Fact Check
કૉંગેસ નેતા દિગ્વિજય સિંહના પુત્રી શ્રેયાંશી સિંહ ભાજપમાં જોડાયા હોવાનો ભ્રામક દાવો વાયરલ
મધ્યપ્રદેશના પૂર્વ CM દિગ્વિજય સિંહ અને કોંગ્રેસ નેતાની પુત્રી શ્રેયાંશી સિંહ ભાજપમાં જોડાઈ છે. સોશ્યલ મીડિયા પર ખબર ગુજરાત નામના ન્યુઝ પોર્ટલ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જેમાં શ્રેયાંશી સિંહ ભાજપના મંચ પરની તસ્વીર સાથે CM દિગ્વિજય સિંહના પુત્રી ભાજપમાં જોડાયા હોવાના કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
વાયરલ પોસ્ટ પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ટિવટર પર પૂર્વ CM દિગ્વીજય સિંહ દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેઓએ આ દાવાને તદ્દન ભ્રામક ઠેરાવ્યો છે. આ સાથે તેઓએ aajtak ન્યુઝની એક વેબલિંક પણ શેર કરેલ છે, જેમાં ન્યુઝ સંસ્થાન દ્વારા પણ શ્રેયાંશી સિંહ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના પુત્રી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જયારે કોંગ્રેસ નેતાએ આ મુદ્દે ટ્વીટ કરી ખુલાસો આપી aajtak સંસ્થાન પર માનહાનીનો દાવો કરવાની વાત પણ કહેવામાં આવેલ છે. જે બાદ aajtak દ્વારા પોતાના આર્ટિકલમાં સુધારો કરવામાં આવ્યો અને ભૂલ વિશે નોટ પણ લખવામાં આવેલ છે.

શ્રેયાંશી સિંહ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ નહીં પરંતુ બિહારના યુનિયન મિનિસ્ટર દિગ્વિજય સિંહના પુત્રી છે. જે માહિતી નીચે આપણે જોઈ શકીએ છીએ, આ બાદ શ્રેયાંશી સિંહના ફેસબુક એકાઉન્ટ પર જઈ વધુ સર્ચ કરતા એક પોસ્ટ જોવા મળે છે. જેમાં તેઓ ભાજપ પાર્ટી તરફથી જમુઈ વિધાનસભામાં નામાંકન નોંધાવેલ છે. આ ઉપરાંત શ્રેયાંશી સિંહના શૂટિંગમાં અર્જુના એવોર્ડ મેળવેલ છે અને રાષ્ટ્રપતિના હાથે ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવેલ છે.

શ્રેયાંશી સિંહના BJP સાથે જોડાવા મુદ્દે ગુગલ સર્ચ કરતા બિહાર BJP ટ્વીટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે મુજબ કેન્દ્રીય મંત્રી દિગ્વિજય સિંહના પુત્રી ભાજપ સાથે જોડાયા હોવાની માહિતી આપવામાં આવેલ છે. ઉપરાંત અન્ય કેટલાક ન્યુઝ સંસ્થનો દ્વારા પણ શૂટર શ્રેયાંશી સિંહના ભાજપમાં જોડાવવા અંગે માહિતી જોવા મળે છે.

Conclusion
મધ્યપ્રદેશના પૂર્વ CM અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના પુત્રી ભાજપમાં જોડાયા હોવાના દાવો તદ્દન ભ્રામક છે. શ્રેયાંશી સિંહ બિહાર કેન્દ્રીય મંત્રી દિગ્વિજય સિંહના પુત્રી છે અને તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. બન્ને નેતાના નામ એક સરખા હોવાના કારણે આ ભ્રામક માહિતી ફેલાઈ હોવાનું જાણવા મળે છે. તેમજ કૉંગેસ નેતા દિગ્વિજય સિંહ દ્વારા પણ ટ્વીટ મારફતે આ દાવો ભ્રામક હોવાનું તેમજ aajtak ન્યુઝ દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ફેક ન્યુઝ વિશે સ્પષ્ટતા આપેલ છે.
Result :- False
Our Source
બિહાર BJP
Facebook
aajtak
Twitter
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)