સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી એટલે કે શંકરાચાર્ય પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા યુઝર દાવો કરી રહ્યા છે કે તે ચાલી રહેલા મહાકુંભ વેળા શંકરાચાર્ય પર તાજેતરમાં કરવામાં આવેલા લાઠીચાર્જની ઘટન છે.
સોશિયલ મીડિયાના યુઝર્સ ધાર્મિક ગુરુ પર પોલીસ કાર્યવાહીની નિંદા કરી રહ્યા છે. કેટલાક અન્ય લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનમાં પોલીસે શંકરાચાર્ય પર લાઠીચાર્જ કર્યો હતો અને કુંભ મેળામાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા.


સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
અત્રે નોંધવું કે, જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તાજેતરમાં મહાકુંભમાં થયેલી દુ:ખદ ભાગદોડ બાદ ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરવા બદલ સમાચારમાં હતા . તેમણે અહેવાલ મુજબ કહ્યું હતું કે, ભાગદોડ પછી સરકારને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
Fact Check/Verification
વાયરલ વીડિયોના કીફ્રેમ્સ પર ગુગલ લેન્સ સર્ચ કરવાથી અમને 1008.Guru (Swaamishreeh Avimukteshwaranandah Saraswatee) દ્વારા 28 સપ્ટેમ્બર, 2015 ના રોજ લખાયેલ એક ફેસબુક પોસ્ટ મળી. તેમાં શંકરાચાર્ય પર લાઠીચાર્જ કરતો એ જ વીડિયો દર્શાવવામાં આવ્યો હતો.

ત્યારબાદની તપાસથી અમને સપ્ટેમ્બર 2015ના આજતક રિપોર્ટ તરફ દોરી ગઈ, જેમાં પોલીસ કાર્યવાહીના સમાન દ્રશ્યો હતા.
તેમાં જણાવાયું છે કે, “ઉત્તર પ્રદેશ પોલીસે રાત્રે ભગવાન ગણેશની મૂર્તિ ગંગા નદીમાં વિસર્જન કરવાનો પ્રયાસ કરી રહેલા ભક્તોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.”

ત્યારબાદ અમે ગુગલ પર “સ્વામી અવિમુક્તેશ્વરાનંદ,” “લાઠી ચાર્જ” અને “વારાણસી” કીવર્ડ્સ શોધ્યા, જેનાથી સપ્ટેમ્બર 2015 થી ઘટનાની વિગતો આપતા ઘણાં અહેવાલો મળ્યા.
અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભગવાન ગણેશની મૂર્તિઓનું ગંગામાં વિસર્જન કરવાથી અટકાવવામાં આવ્યા બાદ ‘શ્રી કાશી મરાઠા ગણેશ ઉત્સવ સમિતિ’ અને અન્ય ધાર્મિક સંગઠનોના સભ્યો વારાણસીમાં ધરણા કરી રહ્યા હતા .
જોકે, પોલીસ કાર્યવાહી બાદ તે રદ કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સહિત અનેક વિરોધીકર્તઓ ઘાયલ થયા હતા.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે, “ગંગામાં ઘણા બધા પ્રદૂષકો છોડવામાં આવી રહ્યા છે. તે કેમ બંધ નથી થતું? પૂજા કરાયેલી મૂર્તિ જીવંત વ્યક્તિ જેવી છે અને આપણને ફક્ત આપણી ધાર્મિક વિધિઓ બદલવાનું કેમ કહેવામાં આવી રહ્યું છે?”
તેથી, આ વિડિઓ 2015 માં ઉત્તર પ્રદેશમાં સપા નેતા અખિલેશ યાદવની સરકાર હેઠળની એક ઘટના સાથે સંબંધિત છે. અહીં , અહીંઅને અહીં આ ઘટના મામલેના અન્ય અહેવાલ જોઈ શકાય છે.
વધુમાં, અમને શંકરાચાર્ય પર આવી કોઈ પોલીસ કાર્યવાહીના તાજેતરના કોઈ અહેવાલો મળ્યા નથી.
Read Also : Fact Check – ગુજરાતમાં ‘આદિવાસીને સંપૂર્ણ કરમુક્તિ’ હોવાના દાવાનું શું છે સત્ય?
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર થયેલા લાઠીચાર્જની તાજેતરની ઘટના બતાવવા માટે એક જૂનો વિડિઓ ખોટી રીતે શેર કરવામાં આવ્યો છે.
Sources
Facebook Post By @1008.guru, Dated September 28, 2015
YouTube Video By Aaj Tak, Dated September 23, 2015
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજી વસુધા દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044