ક્લેમ :-
થોડા દિવસો પહેલા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા એક્ટર દિલીપ કુમારને એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારે સોશિયલ મિડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે.
Can you believe…….he is Dilip Kumar ji#jollymeenu #GoodEvening pic.twitter.com/UcVkTgHN0d
— Meenu (@gudiya_meenu) December 20, 2019
[removed][removed]
જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તસ્વીરમાં બેઠેલી વૃદ્ધ વ્યક્તિ દિલીપ કુમાર છે. “CAN YOU BELIEVE HE IS DEELP KUMER“
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં તસ્વીર માંની વ્યક્તિ એક્ટર દિલીપ કુમાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે અનેક લોકો દ્વારા આ પોસ્ટને શેયર કરવામાં આવી છે.
જયારે આ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા મળતા પરિણામોમાં આ તસ્વીરને લઇ ‘INDIA TODAY‘ ન્યુઝ દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ મળી આવે છે. આ ઉપરાંત republicworld, timesofindia દ્વારા પણ પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે.
આ ન્યુઝ આર્ટિકલ પરથી સાબિત થાય છે કે આ એવોર્ડ દિલીપ કુમારના 97માં જન્મ દિવસ પર આપવામાં આવ્યો છે. તેમજ એવોર્ડ લેવા માટે તેમના પત્ની શાયરા બાનુ ગયા હતા અને તેમની સાથે દિલીપ કુમારના ભાઈ અસલમ ખાન પુત્રી સાઈદા ખાન અને ફરીદા ખાન પણ હાજર રહ્યા હતા.
Is this Dilip Kumar? New photo goes viral on the net. Tragedy king who ruled film industry, now age 97, almost unrecognisable. His charming faithful wife Saira at his side and the the plaque in his hand with his name on it, are the only give aways.@TheDilipKumar pic.twitter.com/R1NQbKZnyY
— MUMBAI NEWS (@Mumbaikhabar9) December 17, 2019
[removed][removed]
જયારે આ મુદ્દે MUMBAI NEWS દ્વારા એક આર્ટિકલ લખવામાં આવ્યો હતો જેના જવાબમાં ટ્વીટર પર દિલીપ કુમાર સાહેબે આ તસ્વીરને લઇ ખુલાસો આપતી ટ્વીટ કરી હતી, અને કહ્યું હતું કે આ તસ્વીરમાં જે વ્યક્તિને દિલીપ કુમાર બતાવવામાં આવી રહ્યા છે તે વ્યક્તિ મારા ભાઈ અસલમ ખાન છે.
The person holding the plaque is Aslam Khan, brother of Dilip Kumar Saab. @TheDilipKumar is NOT in the pic. -FF https://t.co/CyFak2n9Nw
— Dilip Kumar (@TheDilipKumar) December 17, 2019
[removed][removed]
વાયરલ તસ્વીરને લઇ મળી આવતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે તસ્વીર માંના વ્યક્તિ દિલીપ કુમાર નહીં પરંતુ તેમના ભાઈ છે, જેને ખોટા દાવા સાથે ફેસબુક અને ટ્વીટર પર વાયરલ કરવામાં આવી છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
GOOGLE IMAGES SEARCH
પરિણામ :- ભ્રામક ખબર (FAKE NEWS)