ક્લેમ :-
CAB અને NRC પર ચાલી રહેલ વિરોધને લઇ સોશિયલ મિડિયા પર દિલ્હી પોલીસની એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે.
हम कहते थे ना…. पुलिस के जवान भी संविधान बचाने के लिए हमारे साथ हैं , सिवाए चड्डी धारी आतंकियों के @Sajid_khan0786 @Mr_Swatantra @DaudKhan3283 @khalidsalmani1#NoCAB_NoNRC#IndiaRejectsCAB #CABAgainstConstitution pic.twitter.com/JCH5KDQPJd
— Mainuddin Mohammad Israr (@IsrarMainuddin) December 20, 2019
આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી પોલીસ પણ CAB અને NRC વિરોધમાં બેનરો લઇ ઉભા છે.
વેરિફિકેશન :-
CAB અને NRC માટે ચાલી રહેલ વિરોધ વચ્ચે સોશિયલ મિડિયા પર અનેક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, ત્યારે એવી જ એક તસ્વીર દિલ્હી પોલીસની પણ વાયરલ કરવામાં આવી છે. આ તસ્વીરમાં દિલ્હી પોલીસ CAB અને NRCના વિરોધમાં બેનરો લઇ ઉભા જોવા મળે છે. ટ્વીતર પર આ તસ્વીર સાથે દાવો પણ કરવામાં આવ્યો છે કે “हम कहते थे ना…. पुलिस के जवान भी संविधान बचाने के लिए हमारे साथ हैं“
આ દાવાને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર સર્ચ કરતા સમાન વાયરલ પોસ્ટ જોવા મળે છે, જે પોસ્ટને અનેક લોકો દ્વારા શેયર કરવામાં આવી છે.
વાયરલ તસ્વીરના તથ્યો જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા મળતા પરિણામોમાં “THE HINDU” ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ વાયરલ તસ્વીર જોવા મળે છે. આ ઉપરાંત અનેક ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ રિપોર્ટ પણ મળી આવે છે.
વાયરલ તસ્વીર પર મળેલ આર્ટિકલ પરથી સાબિત થાય છે કે આ તસ્વીર NRC અને CABના વિરોધમાં નહીં પરંતુ 5 નવેમ્બરના રોજ દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે થયેલા ઘર્ષણ પર કોર્ટ સમક્ષ ન્યાયની માંગ કરતા પોલીસ જવાનો છે. ઉપરાંત વાયરલ તસ્વીરમાં જે બેનરો જોઈ શકાય છે તેને એડિટ કરવામાં આવ્યા છે, જયારે ન્યુઝ રિપોર્ટના વિડિઓમાં તેમજ પબ્લિશ કરાયેલ તસ્વીરમાં જોવા મળે છે કે બેનરો પર NRC અને CABના વિરોધમાં કોઈપણ સ્લોગન લખવામાં આવ્યા નથી.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
GOOGLE IMAGES SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક માહિતી (FAKE NEWS)