Monday, April 28, 2025
ગુજરાતી

Fact Check

Fact Check – બાબરીધ્વંસ ડૉક્યુમેન્ટરીના સ્ક્રિનિંગનો વીડિયો ખરેખર બાંગ્લાદેશનો નહીં પણ મહારાષ્ટ્રના મુંબ્રાનો

Written By Komal Singh, Translated By Dipalkumar Shah, Edited By JP Tripathi
Dec 17, 2024
banner_image

Claim – બાંગ્લાદેશમાં મુસ્લિમો માટે બાબરીધ્વંસ ડૉક્યુમેન્ટરીના સ્ક્રિનિંગનો વીડિયો કોમી દાવા સાથે શેર કરાયો
Fact – વીડિયો ખરેખર બાંગ્લાદેશનો નહીં પણ ભારતના મહારાષ્ટ્રના મુંબ્રાનો છે. તે બાબરી મસ્જિદના કેસની ટાઇમલાઇન મામલેની ડૉક્યુમેન્ટરીના સ્ક્રિનિંગનો છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ મામલેની ઘટનાઓના પડઘા ભારતમાં પડી રહ્યાં છે. દેશમાં આ મામલે ઘણી ચર્ચા ઊઠી છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ કેટલાક દાવા વાઇરલ થયા છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મોટા પડદા પર બાબરી મસ્જિદની ડોક્યુમેન્ટ્રી જોઈ રહેલા કેટલાક મુસ્લિમ સમાજના લોકોનો એક વીડિયો શેર થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશમાં લોકો જાહેરમાં પડદા પર બાબરી મસ્જિદ ધ્વંસનો વીડિયો જોઈ રહ્યા છે તેનો આ વીડિયો છે.

એક ફેસબુક યુઝર દ્વારા 12 ડિસેમ્બર-2024ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, “બાંગ્લાદેશમાં બાબરી મસ્જિદના ધ્વંસના વીડિયો લોકો જોવે એ માટે મોટી સ્ક્રીન લગાવવામાં આવી રહી છે. મુસ્લિમ સમુદાયને હિંદુઓ તરફ ઉશ્કેરવો અને ભયંકર રક્તપાત કરાવવો. ભારત માં કેરલા ફાઈલ ,કાશ્મીર ફાઇલ જેવી ફિલ્મ નો વિરોધ ની શરૂઆત હિન્દુ જ કરે છે.. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશમાં લોકો જાહેરમાં પડદા પર બાબરી મસ્જિદ ધ્વંસનો વીડિયો જોઈ રહ્યા છે તેનો આ વીડિયો છે.”

Courtesy – FB/@Alpesh Tejani

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

Fact Check/Verification

દાવાની તપાસમાં અમે ગૂગલ સર્ચની મદદથી આ મામલે કીવર્ડ સર્ચ ચલાવી અને તપાસ્યું કે શું બાંગ્લાદેશમાં આ પ્રકારની ઘટનાના કોઈ સમાચાર અહેવાલ નોંધાયા છે કે કેમ. જોકે, આવી ઘટનાની પુષ્ટિ કરતા કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

જોકે, વીડિયોના કીફ્રેમને ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચની મદદથી સ્કૅન કરતા અમને 6 ડિસેમ્બર-2024ના રોજ એસડીપીઆઈ કાલવા મુંબ્રા યુઝર દ્વારા અપલૉડ કરાયેલો વીડિયો પ્રાપ્ત થયો. વીડિયોના ટાઇટલમાં લખ્યું છે કે, “બાબરી મસ્જિદ ટાઇમલાઇનનું ઍક્ઝિબિશન. દારુલ ફલાહમાં એસડીપીઆઈ મુંબ્રા. ઇતિહાસના માધ્યમથી એક યાત્રા.”


ખરેખર તે સોશિયલ ડૅમૉક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયાની ઇવેન્ટનો વીડિયો છે. વીડિયોમાં તેના ઝંડા પણ દેખાય છે. એસડીપીઆઈ ખરેખર એક રાજકીય પાર્ટી છે.

આ હૅન્ડલ એસડીપીઆઈનું હૅન્ડલ છે. તેના યુટ્યુબ ચૅનલ પર 4:10 મિનિટનો લાંબો વીડિયો ઉપલબ્ધ છે.

Courtesy – YT/@SDPI

વધુમાં એસડીપીઆઈ મુંબ્રાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પરથી પણ આવો જ એક વીડિયો પ્રસારિત કરાયો હતો.

મુંબ્રા મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં સ્થિત છે. અને અહીં બાબરીધ્વંસની ડૉક્યુમેન્ટરીનું પ્રદર્શન રખાયું હતું.

તદુપરાંત, અમે ગૂગલ મૅપ્સની મદદથી ડૉક્યુમેન્ટરીના સ્ક્રિનિંગના સ્થળને તપાસવાની કોશિશ કરતા અમને ત્યાં દેખાતી મસ્જિદ મળી આવી.  ગૂગલ મૅપ્સની લૉકેશનની મસ્જિદ અને વીડિયોની મસ્જિદ બંને સરખી જ છે. વળી ત્યાં આસપાસની ઇમારતો અને રસ્તા પણ તેમાં જોઈ શકાય છે કે, તે હુબહૂ છે. જે સ્પષ્ટ કરે છે કે, સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલ વીડિયો ખરેખર મહારાષ્ટ્રના મુંબ્રાનો છે.

વધુમાં ન્યૂઝચેકરે સોશિયલ ડૅમૉક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયાના સેન્ટ્રલ ઑફિસ સાથે વાતચીત કરી. જેમાં તેના સેક્રેટરી જનરલ ફૈઝલ ઉદ્દીને જણાવ્યું હતું કે 6 ડિસેમ્બર-2024ના રોજ મહારાષ્ટ્રના મુંબ્રામાં આયોજિત એક કાર્યક્રમમાં બાબરી મસ્જિદધ્વંસ સંબંધિત વીડિયો ડૉક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ રખાયું હતું.

Read Also : Fact Check – વાઇરલ વીડિયોમાં ‘મોદી-અમિત શાહને યુદ્ધની ચેતવણી આપનારી વ્યક્તિઓ’ બાંગ્લાદેશના આર્મી ચીફ નથી

Conclusion

તપાસમાં અમે નિષ્કર્ષ પર આવ્યા છે કે, વાઇરલ વીડિયો ખરેખર બાંગ્લાદેશનો નહીં પણ મહારાષ્ટ્રનો છે.

Result – False

Our Sources
X post by on SDPI Mumbra Kalwa on 6th December 2024.
Website of SDPI.
Google maps.
Phonic conversation at the central office of SDPI.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,944

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.