Fact Check
Fact Check – વાઇરલ વીડિયોમાં ડાન્સ કરતાં આ મહિલા દિલ્હીના સીએમ રેખા ગુપ્તા નથી
Claim
દિલ્હીના નવા સીએમ રેખા ગુપ્તાના ડાન્સનો વીડિયો
Fact
વીડિયોમાં દેખાતી વ્યક્તિ દિલ્હીના નવા સીએમ રેખા ગુપ્તા નથી. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરનો વીડિયો રેખા ગુપ્તાના નામથી વાઇરલ કરાયો છે.
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીઓમાં વિજય બાદ ભાજપે સરકાર બનાવી છે અને રેખા ગુપ્તા દિલ્હીના નવી સીએમ બન્યાં છે.
જ્યારથી રેખા ગુપ્તા સીએમ તરીકે જાહેર થયા છે, ત્યારથી તેમના વિશે ચર્ચાએ જોર પકડ્યું છે. દરમિયાન, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં દાવો કરાયો છે કે, તે દિલ્હીના નવા સીએમ રેખા ગુપ્તાનો વીડિયો છે.
વાઇરલ વીડિયોમાં એક મહિલા માદક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો સાથે દાવો કરાયો છે કે, ચૂંટણીઓમાં વિજય બાદ ભાજપે આવું ફળ આપ્યું છે. અફસોશ છે કે આ દિલ્હીના નવી સીએમ છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને વાઇરલ વીડિયો ખરેખર દિલ્હીના નવા સીએમ રેખા ગુપ્તાનો નહીં હોવાનું માલૂમ પડ્યું છે.
Fact Check/Verification
સૌપ્રથમ દાવાની તપાસ માટે અમે વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્જ ઇમેજની મદદથી સ્કૅન કર્યાં. જેમાં અમને કેટલાક પરિણામો પ્રાપ્ત થયા.
તેમાં અમને @boldmeeraswag નામનાં એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 12 જાન્યુઆરી, 2025ના રોજ તેમનાં સત્તાવાર એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો તે પ્રાપ્ત થયો.

તેમાં રહેલો વીડિયો અને વાઇરલ વીડિયોના ફૂટેજ સરખા છે અને તેમાં દેખાતા મહિલા પણ સરખા છે. તે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એ દિલ્હીના નવા સીએમ રેખા ગુપ્તા નથી.
અમારી વધુ તપાસમાં અમને આજ મહિલાના ઘણા બધા વીડિયો તેમનાં ઈન્સ્ટાગ્રામ પર જોવા મળ્યા હતા. ત્યાર બાદ અમને આ મહિલાનું સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પણ પ્રાપ્ત થયું હતું. તેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ મહિલા એક ડિજીટલ વીડિયો ક્રિએટર છે.
વળી, આ એકાઉન્ટ પર પણ અમને આ મહિલાના ઘણા બધા વીડિયો જોવા મળ્યા હતા. બોલ્ડ મીરા નામથી તેમના એકાઉન્ટ છે.
તદુપરાંત આ મહિલાની અમને યુટ્યુબ ચેનલ પણ પ્રાપ્ત થઈ હતી. ચેનલ પર પણ અમને આ મહિલાના ઘણા વીડિયો જોવા મળ્યા હતા.
બંને વ્યક્તિ અલહ હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. તમે દિલ્હીનાં નવાં મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને વાયરલ વીડિયોમાં રહેલાં મહિલાની તસવીર વચ્ચેનો તફાવત અહીં જોઈ શકો છો.


Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, ડાન્સ કરતા મહિલાનો વાઇરલ વીડિયો ખોટા દાવા સાથે શેર કરાયો છે. તે દિલ્હીના નવા સીએમ રેખા ગુપ્તા નથી.
Sources
Instagram handle by @boldmeeraswag
FB handle by @BoldMeera
Youtube Video Channel by Bold Meera