Fact Check
Mamata Banerjee અને ગૃહમંત્રી અમિત શાહ એક સાથે જમવા બેઠા હોવાની જૂની તસ્વીર બંગાળ ચૂંટણી સંદર્ભે વાયરલ
બંગાળમાં Mamata Banerjee તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે રાજકીય ધમાસાણ તેજ બની રહ્યું છે. બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) ના કાફલા પર હુમલા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પશ્વિમ બંગાળમાં સભા, રેલીઓ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. હાલમાં CM Mamata Banerjee પર હુમલો થયો હોવાની ઘટના બની હતી. ઉપરાંત બંગાળની ચૂંટણી મુદ્દે સોશ્યલ મીડિયા પર ખુબ મોટા પ્રમાણમાં ભ્રામક અફવાઓ વાયરલ થઈ રહી છે.
ત્યારે આજે સોશિયલ મીડિયા પર ગૃહ પ્રધાન અમિત શાહ અને Mamata Banerjee ની એક તસ્વીર વાયરલ થયેલ જોવા મળે છે. જેમાં મમતા બેનર્જી અને ગૃહ પ્રધાન તેમજ અન્ય નેતાઓ જમવાના ટેબલ પર જોઇ શકાય છે. આ તસ્વીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બંને નેતાઓની મુલાકાત થઈ તેમજ બંધ બારણે બધા નેતાઓ એક જ છે વગેરે… આ તસ્વીર હાલના સમયની હોવા સાથે બંગાળ ચૂંટણી સંદર્ભે શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર ગૉપાલ ઈટાલીયા ફૅન કલબ પેજ પર આ તસ્વીર શેર કરવામાં આવેલ છે, સાથે દાવો કરવામાં આવ્યો છે “જોઈલો કયો ધર્મ ખતરામાંછે ?? ના હિન્દૂ ખતરામાં છે, ના મુસ્લિમ ખતરામાંછે,પડદા આગળ નું કિરદાર અલગછે અને પાછળ નું અલગ…..પણ કામ સૌનું એકજ “જનતા ને મૂર્ખ બનાવવાનું“

Factcheck / Verification
વાયરલ તસ્વીરમાં ગૃહમંત્રી અમિત શાહ, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) અને ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક ભોજન લેતા જોઇ શકાય છે. જયારે આ તસ્વીરને ગૂગલ રીવર્સ ઇમેજ ટૂલનો ઉપયોગ કરીને ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા અહેવાલોમાં આ વાયરલ તસ્વીર જોવા મળી આવી.
આ વિષયે NDTV વેબસાઇટ પર ફેબ્રુઆરી 2020ના પ્રકાશિત અહેવાલ મુજબ ગૃહ પ્રધાન અમિત શાહ અને બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પૂર્વી રાજ્યોના મંચ, પૂર્વ ઝોનલ કાઉન્સિલ (EZC) ની બેઠકમાં ભાગ લેવા ભુવનેશ્વર આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ હાજર હતા.

બેઠક બાદ શ્રી નવીન પટનાયકે તેમના નિવાસ સ્થાને ગૃહ પ્રધાન અને અન્ય પૂર્વી રાજ્યોના મુખ્યમંત્રીઓ માટે રાત્રિ ભોજનનો કાર્યક્રમ રાખ્યો હતો. જે અંગે તેમણે તેમના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી 28 ફેબ્રુઆરી 2020ના વાયરલ તસ્વીર શેર કરતા નેતાઓ સાથે રાખવામાં આવેલ ભોજન કાર્યક્રમ વિશે માહિતી આપી હતી.
Conclusion
ગૃહમંત્રી અમિત શાહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee ની જૂની તસ્વીર ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલી તસ્વીર ફેબ્રુઆરી 2020માં આયોજન થયેલ ભુવનેશ્વરમાં પૂર્વી ઝોનલ કાઉન્સિલની બેઠકની છે, જેને હવે બંગાળની ચૂંટણી સંદર્ભે ખોટા દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)