દિલ્હીમાં 18 માર્ચના રોજ શિવા ગુર્જર તરીકે ઓળખાતા એક વ્યક્તિની હત્યા કરવા બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને એક સગીરને કથિત રૂપે પકડવામાં આવ્યો હતો. આ ઘટનાના એક અઠવાડિયા પછી, સોશિયલ મીડિયા પર શિવા ગુર્જર માટે ન્યાયની માંગ કરતી પોસ્ટ ખુબજ વાયરલ થઈ હતી. કેટલાક ટ્વિટર યુઝર્સે રસ્તાની બાજુમાં ઘાયલ અને લોહીલુહાણ શિવા ગુર્જરનો એક વિડિયો શેર કર્યો હતો, સાથે જ દાવો કર્યો હતો કે ગુર્જરને ‘મુસ્લિમ’ સમુદાયના લોકો દ્વારા મારવામાં આવ્યો હતો.
ભાજપના નેતા કપિલ મિશ્રા અને એવા કેટલાંક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા શિવા ગુર્જરની હત્યા “જેહાદી” અથવા “તાલિબાની” શૈલીમાં કરવામાં આવી હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. જ્યારે અન્ય ફેસબુક યુઝર્સ દ્વારા “કેજરીવાલ ના જેહાદીયોએ હિન્દુ યોદ્ધા શિવા ગુર્જર ને 78 વાર ચાકુ મારીને મર્ડર કરી નાખ્યું” લાખણ સાથે પણ પોસ્ટ શેર થઈ રહી છે.

આ તમામ વાયરલ પોસ્ટ સાથે આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો છે, વાયરલ પોસ્ટ સાથે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા શિવા ગુર્જરની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો :- રાજકીય ખળભળાટ થી લઈને અન્ય સામાજિક મુદ્દાઓ પર ફેલાયેલ અન્ય ભ્રામક ખબરો
Fact Check / Verification
દિલ્હીમાં શિવા ગુર્જરની હત્યા અંગે વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા 22 માર્ચના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, 18 માર્ચેના શિવા ગુર્જર તેના મિત્રો સાથે PVR નરૈના પાસે એક પાનની દુકાનમાં ગયા હતા જ્યાં તેમની બાઇકે દુકાનમાં ઉભેલા સેલ્સપર્સન તરીકે કામ કરતા વકીલ અહેમદની બાઈક સાથે અથડાયું હતું, જેના કારણે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. થોડા સમય પછી, પાનની દુકાનના માલિક, ધર્મેન્દ્ર રાય અને તેમના પુત્રો પણ દલીલમાં સામેલ થયા અને ગુર્જરની કથિત રીતે ચાકુ મારીને હત્યા કરી હતી.
આ ઘટના અંગેના ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (પશ્ચિમ) ઘનશ્યામ બંસલના હવાલે ટાંકવામાં આવ્યું હતું કે, “કોમ્પ્લેક્સના પાર્કિંગ વિસ્તારની એન્ટ્રી વખતે, શિવાની મોટરસાઈકલ વકીલ અહેમદને ટક્કર મારી હતી, જે પાનની દુકાનમાં સેલ્સ બોય છે. જેના કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ વકીલે અન્ય કર્મચારીઓ અને દુકાનના માલિકને બોલાવ્યા હતા. જે બાદ, દુકાન મલિક અને તેમના પુત્રો દ્વારા શિવા ગુર્જરની હત્યા કરવામાં આવી હતી.

ઘટના સંબંધિત અન્ય અહેવાલો અહીં , અહીં અને અહીં વાંચી શકાય છે . જો કે, કોઈપણ અહેવાલોમાં આ બાબતમાં સાંપ્રદાયિક રંગ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉપરાંત, ગુર્જરની કથિત હત્યા દરમિયાન પોલીસની હાજરીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.
હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા 28 માર્ચના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલમાં મુજબ, ડેપ્યુટી પોલીસ કમિશનર (પશ્ચિમ) ઘનશ્યામ બંસલે કહ્યું કે આ ઘટનાને સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો છે – જે તદ્દન પાયાવિહોણો છે.
ઉપરાંત, દિલ્હી પોલીસના ઓફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર DCP ઘનશ્યામ બંસલનો એક વીડિઓ સંદેશ જોવા મળે છે. “દિલ્હી પોલીસે પશ્ચિમ જિલ્લાના નારાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યા પર તાત્કાલિક કાર્યવાહી કરી છે. તેમજ આ મામલો સાંપ્રદાયિક નથી, પરંતુ પરસ્પર લડાઈથી સંબંધિત છે. ઘટના સાથે સંબંધિત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.”
DCPએ વધુમાં જણાવ્યું કે “ટ્વીટર અને અન્ય પ્લેટફોર્મ પર આ ઘટના અંગે ઘણી ખોટી માહિતી છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ઘટના 18-19 માર્ચની રાત્રે લગભગ 9:30 વાગ્યે બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પીડિતને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. એફઆઈઆર નોંધવામાં આવી હતી અને આરોપીઓની 12 કલાકમાં ધરપકડ કરવામાં આવી હતી અને ગુનાનું હથિયાર પણ મળી આવ્યું હતું. એફઆઈઆર મુજબ મૃતક અને મુખ્ય આરોપી બન્ને એક જ સમુદાયના છે. આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવામાં આવ્યો તે સંપૂર્ણપણે પાયાવિહોણો છે.“
વાયરલ વીડિયો વિશે નારાયણ પોલીસ સ્ટેશન એસએચઓ હરિ કિશન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, “વિડિયોમાં ઘટના સમયે દેખાતો વ્યક્તિ મૃતકનો મિત્ર છે જે ગુર્જરનો જીવ બચાવવા માટે તેની છાતી પરના ઘાવ પર હાથ રાખ્યો હતો.”
Conclusion
મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા દિલ્હીમાં હિન્દુ યુવક ‘શિવા ગુર્જર’ની હત્યા કરી હોવાના દાવા સાથે ભ્રામક પોસ્ટ વાયરલ થયેલ છે. સોશ્યલ મીડિયા પર ફેલાયેલ આ ઘટનામાં કોઈપણ સાંપ્રદાયિક રંગના હોવાની સ્પષ્ટતા દિલ્હી પોલીસ દ્વારા પણ કરવામાં આવેલ છે.
Result :- Misleading Content/Partly False
Our Source
Media Reports Of Hindustan Times, Times Of India, Times Of India, India Today
Official Twitter Account Of Delhi Police
Telephonic Conversation With Naraina SHO Hari Kishan
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044