Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
અમેરિકામાં વોલમાર્ટ આગળ લોકોની ભીડ જમા થઇ છે, કારણેકે ત્યાં કોઈ નાના ગ્રોસરી સ્ટોર નથી. કોરોનાવાયરસ ના કારણે થયેલ લોકડાઉનમાં લોકો વસ્તુ લેવા માટે આ ભીડ જમા થઇ હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં સ્ટોર ખુલતા સાથે ભીડ સ્ટોરના અંદર દોડી આવે છે. આ વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે, “જુવો અમેરિકા માં વોલમાર્ટ આગળ લાગી લાઈનો. આપણા ત્યાં નાની નાની કરિયાણાની દુકાનો હોવાથી આવી પરિસ્થિતિ નથી,જુવો અમેરિકનો ની દશા એટલે આવા મોલ માં ખરીદી બંધ કરો“
આ વાયરલ વિડિઓની તથ્યો શોધવા માટે સ્ક્રીન શોટ સાથે રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે. જેમાં યુટ્યુબ પર SBT ન્યુઝ બ્રાઝીલ દ્વારા 29 નવેમ્બર 2019ના રોજ અપલોડ કરવામાં આવેલ વિડિઓ મળી આવે છે, જે મુજબ આ ઘટના બ્રાઝીલના રિયો શહેરની હોવાનું સાબિત થાય છે. આ વિડિઓમાં SBT નટીઝ દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે, જે સ્ટોરની બહાર ભીડ જમા થઇ છે તે બેલ્ક ફ્રાઈડે (BLACK FRIDAY)ના દિવસે સ્ટોર દ્વારા આપવામાં આવેલ ડિસ્કાઉન્ટ ઓફર ના કારણે આ ભીડ જમા થઇ હતી.
આ ઉપરાંત અન્ય કેટલાક યુટ્યુબ વિડિઓ મળી આવે છે, જે પોર્ટુગીસ ભાષામાં પબ્લિશ કરવામાં આવ્યા છે. પોર્ટુગીસ ભાષા બ્રાઝીલમાં બોલવામાં આવે છે.
વાયરલ દાવા પર મળતા તમામ પરિણામો સાબિત કરે છે, આ ઘટના બ્રાઝીલના રિયો શહેરના વોલમાર્ટની છે. જ્યાં 29 નવેમ્બર 29019 BLACK FRIDAY દિવસે આપવામાં આવેલ ડિસ્કાઉન્ટ ઓફરના કારણે આ ભીડ જમા થઈ હતી. જયારે આ ઘટના અમેરિકાના કોઈ સ્ટોર્સ પર લોકડાઉનમાં સામાન લેવા જમા થયેલ ભીડ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.
source :-
facebook
youtube
reverse image
yandex
પરિણામ :- ભ્રામક દાવો (False connection)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
June 7, 2025
Dipalkumar Shah
June 3, 2025
Prathmesh Khunt
May 12, 2020