આ સપ્તાહમાં AI અને deepfake (ડીપફેક) વીડિયો અને તસવીરોની ડિસઇન્ફર્મેશન વધુ જોવા મળી . જેમાં રિલાયન્સના મુકેશ અંબાણી અને નાણાંમંત્રીનો ઇન્વેસ્ટમેન્ટ ટૂલ જે ઓછા સમયમાં ઊંચો નફો આપે છે તેવા દાવા સાથે AIથી બનેલો ડીપફેક વીડિયો વાઇરલ થયો તેની ફેક્ટ ચેક સામેલ છે. વળી, કથાવાચક અનિરુદ્ધાચાર્ય અને તેમના પત્નીની પણ ડીપફેક તસવીર વાઇરલ થઈ હતી. જેની તપાસ કરી ફેક્ટચેક કરવામાં આવી. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી આસારામના પુત્ર હોવાનો દાવો કરતા અમેરિકી ડીએનએ નિષ્ણાતના દાવાના નામે એક ફેક ન્યૂઝકટિંગ વાઇરલ થયું હતું. તેની પણ તપાસ કરી સત્ય ઉજાગર કરવામાં આવ્યું છે. વળી, દેશભરમાં ચર્ચા જગાવનાર મેરઠની મુક્સાન રસ્તોગી જેમણે પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનો કેસ સામે આવ્યો છે. તે ઘટના વિશે પણ ઘણી ડિસઇન્ફર્મેશન વાઇરલ જોવા મળી. તેની પણ ફેક્ટ ચેક કરવામાં આવી અને જાણવા મળ્યું કે કોઈ અન્ય વ્યક્તિનો વીડિયો ખરેખર મુસ્કાન રસ્તોગી હોવાના દાવા સાથે વાઇરલ થયો હતો. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.

મુકેશ અંબાણી-નાણામંત્રી નિર્મલા સીતારામણનો ઇન્વેસ્ટમેન્ટ ટૂલ લૉન્ચિંગનો વીડિયો AI નિર્મિત અને ડીપફેક છે
સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશન પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી અને નાણામંત્રી નિર્મલા સીતારામણ એક નવા ઇન્વેસ્ટમેન્ટ ટૂલની જાહેરાત કરતા જોવા મળે છે. દાવા અનુસાર, આ ટૂલ મફતમાં ઉપલબ્ધ છે અને ઓછા રોકાણમાં ઊંચો નફો આપવાની ખાતરી આપે છે. પરંતુ અમારી તપાસમાં વીડિયો AIથી બનેલો અને ડીપફેક પુરવાર થયો છે. વધુ અહેવાલ અહીં વાંચો.

કથાવાચક અનિરૂદ્ધાચાર્ય અને તેમનાં પત્નીની સૂટબૂટવાળી વાઇરલ તસવીરનું શું છે સત્ય?
સૂટબૂટમાં કથાવાચક અનિરુદ્ધાચાર્ય અને તેમના પત્નીની તસવીર વાઇરલ થઈ હતી. જોકે, અમારી તપાસમાં તે AIથી જનરેટ કરાયેલી ડીપફેક તસવીર પુરવાર થઈ. વધુ અહેવાલ અહીં વાંચો.

PM મોદી આસારામના સંતાન હોવાના અમેરિકી ડીએનએ નિષ્ણાતના દાવાનું ‘ન્યૂઝકટિંગ ફેક છે’
સોશિયલ મીડિયામાં પીએમ મોદી આસારામના સંતાન હોવાના અમરિકી ડીએનએ નિષ્ણાતના દાવાનું ન્યૂઝકટિંગ. જોકે, તપાસમાં પુરવાર થયું કે, દાવો ખોટો છે. ન્યૂઝ કટિંગ ફેક છે. તે એડિટેડ છે. તેમાં શબ્દો અને તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે. વધુ અહેવાલ અહીં વાંચો.

ડાન્સ કરતી મહિલાનો આ વીડિયો મેરઠની મુસ્કાન રસ્તોગીનો નથી, પરંતુ હરિયાણાનાં એક ડાન્સરનો છે
સોશિયલ મીડિયામાં મેરઠમાં પોતાના પતિની હત્યા કરી તે મુસ્કાન રસ્તોગીનો ડાન્સ કરતો અશ્લીલ વીડિયો હોવાનો દાવો કરતી ક્લિપ વાઇરલ થઈ હતી. જોકે, તપાસમાં પુરવાર થયું કે દાવો ખોટો છે. વાઇરલ વીડિયો ખરેખર સોનીપતનાં ડાન્સર પલક સૈનીનો છે. વધુ અહેવાલ અહીં વાંચો.