WeeklyWrap : તાપસી પન્નુની ફિલ્મ ફ્લોપ થઈ એટલે સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી બીજી તરફ NDTV ચેનલના એન્કર રવીશ કુમાર ચેનલ છોડી રહ્યા છે. આ તરફ દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલની અંતિમ યાત્રા અંગે સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ પર TOP 5 ફેકટચેક

રાજસ્થાનના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલની અંતિમ યાત્રા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
રાજસ્થાનના જાલોરમાં નવ વર્ષના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલના મોતથી ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ ઘટના સંદર્ભે અનેક ભ્રામક વિડીયો પણ વાયરલ થયા છે. આ ક્રમમાં એક વીડિયો વાયરલ થયો છે, વીડિયો ઈન્દ્ર મેઘવાલની અંતિમ યાત્રાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગ્રેનેટ ફેંકનાર આ લોકો કાશ્મીરના પથ્થરબાજો હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ
સોશ્યલ મીડિયા પર કાશ્મીરનો એક વિડીયો વાયરલ થયો છે, યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ ઘટના કાશ્મીરના પથ્થરબાજો સાથે બનેલ છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો દ્વારા એક ઘર પર ગ્રેનેટ ફેંકવામાં આવે છે, જે સમયે એક બૉમ્બ હાથમાં ફૂટી જાય છે. ફેસબુક યુઝર્સ આ વિડીયો “આ છે નવા ભારત નું નવું કાશ્મીર જીયા પથ્થર બાજો ને હાથો હાથ ઈનામ આપી દેવાઈ છે.” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

તાપસી પન્નુની ફિલ્મ ફ્લોપ થઈ એટલે સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
સોશ્યલ મીડિયા પર આ ફિલ્મો અને તેના અભિનેતાઓ પર અનેક પોસ્ટ વાયરલ થયેલ છે, જે ક્રમમાં તાપસી પન્નુ પોતાની ફિલ્મના બોયકોટ થયા બાદ સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી હોવાના દાવા સાથે એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. ફેસબુક પર “અજમેર જવાના બદલે સિદ્ધિ વિનાયક ફરી રહી છે” ટાઇટલ સાથે પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા તસ્વીર શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

શું હવે UPI દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે?
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે. UPI દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસુલ કરવાની વિચારણા RBI કરી રહી હોવાના સમાચાર ઘણા મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ શેર કરી રહ્યા છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

2019માં લેવામાં આવેલ રવીશ કુમારના એક ઇન્ટરવ્યૂનો ભાગ હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે વાયરલ
રવીશ કુમાર પર ફેલાતી ભ્રામક અફવાઓના ક્રમમાં ફેસબુક પર “NDTV વેચ્યા પછી રવીશ કુમાર” ટાઇટલ સાથે એક વિડીયો વાયરલ થયેલ છે. વીડિયોમાં રવીશ કુમાર કહી રહ્યા છે કે ‘NDTV વેચાઈ જશે તો તેઓ રસ્તા પર ઉભા રહીને ન્યુઝ વાંચશે‘ વાયરલ વિડીયો હાલમાં અદાણી ગ્રુપ દ્વારા ન્યુઝ ચેનલનો 29% હિસ્સો ખરીદવાના સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044