Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
કોરોના વાયરસના કેસ ભારતમાં ફરી વધી રહ્યા છે, બીજી તરફ Vaccine પ્રક્રિયા પણ શરૂ થઈ ચુકી છે. ત્યારે લોકોમાં વેક્સીન અંગે ઘણા પ્રશ્નો અને મૂંઝવણ પણ જોવા મળેલ છે. એક તરફ સરકાર તમામ લોકોને Vaccine અંગે જાગૃત કરી રહી છે, ત્યારે સોશ્યલ મીડિયા પર વેક્સીન અંગે ઘણી ભ્રામક ખબરો પણ ફેલાઈ રહી છે.
ગુજરાત સરકાર દ્વારા Vaccine લગાવનાર વ્યક્તિને 1000 રૂપિયા આપવામાં આવશે!, આ દાવા સાથે વોટસએપ અને ફેસબુક પર ન્યુઝ પેપર કલીપ વાયરલ થયેલ છે. ઉપરાંત aajkaaldaily દ્વારા 1 એપ્રિલના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
“આજથી 45 વર્ષની વયના લોકોને પણ Vaccine મુકવાનું શરુ થયું છે ત્યારે વેક્સીનેશનની આ ઝુંબેશને વધુ પ્રબળ બનાવવા માટે મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, Vaccine મુકાવનાર વ્યક્તિને સરકાર એક-એક હજાર રૂપિયા આપશે. મુખ્યમંત્રીની આ જાહેરાતથી લોકોમાં ખુશી છવાઈ ગઈ છે અને આજે સવારથી જ જુદા જુદા સેન્ટરો ઉપર વેક્સિન મુકાવવા માટે પહોચી રહ્યા છે”
ગુજરાત Vaccine લેશે તો, 1 હજાર રૂપિયા તમારા ખાતામાં જમા થશે. ગુજરાત સરકારની કેબિનેટ દ્વારા મોડી રાત્રે આ પ્રકારનો નિર્ણય કરાયો છે. આ પ્રકારના સમાચાર સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. જે અંગે ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા vtvgujarati દ્વારા 3 એપ્રિલના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, આ પ્રકારની કોઈ જાહેરાત સરકાર દ્વારા કરાઈ નથી. લોકોએ ખોટી માહિતી ફેલાવવી નહીં. ગુજરાત સરકાર દ્વારા રસીકરણ પર 1000 રૂપિયા આપવામાં આવવાની વાત તદ્દન ભ્રામક છે.
રસીકરણ અંગે વાયરલ થયેલ સમાચાર અંગે સત્યતા જાણવા માટે અમે રાજ્ય આરોગ્ય વિભાગ સાથે વાતચીત કરી, જે અંગે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર દ્વારા Vaccine લેવા પર 1000 રૂપિયા આપવાની જાહેરાત તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજ અને ન્યુઝ પેપર કલીપ સાથે છેડછાડ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- ખેડૂત આંદોલન મુદ્દે BJP MLA બાદ અભિનેતા Ajay Devganને પણ લોકોએ માર માર્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
વાયરલ દાવા અંગે વધુ તપાસ કરવા ટ્વીટર પર CM રૂપાણીના એકાઉન્ટ 31 માર્ચના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. CM રૂપાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ મારફતે જાહેરાત કરવામાં આવી હતી કે “45 વર્ષથી ઉપરના પણ અન્ય રોગો ધરાવતા કો-મોર્બિડ લોકોને આપણે Vaccine આપી છે, સમાજના બધા આગેવાનો, ધાર્મિક સંગઠનો, સંતો-મહંતો, ઔદ્યોગિક-વ્યાપારિક સંગઠનો, એન.જી.ઓ., સૌ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ આ વેક્સિનના મહાઅભિયાનમાં જોડાય, વેક્સિન લગાવો અને માસ્ક પહેરો ત્યારે જ આપણે સુરક્ષિત બનીશું. પોતાના પરિવારની સુરક્ષા કરીએ, સમાજની સુરક્ષા કરીએ, સુરક્ષાને સુનિશ્ચિત કરીએ”
CM રૂપાણી દ્વારા Vaccine અંગે કરવામાં આવેલ જાહેરાત અને પ્રેસ કોન્ફરન્સમાં રસી લેનાર વ્યક્તિને 1000 રૂપિયા આપવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. CM દ્વારા રસી અંગે વાયરલ ભ્રામક અફવાથી દૂર રહેવા અને વધુને વધુ લોકો દ્વારા રસી લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે. ગુજરાત સરકાર દ્વારા રસી લેનાર વ્યક્તિને 1000 રૂપિયા મળવાની વાત એક અફવા હોવાની સ્પષ્ટતા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. CM વિજય રૂપાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ જાહેરાત કરવામાં આવેલ નથી.
CM રૂપાણી
vtvgujarati
રાજ્ય આરોગ્ય વિભાગ
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
June 7, 2025
Dipalkumar Shah
June 3, 2025