Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
સોશિયલ મિડિયામાં હાલ એક તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં જેએનયુની છાત્ર શૈલા રશીદ પાકિસ્તાની ઝંડાની સાડી પહેરી વિદેશમાં ફરી રહી છે.
આ પોસ્ટ કેટલાક ફેસબુક અને ટ્વીટર યુઝર્સ દ્વારા વાયરલ કરવામાં આવી છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ એક દેશ દ્રોહી જ છે.
વેરીફીકેશન :-
ફેસબુક અને ટ્વીટર પર વાયરલ થઇ રહેલ જેએનયુની છાત્ર શૈલા રશીદની વાયરલ તસ્વીરના તથ્યો શોધવા માટે અમે ગુગલ કીવર્ડની મદદથી કેટલીક માહિતી એકત્રિત કરી છે, જે પરથી સાબિત થાય છે કે વાયરલ તસ્વીર છે તો શૈલા રશીદની પરંતુ તેમાં તેમણે પાકિસ્તાની ઝંડાની સાડી પહેરી નથી. વાયરલ તસ્વીરમાં ફોટોશોપ સોફ્ટવેરની મદદ વડે એડીટીંગ કરવામાં આવ્યું છે, અને તેને ભ્રામક દાવાસાથે વાયરલ કરવામાં આવી છે.
વાયરલ તસ્વીરને ગુગલ રીવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરતા માત્ર ગ્રીન(લીલી) સાડીમાં શૈલા રશીદની ઘણી તસ્વીરો જોવા મળી આવી જેને અલગ- અલગ ટ્વીટર યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી, જે કોઈ વિદેશ પ્રવાસ સમયે ક્લિક કરવામાં આવી હતી. આ તસ્વીરમાં પાકિસ્તાની ફ્લેગ(ઝંડા)ના કોઈ નિશાન જોવા મળતા નથી.
कोई अच्छा वकील हो नजर में तो बताना मुझको
अपने दिल का कब्ज़ा वापिस लेना है किसी से @Shehla_Rashid pic.twitter.com/5XKLFq1V3I
— राष्ट्रीय अध्यक्ष (@king_ranjhna) January 15, 2019
To mourn departure of Shrimati Shehla Rashid from twitter, I have decided to fast from lunch till dinner.
Jis Jis ke Dil me uske liye thoda sa bhi Zeher ho, woh aaye aur mere saath fast me jud jaye pic.twitter.com/U7TllItFOf— Action Turtle 2.0 (@NindaTurtles) November 11, 2018
આ ઉપરાંત શોશિયલ મિડ્યા પ્લેટફોર્મ ઇન્સટાગ્રામ (instagram) પર શૈલા રશીદના ઓફિશ્યલ એકાઉન્ટ પર તેમના દ્વારા પબ્લીશ કરાયેલ વિદેશ પ્રવાસ સમયની આ જ ગ્રીન સાડીમાં તસ્વીર જોવા મળે છે.
આ ઉપરાંત ગુગલ પર આ વિષય પર સર્ચ કરતા ઘણા પરિણામો જોવા મળે છે જેમાં અલગ-અલગ ન્યુઝ એજન્સી દ્વારા પણ આ ખબરને પ્રકાશિત કરવામાં આવી છે, અને વાયરલ તસ્વીર વિષેના તથ્યો સામે લાવવાના પ્રયાસ કર્યા છે.વાયરલ તસ્વીરના તથ્યોની તપાસ કરતા સાબિત થાય છે કે આ તસ્વીરમાં શૈલા રશિદે પાકિસ્તાની ઝંડાની સાડી પહેરી નથી, આ તસ્વીરને એડિટ કરવામાં આવી છે અને ત્યારબાદ ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.
ટુલ્સ :-
ગુગલ એડવાન્સ સર્ચ
ગુગલ રીવર્સ ઈમેજ
ફેસબુક સર્ચ
ટ્વીટર સર્ચ
પરિણામ :- ફેક ન્યુઝ( ભ્રામક દાવો)
(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)
Dipalkumar Shah
July 17, 2025
Dipalkumar Shah
July 16, 2025
Dipalkumar Shah
July 15, 2025