Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
કરોના વાયરસના કારણે તમામ ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા, સમગ્ર વિશ્વમાં લોકડાઉનના કારણે આર્થિક મંદીનો સામનો કરવો રહ્યો છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બ્રિટિશ એરલાઇન બંધ થવાની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “બ્રિટિશ એરવેઝ વિશ્વને અલવિદા કહી રહ્યો છે. છેલ્લા 70 વર્ષથી સૌથી વધુ નફો મેળવનારી એરલાઇન કંપની બન્ધ થઈ રહી છે જે માન્યામાં ન આવે તેવી વાત છે” કેપ્શન સાથે આ પોસ્ટ મુકવામાં આવી છે.
વાયરલ દાવા પર તપાસ શરૂ કરતા, સૌપ્રથમ બ્રિટિશ એરલાઇનની વેબસાઈટ પર આ દાવા વિશે સર્ચ કરતા જાણવા મળે છે. 2 જુલાઈ 2020ના એરલાઇન દ્વારા પ્રેસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં જુલાઈ મહિના દરમિયાન શરૂ થનાર રૂટ પરની તમામ ફ્લાઈટ્સ વિશે માહિતી આપવામાં આવેલ છે. વેબસાઈટ પર એરલાઇન બંધ થવાની હોવાનો કોઈપણ અહેવાલ જોવા મળતો નથી.
ત્યારબાદ આ વાયરલ દાવાની ખાતરી માટે બ્રિટિશ એરલાઇનના ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિઓ પોસ્ટ મળી આવે છે, જ્યાં એરલાઇન દ્વારા જુલાઈ મહિનામાં શરૂ થનાર તમામ રૂટ પર માહિતી આપવામાં આવી છે.
તેમજ ટ્વીટર પર 28 એપ્રિલના કરવામાં આવેલ ટ્વીટ જેમાં બ્રિટિશ એરલાઇન દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝ જોવા મળે છે, આ પ્રેસ નોટ મુજબ એરલાઇન લોકડાઉન બાદ અને કોરોના વાયરસ વચ્ચે આવનાર ભવિષ્ય માટે તૈયાર થઇ રહી છે. આ લેટર બ્રિટિશ એરલાઇનના CEO દ્વારા તેમના કર્મચારીને લખવામાં આવ્યો છે.
અન્ય સર્ચ બાદ જાણવા મળે છે, એરલાઇન દ્વારા 300 કર્મચારીને બરખાસ્ત કરવામાં આવ્યા હોવાની જાણકારી મળે છે. એરલાઇન આ કર્મચારીને ક્યારેય જરૂર પડવા પર ફરી બોલાવી શકે છે. ત્યાં સુધી આ તમામ કર્મચારી અડધા વેતન પર રહેશે. આ મુદ્દે 9 મેં 2020ના પબ્લિશ કરાયેલ વિડિઓ પણ મળી આવે છે, જેમાં કર્મચારીની છટણી પર માહિતી આપવામાં આવેલ છે.
તેમજ 20 જૂન 2020ના યુટ્યુબ પર બ્રિટિશ એરલાઇન દ્વારા પબ્લિશ કરાયેલ વિડિઓ જોવા મળે છે. આ વિડિઓમાં જણાવવામાં આવ્યું છે, જયારે દુનિયા ફરી શરૂ થશે ત્યારે અમે આતુર રહેશું તમારા આગમન માટે નવા નિયમો અને પ્રોટેક્શન સાથે. આ વિડિઓમાં ફરી ફ્લાઇટ શરૂ થયા બાદ કેટલી સાવચેતી રાખવામાં આવશે અને કેટલા નિયમો પાડવામાં આવેશે તેના વિશે માહિતી આપવામાં આવેલ છે.
આ વાયરલ દાવા પર newschecker-english દ્વારા 3 જુલાઈના ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું.
વાયરલ દાવા પર મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે, બ્રિટિશ એરલાઇન બંધ થવાની હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. એરલાઇન દ્વારા સોશ્યલ મીડિયા મારફતે આપવામાં આવેલ માહિતી મુજબ જુલાઈ મહિનામાં ફ્લાઇટ ફરી શરૂ પણ થઈ ચૂકેલ છે. તેમજ એરલાઇન વેબસાઈટ પર આ દાવાને સમર્થન આપતી કોઈપણ પ્રેસ નોટ મળેલ નથી.
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
June 7, 2025
Dipalkumar Shah
June 3, 2025
Prathmesh Khunt
May 12, 2020