સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ બાળકને બેગમાં મૂકીને તેનું અપહરણ કરી લઇ જઈ રહ્યો હતો. વીડિયોમાં તે વ્યક્તિ એક બાળકને બેગમાં લઈને જઈ રહ્યો છે, ત્યારે હાજર કેટલાક લોકો તે વ્યક્તિને પકડી લીધો હતો. વાયરલ વીડિયોમાં મહિલાનું કહેવું છે કે તેણે સૂટકેસ માંથી એક બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે હાજર રહેલા લોકોએ સૂટકેસની તપાસ કરતા તેમાંથી એક બાળક મળી આવે છે.
ફેસબુક પર “ભાઈ બહેનો આપના બાળકોનું ધ્યાન રાખો, જેથી આવા તત્વો તેનો લાભ ન ઉઠાવી જાય” ટાઇટલ સાથે આ વિડિઓ કેટલાક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
Fact Check / Verification
સોશિયલ મીડિયા પર બાળક અપહરણના વાયરલ થઈ રહેલા વિડિઓ અંગે Facebook પર કેટલાક કીવર્ડ્સ દ્વારા સર્ચ કરતા સમાન દાવા સાથે શેર કરવામાં આવેલ આ વિડિઓ જોવા મળે છે. જયારે આ વિડિઓને ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચ કરતા યુટ્યુબ ચેનલ તાહલા કુરેશી દ્વારા અપલોડ કરાયેલ સમાન વિડિઓ જોવા મળે છે.
યુટ્યુબ વિડિઓ પર યુઝર્સ દ્વારા કરવામાં આવેલ કોમેન્ટ્સ જોતા જાણવા મળે છે, વાયરલ પોસ્ટ એક સ્ક્રિપ્ટેડ વિડિઓ છે. ફેસબુક યુઝર ભારતી પ્રેંક દ્વારા બાળકના અપહરણનો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ફેસબુક પર રાજુ ભારતી પ્રેન્કનું એક પેજ જોવા મળે છે. અહીંયા રાજુ ભારતી દ્વારા અપલોડ કરવામાં આવેલ વિડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે.

અમે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને રાજુ ભારતીની તસ્વીરની સરખામણી પણ કરી અને જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ રાજુ ભારતી જ છે.

Conclusion
સૂટકેસ માંથી એક બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો અને અપહરણ કરીને લઇ જનાર વ્યક્તિના વાયરલ વિડિઓ અંગે તપાસ કરતા આ વિડિઓ સ્ક્રિપ્ટેડ હોવાનું જણાય છે. સોશ્યલ મીડિયા પર ખરેખર અપહરણની ઘટના બનવા પામી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
Facebook/RajuBharti: https://www.facebook.com/rajubharti80/
YouTube/TalhaQureshi: https://www.youtube.com/watch?v=s1hzxP13QCk
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044