Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
કેલમ :-
“લો, સાંભળી લો હવે તો ખુલ્લે આમ પત્રકારો,મીડિયાને ધમકી અને જનતાને ડરનો પ્રસાદ વહેંચી રહ્યાં આ ભાજપવાળા.” સોશિયલ મીડિયા પર આ પ્રકારના દાવા સાથે એક વિડિઓ પોસ્ટ વાયરલ (viral post) કરવામાં આવી રહી છે.
જેમાં મિડિયા કર્મી દ્વારા અમુક પ્રકારના સરકાર વિરુદ્ધ સવાલ પૂછવા પર ધમકી આપતો વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, અને ધમકી આપનાર વ્યક્તિ ભાજપ(BJP) સાથે જોડાયેલ વ્યક્તિ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે, જેનું નામ “હરીશ મિશ્રા” છે.
વેરિફિકેશન :-
ગુજારાતો સોશિયલ મિડિયા પર “લો, સાંભળી લો.હવે તો ખુલ્લે આમ પત્રકારો,મીડિયાને ધમકી અને જનતાને ડરનો પ્રસાદ વહેંચી રહ્યાં આ ભાજપવાળા.હજુ વોટ આપજો એટલે તમારી પેઢીઓ પણ વાઢી નાંખે.” સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક(FACEBOOK) અને ટ્વીટર(TWITTER) પર આ પ્રકારના સંદેશા સાથે એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દ્વારા મિડિયા કર્મીને ધમકી મળી છે ભાજપના રાજકીય વ્યક્તિ દ્વારા.

તો આ તરફ હિન્દી માધ્યમ પર પણ સોશિયલ મિડિયા ટ્વીટર પર આ વિડિઓને કંઈક “शिकार और वो भी हिरण का What does *BJP MLA Anil Upadhyay* say about this act? Let the video go viral *सिर्फ गुस्सा जाहिर मत कीजिये, इस वीडियो को इतना फैला दो की जवाबदारों को जवाब देते नही बने*” આ પ્રકારના દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
લો, સાંભળી લો.હવે તો ખુલ્લે આમ પત્રકારો,મીડિયાને ધમકી અને જનતાને ડરનો પ્રસાદ વહેંચી રહ્યાં આ ભાજપવાળા.
હજુ વોટ આપજો એટલે તમારી પેઢીઓ પણ વાઢી નાંખે. https://t.co/zUZdpGLX9a
— Prakash M Khetani (@prakashmkhetani) November 21, 2019

ઇન્સ્ટાગ્રામ(INSTAGRAM) પર થઇ રહેલ વાયરલ પોસ્ટ
આ વાયરલ પોસ્ટનું સત્ય જાણવા માટે અમે ગુગલ કીવર્ડની મદદ વડે સર્ચ કર્યું ત્યારે મળતા પરિણામોમાં આ વ્યક્તિનું નામ જે વિડિઓમાં ધમકી આપી રહ્યા છે, તે એક કૉંગેસના કાર્યકર્તા છે તેમજ આ વિડિઓ “TIMES OF TODAY” દ્વારા લેવામાં આવેલ એક ઇન્ટરવ્યૂનો ટુકડો છે. જેને એડિટ કરી તેમજ ઇન્ટરવ્યૂના એક ટુકડાને વાયરલ કરવામાં આવ્યો છે.
વિડિઓમાં ઇન્ટરવ્યૂ આપનાર વ્યક્તિ કોંગ્રસ કાર્યકર્તા “હરીશ મિશ્રા” છે, જે બનારસથી છે. તેમજ તેમના સોશિયલ મિડિયા એકાઉન્ટ(FACEBOOK) પર આ ઇન્ટરવ્યૂનો પૂરો વિડિઓ તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ ન્યુઝ સંસ્થાન “TIMES OF TODAY“ના યુટ્યુબ ઓફિશિયલ એકાઉન્ટ પર પણ આ વિડિઓ પબ્લિશ કરવામાં આવ્યો છે. જે વિડિઓને સાંભળતા વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા વિષે સ્પષ્ટતા થઇ શકે છે. આ ઇન્ટરવ્યૂમાં મિડિયા કર્મી દ્વારા જયારે ખેડૂત આત્મહત્યા મુદ્દે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેના જવાબમાં તેમણે ભાજપ સરકાર અને મોદી સરકાર પર ટીખળ કરતો જવાબ આપ્યો હતો એક વ્યન્ગ રજૂ કર્યો હતો.

આ 26 મિનિટના ઇન્ટરવ્યૂના વિડિઓની 11:40 મિનિટ પર જે પ્રશ્ન કરવામાં આવ્યો તે ટુકડો વાયરલ(YOUTUBE)
વાયરલ પોસ્ટ સંબંધિત મળી આવતા પરિણામો પરથી સાબિત થાય છે કે આ વિડિઓને અલગ-અલગ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર અલગ-અલગ દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. તેમજ આ વાયરલ પોસ્ટમાં જે વિડિઓ છે તેને એડિટ કરવામાં આવ્યો છે અને આ વિડિઓના એક ટુકડાને વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં મિડિયા કર્મીને ભાજપના કાર્યકર્તા દ્વારા ધમકી અપાઈ રહી છે. આ તમામ દાવા અહીં ખોટા સાબિત થાય છે, વિડીઓમાં ના વ્યક્તિ ભાજપના કર્યકર્તા નહિ પરંતુ કૉંગેસ કાર્યકર્તા છે તેમજ તેમના દ્વારા કોઈપણ મિડિયા કર્મીને ધમકી આપવામાં નથી આવી.
ટુલ્સ:-
GOOGLE KEY WORD
GOOGLE REVERSE IMAGE
FACEBOOK SEARCH
TWITTER SEARCH
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
JP Tripathi
August 22, 2025
Vasudha Beri
August 12, 2025
Dipalkumar Shah
August 12, 2025