કર્ણાટક હિજાબ વિવાદ સંદર્ભે એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે કર્ણાટક પોલીસે બુરખા પહેરેલા દેખાવકારોની ધરપકડ કરવાનું શરૂ કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેમાંથી 40 ટકા છોકરાઓ છે, જેઓ મહિલાઓના વેશમાં હંગામો મચાવી રહ્યા છે.

ફેસબુક પર “કર્ણાટક મા હિજાબ ના મહિલા પ્રદર્શન ની આડમાં નામર્દોની આંતકવાદી ટોડી પકડાઇ તેની ગિરફ્તારી ચાલુ કરી” ટાઇટલ સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે, જેમાં એક વ્યક્તિ બુરખો અને હિજાબ પહેરેલો જોઈ શકાય છે.
હિજાબ વિવાદને કારણે કર્ણાટકમાં ઘણી જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. હિજાબનું સમર્થન કરતી મહિલાઓ રસ્તાઓ પર પોતાનો અવાજ ઉઠાવી રહી છે. થોડા દિવસો પહેલા કર્ણાટક પોલીસે નિયમો તોડવા બદલ 10 છોકરીઓ વિરુદ્ધ FIR નોંધી હતી. આ તમામ ઘટનાઓ ના ક્રમમાં હવે સોશિયલ મીડિયા પર આ વીડિઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વિરોધ કરી રહેલી મહિલાઓમાં કેટલાક પુરૂષો પણ બુરખો પહેરીને આવ્યા છે.
Fact Check / Verification
કર્ણાટક હિજાબ વિવાદમાં પ્રદશન કરી રહેલ મહિલાઓમાં કેટલાક પુરુષો પણ બુરખો પહેરીને દેખાવ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડિઓના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા “ETV આંધ્ર પ્રદેશ”નો એક YouTube વીડિઓ જોવા મળે છે, જે 8 ઓગસ્ટ 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
વીડિઓ સાથે જણાવવામાં આવેલ માહિતી અનુસાર, આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાની પોલીસે દારૂની હેરાફેરી કરતા ઘણા લોકોની ધરપકડ કરી છે. વીડિઓમાં તેલુગુમાં જણાવવામાં આવેલી માહિતી અનુસાર, પોલીસે આ આરોપીઓની આંધ્રપ્રદેશના પંચલિંગલા ચેકપોસ્ટ પર ધરપકડ કરી હતી. આ લોકો મહિલાના ડ્રેસમાં પોલીસને ચકમો આપીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ શંકાના કારણે પોલીસે તેમની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર દારૂની બોટલો મળી આવી હતી.
“NTV તેલુગુ” એ પણ આ વિડિયો અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. સમાચાર અનુસાર, પોલીસને શંકા છે કે આરોપીઓ તેલંગાણાથી સસ્તો દારૂ ખરીદીને આંધ્રપ્રદેશમાં ઊંચા ભાવે વેચવા જઈ રહ્યા હતા. જેના કારણે તે આંધ્ર-તેલંગાણા બોર્ડર પર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
ઉપરાંત, કુર્નૂલના તત્કાલિન એસપીએ પણ આ વીડિયોને લઈને એક ટ્વિટ કર્યું હતું. “ETV આંધ્રપ્રદેશ” નો યુટ્યુબ વિડિયો શેર કરતા સાથે તેમણે લખ્યું કે બુરખા પહેરેલા માણસને કુર્નૂલ એક્સાઇઝ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે દારૂની બોટલો વહન કરવા બદલ પકડવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, ઓગષ્ટ 2020માં પણ આ વીડિઓ એક અલગ ધાર્મિક ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો. તે સમયે આ વાતનું ખંડન કરતા કુર્નૂલ એસપીએ ટ્વિટ કર્યું હતું. જે અંગે ન્યૂઝચેકર દ્વારા ફેકટચેક પણ પ્રકાશિત કરવામાં આવેલ છે.
Conclusion
કર્ણાટકમાં ચાલી રહેલ હિજાબ વિવાદ મુદ્દે કેટલાક પુરુષો હિજાબ અને બુરખો પહેરીને દેખાવ કરી રહ્યા હતા જે કર્ણાટક પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. ઓગષ્ટ 2020માં તેલંગાણા અને આંધ્રા બોર્ડર પર દારૂની હેરાફેરી કરતા કેટલાક લોકોને મહિલાઓના ડ્રેસમાં પકડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે કુર્નૂલ એસપી દ્વારા પણ ટ્વીટર મારફતે સ્પષ્ટતા આપવામાં આવેલ છે.
Result :- False Context / Missing Context
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044