Authors
Claim – હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ દીપેન્દ્ર સિંહ હુડાની આંખમાં આંસુ આવ્યાનો દાનો કરતો વીડિયો
Fact – આ વીડિયો જૂન-2024નો છે જેને ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
જ્યારે મોટાભાગના એક્ઝિટ પોલ્સે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે સ્પષ્ટ બહુમતિની આગાહી કરી હતી, ત્યારે કોંગ્રેસ પક્ષ રિઝલ્ટ આવ્યા બાદ ભાજપ પક્ષની 48 બેઠકોની સામે 90માંથી તે 37 બેઠકો જીત્યો છે.
પરિણામોની જાહેરાત પછી હરિયાણા કોંગ્રેસના નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાની આંખમાં આંસુ આવ્યા હોવાનું દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.
ઘણા X અને ફેસબુક યુઝર્સે હુડા સાથે સમર્થન વ્યક્ત કરતા “#HaryanaElectionResult, #Haryana” જેવા હેશટેગ્સ સાથે વિડિયો શેર કર્યો અને દાવો કર્યો કે ફૂટેજ મતદાનની હાર અંગેની તેમની પ્રતિક્રિયા બતાવે છે. ન્યૂઝચેકરને જોકે વિડિયો જૂનો અને તાજેતરની વિધાનસભા ચૂંટણીઓ સાથે અસંબંધિત હોવાનું જણાયું હતું.
આવી પોસ્ટ અહીં, અહીં અને અહીં અને અહીં જુઓ
Fact Check/Verification
વાયરલ ફૂટેજની કીફ્રેમ્સ પર ગૂગલ લેન્સની શોધ અમને 5 જૂન, 2024ના રોજ @Radhey_307 દ્વારા કરવામાં આવેલી X પોસ્ટતરફ દોરી ગઈ. આ જ વિડિયોને પોસ્ટ કરતાં, તેમાં જણાવાયું હતું કે, “દીપેન્દ્ર હુડ્ડા 2019માં માત્ર 5000 મતોથી હારી ગયા હતા, પરંતુ તેઓ જમીની સ્તરે કામ કરતા રહ્યા અને હવે 3,50,000ના માર્જિનથી જીત્યા. તેમની આંખમાં આંસુ છે, આ ભાવુક છે. આ માણસ બધી ખુશીઓને લાયક છે.”
અમને જૂન 2024 થી રોહતક લોકસભા સીટ જીત્યા બાદ હુડ્ડાના વાયરલ ફૂટેજ ધરાવતી ઘણી X અને ફેસબૂક પોસ્ટ મળી આવી. જે અહીં , અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે . ઉલ્લેખનીય છે કે, X યુઝર @Albert_1789 કે જેમણે 8 ઓક્ટોબરે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે વીડિયો શેર કર્યો હતો, તેમણે 5 જૂન, 2024ના રોજ પણ આ જ ફૂટેજ પોસ્ટ કર્યા હતા.
5 જૂન, 2024 ના રોજ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ વિડિયોના સ્પષ્ટ વર્ઝનમાં અમે ટીવી સ્ક્રીન પર દર્શાવેલ “INDIA” લખાણ જોયું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનો એક ભાગ હતું. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન રચાયેલ વિરોધ પક્ષોવાળુંનું ગઠબંધન.
અમને 5 જૂન, 2024ના રોજ ડીએનએ હિન્દીનો અહેવાલ પણ મળ્યો જેમાં વાયરલ ફૂટેજનો સ્ક્રીનશૉટ પણ દર્શાવવામાં આવ્યો હતો, અને જણાવ્યું હતું કે દીપેન્દ્ર સિંહ હુડ્ડા રોહતક લોકસભા બેઠક પર 3 લાખથી વધુ મતોથી જીત્યા પછી આંસુમાં જોવા મળ્યા હતા.
Read Also : Fact Check – મુસાફરોવાળી બોટ ડૂબવાનો વાયરલ વીડિયો ગોવાનો નહીં પણ કોંગોનો
Conclusion
આથી, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી હારી ગયા બાદ કોંગ્રેસના નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાની આંખમાં આંસુ દેખાડતો વીડિયો જૂનો છે અને ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવ્યો છે.
Result – Missing Context
Sources
X Post By @Radhey_307, Dated June 5, 2024
Report By DNA Hindi, Dated June 5, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044