સોશ્યલ મીડિયા યુઝર્સ અને ન્યુઝ સંસ્થાન દ્વારા એક વિડીયો શેર કરવામાં આવેલ છે, વાયરલ વીડિયોમાં એક મહિલા બાળકનું અપહરણ કરે છે. આ ઘટના કેમેરામાં કેદ કરનાર લોકોએ આ મહિલાને પકડી પાડી અને બાળકનો બચાવ કર્યો હોવાના દર્શ્યો જોવા મળે છે.

ફેસબુક યુઝર્સ “છોકરાઓ લઈ જતી રંગે હાથ ઝડપી સોશિયલ મીડિયામાં વાયરલ” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. નોંધનીય છે કે આ વીડિયોને 17 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે તેમજ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : 22 ઓગષ્ટ સુધી એફેલિયન ઘટનાના કારણે પાછલા વર્ષોની સરખામણીએ ઠંડી વધુ રહેશે
Fact Check / Verification
મહિલા બાળકનું અપહરણ કરી રહી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર Ankur Jatuskaran નામના યુઝર દ્વારા 7 જૂનના “ગૂંગી માંનું બાળક ઉઠાવ્યું” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે.
આ વિડીયો ધ્યાનપૂર્વક જોતા સાથે વીડિયોની શરૂઆતમાં આપવામાં આવેલ નોંધ (ડિસ્ક્લેમર) વાંચવા મળે છે. અહીંયા આપવામાં આકવેલ માહિતી મુજબ આ ઘટના એક નાટકીય રૂપાંતરણ છે, વિડીયો મનોરંજનના સંદર્ભે લેવામાં આવેલ છે. આ વિડીયો મારફતે સમાજમાં જાગૃતિ અને સાવધાની લાવવાના પ્રયાસ કરવામાં આવેલ છે, ઘટનાને કોઈપણ ધર્મ કે વ્યક્તિની ભાવના સાથે કોઈપણ સંબંધ છે નહીં.

ફેસબુક પર વિડીયો પોસ્ટ કરનાર Ankur Jatuskaran એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. તેઓની ચેનલ પર આ પ્રકારે સ્ક્રિપ્ટેડ વિડીયો તેમજ પ્રેન્ક વિડીયો જોઈ શકાય છે.
Conclusion
મહિલા બાળકનું અપહરણ કરી રહી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયો ખરેખરમાં એક સ્ક્રિપ્ટેડ વિડીયો છે. આ પ્રકારે અપહરણની ઘટના હકિકતમાં બનવા પામેલ નથી. યુઝર દ્વારા વિડીયો મારફતે આ પ્રકારની ઘટનાઓ અંગે સાવધાની રાખવા અને જાગૃતતા ફેલાવવાના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Facebook User Ankur Jatuskaran
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044