દન ભ્રામક હોવાનું સાબિત થાય છે, જે મુદ્દે ભૂટાન સરકાર દ્વારા પણ ખુલાસો આપવામાં આવ્યો છે.
- Tools :-
- News Report
- Keyword Search
- Reverse Image Search
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)