વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ન્યુઝ ચેનલો પર રાજકીય ચર્ચાઓ થતી જોવા મળે છે. આવી જ એક રાજકીય ચર્ચામાં કોંગ્રેસ પ્રવક્તાએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હોવાના દાવા સાથે ન્યુઝ ડિબેટનો વિડિઓ શેર કરવામાં આવ્યો છે.
ફેસબુક પર “આ છે રાજસ્થાન કોંગ્રેસ પ્રવક્તા જગદીશ ચંદ્રા જુઓ મોદી વિશે એમના વિચાર” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડિઓમાં પત્રકાર સવાલ પૂછે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું અને મોટા પાયે હિન્દુ કાર્ડ નો ઉપયોગ કર્યો છે. તો શું રાહુલ ગાંધી તેમની સાથે સરખામણી કરી શકશે?
નોંધનીય છે કે સમાન વિડિઓ કોંગ્રેસ પ્રવકતા હોવાના દાવા સાથે ભાજપ કાર્યકર્તાઓ અને ગ્રુપ દ્વારા અલગ-અલ્લાહ ભાષામાં શેર કરવામાં આવેલ છે, તેમજ અહીંયા cવાયરલ પોસ્ટ અંગે crowdtangle ડેટા પણ જોઈ શકાય છે.
Fact Check / Verification
કોગ્રેસ પ્રવક્તા એ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા, દાવા સાથે વાયરલ થઈ રહેલા વિડિઓને ધ્યાન પૂર્વક જોતા ફર્સ્ટ ઈન્ડિયા ન્યૂઝ લખાયેલ જોવા મળે છે. આ પછી અમે ફર્સ્ટ ઈન્ડિયા ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર સર્ચ કરતા સમાન વાયરલ વિડિઓ જોવા મળે છે. વિડિઓ જોતા જાણવા મળ્યું કે તે ફર્સ્ટ ઈન્ડિયા ન્યૂઝ દ્વારા લેવામાં આવેલ એક ઇન્ટરવ્યૂના ભાગને ફેસબુક પર કોંગ્રેસ પ્રવક્તા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
ન્યુઝ ચેનલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિઓમાં તમામ વ્યક્તિનો પરિચય આપવામાં આવે છે. જયારે વાયરલ વિડીઓમાં જે વ્યક્તિ ને કોગ્રેસ પ્રવક્તા કહેવામાં આવેલ છે, તેનું નામ પત્રકાર જગદીશ ચંદ્રા હોવાનું જાણવા મળે છે.
જયારે, ગુગલ પર જગદીશ ચંદ્રા અંગે સર્ચ કરતા tycoonmagazines અને bhadas4media દ્વારા પ્રકાશિત કરવામાં એક અહેવાલ પ્રાપ્ત થયો છે. મળતી માહિતી અનુસાર, જગદીશ ચંદ્રા ફર્સ્ટ ઈન્ડિયા ન્યૂઝ ચેનલના સીઈઓ અને એડિટર-ઈન-ચીફ છે. તેઓ ZEE ગ્રુપ સાથે જોડાયેલ તમામ ચેનલના CEO પણ છે. અહીંયા તેમની તસ્વીર પણ જોઈ શકાય છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સત્તાવાર વેબસાઇટ પર કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાઓની યાદી જોવા મળે છે, પરંતુ આ યાદીમાં જગદીશ ચંદ્રાનું નામ જોવા મળતું નથી.
Conclusion
રાજેસ્થાનના કોગ્રેસ પ્રવક્તા ન્યુઝ ચેનલમાં વડાપ્રધાન મોદીના વખાણ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ ફર્સ્ટ ઈન્ડિયાના ન્યુઝ ચેનલના સીઈઓ અને એડિટર-ઈન-ચીફ જગદીશ ચંદ્રા છે, અને તેઓ એક પત્રકાર છે.
Result :- Misleading
Our Source
First India News : https://youtu.be/-hEfcR0o0dQ
Tycoonmagazines.com: https://tycoonmagazines.com/jagdeesh-chandra-cmd-first-india-news-ceo-editor-first-india/
Indian National Congress: https://www.inc.in/aicc-depts-cells/spokespersons-1
Self Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044