તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા સિરિયલમાં ચંપકચાચાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ દ્વારા મરાઠીના કથિત અપમાન બદલ તેમણે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તા સમક્ષ માફી માગી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. તેને તાજેતરમાં મુંબઈમાં મરાઠી વિરુદ્ધ હિંદી ભાષાના વિવાદ વચ્ચે તાજેતરની ઘટના હોવાના દાવા સાથે વાઇરલ કરવામાં આવ્યો હતો. જોકે, અમારી તપાસમાં તે ઘટના ખરેખર ઘણા વર્ષો જૂની નીકળી અને તેથી વીડિયો ખોટા સંદર્ભ સાથે શેર કરાયો હોવાનું બહાર આવ્યું. ઉપરાંત, અમદાવાદ ઍરપૉર્ટ પર અમદાવાદ-દીવની ફ્લાઇટના ઍન્જિનમાં આગ લાગ્યાની ઘટનાની એક તસવીર શેર કરાઈ હતી. જોકે, તપાસમાં તે એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સ દ્વારા તૈયાર કરાયેલી તસવીર હોવાનું તારણ નીકળ્યું હતું. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.

મરાઠી મામલે તારક મહેતા સિરિયલના ચંપકકાકાનો MNSની માફી માગતો 5 વર્ષ જૂનો વીડિયો તાજી ઘટના તરીકે વાઇરલ
મુંબઈમાં મરાઠી વિરુદ્ધ હિંદીના ઘમસાણ વચ્ચે “હિન્દી મુંબઈની ભાષા છે” – આ વાક્ય પર MNSની તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ચંપકચાચાએ માગી માફી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જોકે, તે અમારી તપાસમાં વર્ષો જૂની ઘટના હોવાનું પુરવાર થયું હતું. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

શું આ તસવીર અમદાવાદ ઍરપૉર્ટ પર દીવ જતી ફ્લાઇટની ઍન્જિનમાં આગ લાગ્યાની છે?
અમદાવાદ ઍરપૉર્ટ પર અમદાવાદથી દીવ જતી ફ્લાઇટના ઍન્જિનમાં આગ લાગી હતી. જેથી તેનું ટૅકઑફ રદ કરવું પડ્યું હતું. તેની એક તસવીર વાઇરલ થઈ હતી. પણ અમે તપાસ કરતા તે તસવીર આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સ દ્વારા જનરેટ કરાયેલી હોવાનું બહાર આવ્યું. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

ઉત્તર પ્રદેશના લખનૌનો નિર્માણાધિન પુલનો વીડિયો મોરબીનો પુલ હોવાના દાવા સાથે શેર કરાયો
સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો કે, મોરબીમાં એક મકાન વચ્ચે આવી જવાથી નિર્માણાધિન ઓવરબ્રિજનું કામ અટકી પડ્યું છે. જોકે, તે નિર્માણાધિન અધૂરો બ્રિજ મોરબી નહીં પરંતુ ઉત્તર પ્રદેશનો લખનૌમાં આવેલો છે. વધુ અહેવાલ અહીં વાંચો.

મેક્સિકોની અન્ય ઘટનાનો વીડિયો યુએસમાં ભારતીય મહિલા ચોરી કરતા પકડાઈ હોવાની ઘટના સાથે જોડીને શેર કરાયો
તાજેતરમાં યુએસએમાં મૂળ ભારતીય મહિલા સુપરમાર્કેટ સ્ટોરમાં કથિતરૂપે ચોરી કરતા તેમની ધરપકડ કરાયાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વચ્ચે એક અન્ય વીડિયો વાઇરલ થયો જેની સાથે દાવો કરાયો તે ભારતીય મહિલાએ કથિત ચોરી કરી તેમનો વીડિયો છે. જોકે, અમે તપાસ કરતા તે વીડિયો મૅક્સિકોની અન્ય ઘટનાનો નીકળ્યો. આમ, અન્ય જગ્યાનો વીડિયો કોઈ સંબંધ ન હોવા છતાં ખોટા દાવા સાથે શેર કરી દેવાયો. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

ભારત-પાક. WCL વિવાદ: અજય દેવગન અને શાહિદ આફ્રિદીની મુલાકાતનો જૂનો ફોટો તાજેતરની મુલાકાત તરીકે શેર કરાયો
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સ (WCL)માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બંને દેશો વચ્ચેના તણાવને કારણે રદ કરવામાં આવી હતી. તેના બે દિવસ પછી, અભિનેતા અજય દેવગન અને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે વાતચીત કરતા હોવાનો દાવો કરતી તસવીર વાઇરલ થઈ હતી. પરંતુ અજય દેવગન અને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની મુલાકાતની તસવીર ખરેખર એક વર્ષ જૂની છે. અને તેને ખોટા સંદર્ભ સાથે શેર કરાયેલ છે. વધુ અહેવાલ અહીં વાંચો.