Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ચૂંટણી નજીક આવતા સાથે સોશ્યલ મીડિયા ખુબ જ સક્રિય બની ગયું છે. દરેક પાર્ટી દ્વારા આરોપ અને પ્રત્યારોપ કરતી પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે, આ ક્રમમાં એક ભાજપ સાંસદ દેવજી પટેલનો યુવતી સાથે ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં ભાજપ સાંસદ દેવજી પટેલ એક યુવતી સાથે અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરી રહ્યા હોવાના દાવા સાથે વિડીયો આપ કાર્યકર્તા તેમજ કેટલાક સ્થાનિક મીડિયા સમૂહ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે.
ફેસબુક યુઝર્સ ‘આપ કતારગામ સુરત‘ તેમજ ‘Gujarat national tv news‘ દ્વારા “ગુજરાતના ઉદ્યોગપતિ અને રાજસ્થાન જાલોરના ભાજપના સાસંદ દેવજી પટેલના નામે યુવતી સાથે ડાન્સ કરતો વિડીયો વાયરલ” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે. તો અન્ય કેટલાક યુઝર્સ આ વિડીયો “સીરોહી જાલોર ભાજપના સાંસદ દેવજીભાઈ પટેલ ની રાસલીલા” ટાઇટલ સાથે શેર કરી રહ્યા છે.


આ પણ વાંચો : બૉલીવુડના બોયકોટથી લઈને ન્યુઝ ચેનલના વેચાવા પર ફેલાયેલ ભ્રામક અફાવો પર જાણો સચોટ માહિતી
ભાજપ સાંસદ દેવજી પટેલ એક યુવતી સાથે અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન navbharattimes અને zeenews દ્વારા 25 જૂનના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોઈ શકાય છે. જે મુજબ, જ્યારે સાંસદ દેવજી પટેલને આ બાબતની જાણ થઈ ત્યારે તેઓએ જાલોરના એસપી હર્ષવર્ધન અગ્રવાલને ફરિયાદ લખીને કહ્યું કે તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક પગલાં લેવા માંગ કરી હતી.

વાયરલ વિડીયો અંગે કાર્યવાહી કરતા જાલોર પોલીસે ચિતલવાના વિસ્તારમાંથી ભીખારામ વિશ્નોઈ નામના યુવકની ધરપકડ કરી છે. આ યુવક દ્વારા સાંસદ દેવજી પટેલનું નામ વાયરલ વિડીયો સાથે જોડીને વિડીયો શેર કરવામાં આવ્યો હતો.
જયારે, વાયરલ વિડીયોના કિફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર પાકિસ્તાની મીડિયા સમૂહ Human Rights Media Network અને dailypakistan દ્વારા ફેબ્રુઆરી 2020ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે. અહીંયા ઉર્દુ ભાષામાં આપવામાં આવેલ માહિતી મુજબ, પાકિસ્તાનના દક્ષિણ પંજાબના પ્રખ્યાત આંખના નિષ્ણાત ડો.ઝફર ઈકબાલ નશાની હાલતમાં હોસ્પિટલના રૂમમાં મહિલા સાથે ડાન્સ પાર્ટી કરી રહ્યા છે.

અહીંયા આપણે સાંસદ દેવજી પટેલ અને વાયરલ વિડીયોમાં દેખાઈ રહેલ વ્યક્તિ (ડો.ઝફર ઈકબાલ)ની તસ્વીરને જોતા સ્પષ્ટ થાય છે કે આ બન્ને વ્યક્તિઓ અલગ છે.

ભાજપ સાંસદ દેવજી પટેલ એક યુવતી સાથે અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર ફેબ્રુઆરી 2020ના પાકિસ્તાનના પંજાબ ખાતે રેકોર્ડ થયેલ છે. વાયરલ વિડીયો પાકિસ્તાનના પંજાબના પ્રખ્યાત આંખના ડોક્ટર ડો.ઝફર ઈકબાલ નશાની હાલતમાં યુવતી સાથે ડાન્સ પાર્ટી કરી રહ્યા છે.
Our Source
Media Reports of navbharattimes and zeenews on 25 June 2022
Pakistani Media Reports of Human Rights Media Network and dailypakistan on FEB 2020
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Kushel Madhusoodan
July 31, 2025
Dipalkumar Shah
July 14, 2025
Dipalkumar Shah
April 4, 2025