Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
રોડ અને ઢોરથી બચવા મોરબીમાં આ રીતે પુલ બનાવાયો જે, ઇમારતરૂપી અવરોધના લીધે અટકી ગયો હોવાનું દર્શાવતો વીડિયો.
દાવો ખોટો છે. નિર્માણાધિન પુલ જેનું કામ રહેણાંક મકાન આવવાથી અટકેલું છે તે મોરબીનો નથી. તે લખનૌનો અધૂરો બનેલો બ્રિજ છે.
ગુજરાતમાં ભૂતકાળમાં મોરબીનો પુલ તૂટ્યો તે અને તાજેતરમાં ગંભીરા બ્રિજ અકસ્માત બાદ રોડ અને પુલોની જર્જરિજ હાલત મામલે ખૂબ ચર્ચાઓ જાગી છે. ચોમાસામાં રોડમાં પડેલા ખાડા અને કેટલાક પુલોની ખરાબ સ્થિતિ અંગે સોશિયલ મીડિયામાં ઘણી તસવીરો અને વીડિયો શેર કરાઈ રહ્યા છે.
દરમિયાન, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એક નિર્માણાધિન ફ્લાયઑવર દેખાય છે. આ પુલ હજુ બન્યો નથી અને તેમાં દેખાય છે કે, પુલ આગળ જતા બાજુમાં એક મકાન આવવાથી ત્યાં જ અટકી ગયો છે. તેનું કામ ત્યાં અટકેલું છે.
સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને કૅપ્શનમાં લખ્યું છે કે, “મોરબીના લોકોએ રોડ અને ઢોરથી કંટાળીને આ રીતે કારખાને જાવાનો પુલ બનાવ્યો છે.”
વીડિયોમાં એક ઑવરબ્રિજ દેખાય છે તે ડાબી બાજુ વળતા એક મકાન પાસે અધૂરો છે. ત્યાંથી તેનું આગળનું બાંધકામ થયેલ નથી.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર દાવો ખોટો છે. તે નિર્માણાધિન પુલ મોરબીનો નથી.
વીડિયોની તપાસ કરવા માટે અમે તેના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજ સર્ચની મદદથી તપાસ્યા. જેમાં અમને કેટલાક મીડિયા અહેવાલો પ્રાપ્ત થયા.
3 જુલાઈ-2025ના રોજ અમર ઉજાલા દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો. અહેવાલનું શીર્ષક છે કે – બિલ્ડિંગની અંદર ઘૂસ્યો આલિશાન બ્રિજ, કામ રોકવામાં આવ્યું.

અહેવાલમાં વિગતમાં જણાવાયું છે કે, “લખનૌમાં પારા વિસ્તારમાં કૃષ્ણાનગર-કેસરી ખેડાવરબ્રિજ એક ઇમારાતને લીધે અટકી પડ્યો છે. તેનું કામ રોકવામાં આવ્યું છે. નિર્માણાધિન બ્રિજ માટે જમીન સંપાદનનો મામલો મુશ્કેલી બન્યો છે. જેથી તેઓ એક ભાગ અધૂરો રહી ગયો છે. આથી ફ્લાયઓવરનો એક ભાગ મકાન સાથે જોડાયેલો દેખાય છે. આ ઓવરબ્રિજનો હેતુ મહારાજપુરમ, પંડિતખેડા, ગંગાખેડા, કેસરીખેડા અને ભનાવીપુરમના લોકોની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. સાસંદ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે આ પ્રોજેક્ટની મંજૂરી માટે મહત્ત્વની જવાબદારી નીભાવી હતી. પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 74 કરોડ રૂપિયા છે. આ પુલ માટે મુખ્ય અવરોધ ત્યારે આવ્યો જ્યારે નિર્માણકાર્ય કૃષ્ણાનગર-કેસરીખેડા ક્રૉસિંગ સુધી પહોંચ્યુ. અહીં ઘણા મકાન અને દુકાનો સીધા ફ્લાઇઓવરની વચ્ચે આવી રહ્યા છે. આ સંપત્તિઓના માલિકોને હજુ સુધી વળતર નથી મળ્યું આથી પુલનું નિર્માણકાર્ય અહીં રોકવું પડ્યું છે. જેથી તે પુલ અધૂરો રહી ગયો છે.”
આ અહેવાલમાં જે તસવીર પ્રકાશિત કરવામાં આવી છે, તે સ્પષ્ટ જોઈ શકાય છે. તે વાઇરલ વીડિયોમાં જે દૃશ્યો દેખાય છે, તે જ બ્રિજની છે.
વધુમાં અમને 15 જુલાઈ-2025ના રોજ હિંદુસ્તાન ટાઇમ્સ દ્વારા પ્રકાશિત અહેવાલ પણ પ્રાપ્ત થયો. તેમાં જણાવાયું છે કે, પારા રોડ પાસે કેસરીખેડા ઓવરબ્રિજનું નિર્માણકાર્ય વચ્ચે ઇમારતો આવી જવાથી અધૂરું છે.
અહેવાલમાં જણાવાયું છે કે, “પુલ સામે જે અવરોધરૂપી ઇમારત છે તે નઝુલ જમીન પર બનેલી છે અને ગેરકાનૂની છે, આથી તેને ધરાશાયી કરવાના આદેશ અપાયા છે. અને તેથી આ સંપત્તિના માલિકને વળતર આપવામાં આવ્યું નથી.”
વળી, આ અહેવાલમાં પણ જે તસવીર છે, તે પણ વાઇરલ દાવામાં જે દૃશ્યો છે તે જ છે.
આ ઉપરાંત, આ પુલ મામલે પ્રકાશિત અન્ય અહેવાલો પણ અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.
એટલું જ નહીં પરંતુ અમને સોશિયલ મીડિયા યુઝર દ્વારા પણ પ્રકાશિત એક પોસ્ટ મળી. જેમાં બ્રિજ લખનૌ હોવાની વાત કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં યુઝરે લખ્યું છે કે, આ દુનિયાનો આઠમો અજૂબો છે. તેમાં જે વીડિયો છે, તે લખનૌ બ્રિજનો છે. તેમાં ઉલ્લેખ પણ છે કે તે લખનૌનો બ્રિજ છે.
Read Also: શું આ તસવીર અમદાવાદ ઍરપૉર્ટ પર દીવ જતી ફ્લાઇટની ઍન્જિનમાં આગ લાગ્યાની છે?
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, મોરબીના નામે જે નિર્માણાધિન અધૂરો બ્રિજ ઇમારાતના લીધે અટકેલો હોવાનો વીડિયો શેર કરાયો છે, તેનો દાવો ખોટો છે. તે અધૂરો બ્રિજ ખરેખર મોરબીનો નહીં પરંતુ લખનૌનો છે.
Sources
News Report by Amar Ujala, Dated July 3, 2025
News Report by Hindustan Times, Dated July 15, 2025
News Report by Navbharat Times, Dated June 19, 2025
News Report by Aisanet News, Dated June 22, 2025
News Report by Anand Bazar, Dated July 3, 2025
Instagram Post by Pandit Kheda Lucknow
Dipalkumar Shah
July 26, 2025
Dipalkumar Shah
July 8, 2025
Dipalkumar Shah
April 10, 2025