Crime
Fact Check – પાકિસ્તાનના કરાચીમાં મહિલાના શોષણનો વીડિયો ભારતમાં પોલીસ દ્વારા મહિલાના શોષણના દાવા સાથે વાઇરલ કરાયો
Claim
ભારતના પોલીસકર્મીનો મહિલા સાથેનો વાંધાજનક સ્થિતિનો વીડિયો
Fact
દાવો ખોટો છે. વીડિયો ભારતનો નથી. પાકિસ્તાનના કરાચીની અન્ય ઘટનાનો તે વીડિયો છે.
સોશિયલ મીડિયામાં પુરુષનો મહિલા સાથે વાંધાજનક કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને એક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે, જેમાં કહેવાય છે કે, “પ્રિન્સિપાલ પછી હવે ભારતના પોલીસકર્મીનો વાંધાજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.”
સોશિયલ મીડિયા દ્વારા તારીખ 05 ફેબ્રુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રિન્સિપાલ પછી હવે ભારતના પોલીસકર્મીનો વાંધાજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.”
વીડિયો ક્લિપમાં ખાખી કપડાં પહેરેલો પુરુષ એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
Fact Check/Verification
સૌપ્રથમ દાવાની તપાસ માટે અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જેમાં ફન વર્લ્ડ નામની યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો અને તે વીડિયો વર્ષ 2023માં અપલોડ કરવામાં આવ્યો હતો. તેમાં માહિતી આપવામાં આવી હતી કે ઘટના પાકિસ્તાનના કરાચની છે.
તદુપરાંત આ મામલે વધુ સર્ચ કરતા અમને ‘નયા પાકિસ્તાન’ ડિજિટલ યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો સંબંધિત એક વધુ વીડિયો મળ્યો.
આ વીડિયો 17 સપ્ટેમ્બર 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. ઉપલબ્ધ માહિતી અનુસાર, વાયરલ વીડિયો પાકિસ્તાનના કરાચી શહેરમાં સ્થિત એક શાળાના આચાર્યનો છે. આ પુરુષ મહિલાઓનું શોષણ કરતો હતો અને તેને રેકોર્ડ કર્યા પછી તે પછીથી તેમને બ્લેકમેલ કરતો હોવાનું તેમાં જણાવવામાં આવ્યું હતું.
ગૂગલ સર્ચની મદદથી અમે આ ઘટના વિશે વધુ જાણવાની કોશિશ કરી ત્યારે અમને પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ ડોન દ્વારા 6 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.

આ અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “પાકિસ્તાનના કરાચી શહેરના ગુલશન-એ-હદીદ વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાના આચાર્ય ઇરફાન ગફૂર મેમણ નામની વ્યક્તિની મહિલાઓ પર બળાત્કાર અને શોષણના આરોપસર કરાચી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં હતી.”
તેમાં વધુમાં જણાવાયું હતું કે, આરોપી ગફુર પાસેથી મહિલાઓના શોષણના 25 વીડિયો મળી આવ્યા હતા. આ કેસમાં એકંદરે 45 મહિલાઓ પીડિત હોવાનું જાણવા મળ્યું હતું.
Read Also : Fact Check – વાઇરલ વીડિયોમાં ડાન્સ કરતાં આ મહિલા દિલ્હીના સીએમ રેખા ગુપ્તા નથી
Conclusion
અમારી તપાસમાં દાવો ખોટો સાબિત થાય છે. ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભારતના પોલીસ કર્મચારીનો નહીં પરંતુ પાકિસ્તાનના કરાચી શહેરનો છે.
Sources
You Tube Video by Fun world, dated 2023
You Tube Video by Naya Pakistan, dated 17th Sept, 2023
News Report by Dawn, dated 6th Sept, 2023