ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તમામ પક્ષો રાજકીય મુદ્દાઓ પર સક્રિય થઈ ચુક્યા છે. પંજાબમાં આપ સરકાર બન્યા પછી સોશ્યલ મીડિયા પર ગુજરાત આમ આદમી પાર્ટી પણ આ વખતે પુરજોશ દેખાડી રહી છે. આ તમામ હલચલ વચ્ચે એક ભ્રામક ન્યુઝ બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે, જેમાં CM ભુપેન્દ્ર પટેલ દ્વારા દરેક ગામની ભજન મંડળીને રૂ5000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ફેસબુક પર ન્યુઝ ચેનલ ZEE24કલાકની બ્રેકીંગ પ્લેટ પર “ભક્તો આનંદો દરેક ગામની ભજન મંડળીને મળશે સરભરા ખર્ચ પેટે રૂં5000” માહિતી સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- દિલ્હી શિવા ગુર્જરની હત્યા જેહાદીઓ દ્વારા કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય
Fact Check / Verification
CM ભુપેન્દ્ર પટેલ દ્વારા દરેક ગામડાની ભજન મંડળીને સહાય માટે રૂ5000ની સહાયની જાહેરાત કરવામાં આવી હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કોઈપણ પરિણામ જોવા મળતા નથી. તેમજ, CM ભુપેન્દ્રના ઓફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર વાયરલ દાવા અંગે સર્ચ કરતા કોઈપણ માહિતી જોવા મળતી નથી.
જયારે વાયરલ દાવા અંગે ZEE24કલાક દ્વારા 29માર્ચના સ્પષ્ટતા કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે. જે મુજબ, ZEE 24 કલાકના લોગો સાથે શેર કરવામાં આવી રહેલા ભજન મંડળી અંગેના સમાચાર ફેક છે, આ સમાચાર પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવેલ છે.
વધુમાં, વાયરલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટને ZEE24કલાકની ઓફિશ્યલ બ્રેકીંગ પ્લેટ સાથે સરખામણી કરતા જોઈ શકાય છે, વાયરલ તસ્વીરમાં એડિટિંગ દ્વારા શબ્દો બદલાવવામાં આવેલ છે.

Conclusion
CM ભુપેન્દ્ર પટેલ દ્વારા દરેક ગામડાની ભજન મંડળીને સહાય માટે 5000ની સહાયની જાહેરાત કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ZEE24કલાક દ્વારા ફેસબુક પર વાયરલ દાવા અંગે સ્પષ્ટતા આપતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જે મુજબ ભજન મંડળી અંગેના સમાચાર ફેક છે.
Result :- Manipulated Media / Altered Image
Our Source
Facebook Post of ZEE 24 કલાક
Google Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044