સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલ છે, જેમાં એક શિક્ષક બાળકને ઢોર માર મારી રહ્યા છે. આ વાયરલ વીડિયો ગુજરાતની શાળા હોવાના દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો હતો, જયારે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઘટના બિહારના પટના ખાતે 4 જુલાઈના બનેલ છે. ઘટના અંગે મળતી માહિતી મુજબ કોચિંગ ક્લાસના શિક્ષક દ્વારા નાના બાળકને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના ના સંદર્ભમાં ગામ લોકોએ આ શિક્ષકને ઢોર માર માર્યો હોવાના દાવા સાથે એક વિડીયો વાયરલ થયેલ છે.
ફેસબુક પર ‘Kamalam News’ દ્વારા 9 જુલાઈના “બિહારમાં શિક્ષકે નાના એવા બાળક વિદ્યાર્થીને જીવલેણ માર માર્યો હતો.આજે એનું પરિણામ” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે. વીડિયોમાં કેટલાક લોકો એક વ્યક્તિને ઢોર માર મારી રહ્યા છે, વિડીયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં બિહારમાં જે શિક્ષકે નાના બાળકને ઢોર માર માર્યો હતો તે ગામ લોકોએ શિક્ષકને ઢોર માર માર્યો છે.

આ પણ વાંચો : મહિલા બાળકનું અપહરણ કરી રહી હોવાનો વિડીયો વાયરલ, જાણો શું છે સત્ય
Fact check / Verification
બિહારમાં જે શિક્ષકે નાના બાળકને ઢોર માર માર્યો હતો તે ગામ લોકોએ શિક્ષકને ઢોર માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર AAJTAK દ્વારા ફેબ્રુઆરી 2020ના પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. અહીંયા વાયરલ વીડિયો સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, મધ્યપ્રદેશના ધાર ખાતે મજૂરો પાસેથી ઉધાર આપેલા પૈસા માંગવા કેટલાક ખેડૂતોને મોંઘા સાબિત થયા છે. પૈસા માંગવા ગયેલા ખેડૂતોને મજૂરોએ બાળક ચોર ગણાવી માર મારવાનું શરૂ કર્યું.
વાયરલ વિડીયો મધ્યપ્રદેશની ઘટના હોવાની માહિતીના આધારે ગુગલ સર્ચ કરતા ndtv અને tv9hindi દ્વારા ફેબ્રુઆરી 2020ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, મધ્ય પ્રદેશમાં ધાર જિલ્લાના મનવર તહસીલમાં, બાળકની ચોરીની અફવાને આધારે ટોળાએ છ લોકો પર હુમલો કર્યો, જેમાં એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ થયું જ્યારે પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે થોડા મહિના પહેલા ખેડા ગામના 6 ખેડૂતોએ તિરલા બ્લોકના ખિરકિયા ગામના પાંચ મજૂરોને ખેતરમાં મજૂરી માટે 50-50 હજાર રૂપિયા એડવાન્સ તરીકે આપ્યા હતા. પરંતુ આ તમામ ખેડૂતો સાથે કામ કરવાને બદલે મજૂરો ગુજરાત ગયા હતા. આ મજૂરોના કહેવા પર આ તમામ ખેડૂતો પૈસા લેવા માટે ખિરકિયા પહોંચ્યા, જ્યાં 15-20 ગ્રામજનોએ રસ્તો રોક્યો અને તેમના પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
Conclusion
બિહારમાં જે શિક્ષકે નાના બાળકને ઢોર માર માર્યો હતો તે ગામ લોકોએ શિક્ષકને ઢોર માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર ફેબ્રુઆરી 2020ના મધ્યપ્રદેશમાં બનેલ ઘટના છે. સોશ્યલ મીડિયા યુઝર્સ બિહારમાં જે શિક્ષકે નાના બાળકને ઢોર માર માર્યો હતો તે શિક્ષકને ગામ લોકોએ મળીને માર માર્યો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
News Bulletin of AAJ TAK on 6th FEB 2020
Media Reports of NDTV and TV9 on 6th FEB 2020
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044