ક્લેમ :-
મહેરબાની કરીને કોઈ દરિયા ની મચ્છી ખાતા નઇ. બધાજ દેશો કોરોના માં મરેલા ની લાશ દરિયામાં માં ફેંકે છે.
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેની સાથે દાવો કરવામાં આવ્યો છે કે બધા દેશો કોરોના સંક્ર્મણથી મરેલા વ્યક્તિઓ દરિયામાં ફેંકી રહી છે. આ વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે “મહેરબાની કરીને કોઈ દરિયા ની મચ્છી ખાતા નઇ. બધાજ દેશો કોરોના માં મરેલા ની લાશ દરિયામાં માં ફેંકે છે”
આ વાયરલ વિડિઓની સત્યતા તપાસવા માટે વિડિઓના સ્ક્રીન શોટને રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે, જેમાં યૂટ્યૂબ પર પબ્લિશ કરાયેલ આ વિડિઓ જોવા મળે છે. જે જૂન 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ આ વિડિઓના ટાઇટલના આધારે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન CNN દ્વારા પબલસિંહ કરાયેલ ન્યુઝ જોવા મળે છે, જે મુજબ નોર્થ આફ્રિકામાં 200 અવૈધ પ્રવાસીઓ લઇ જનાર બોટ ડૂબવાથી આ તમામની લાશ દરિયા કિનારે આવી પહોંચી છે. જે ઘટના ઓગષ્ટ 2014ની છે.
આ ઘટના પર euronews દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ તેમજ યુટ્યુબ વિડિઓ જોવા મળે છે. જેમાં પણ આ ઘટના 2014માં નોર્થ આફ્રિકામાં અવૈધ પ્રવાસી લઇ જનાર બોટના ડૂબવાથી મરેલ વ્યક્તિઓની લાશ હોવાનું કહેવામાં આવ્યું છે.
gettyimages દ્વારા પણ આ વિડિઓ અને તેને લગતી માહિતી પબ્લિશ કરવામાં આવી છે, જેમાં આ ઘટનાની માહિતી પ્રમાણે લિબિયાના દરિયા કિનારે આવેલ આ તમામ લાશ અવૈદ્ય 200થી વધુ પ્રવાસીઓ ની છે.
વાયરલ વિડિઓને લઇ મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ ઘટનાને કોરોના સાથે કોઈ લેણદેણ નથી, વાયરલ વિડિઓના કરવામાં આવેલ દાવા મુજબ ઘણા દેશો કોરોના સંક્રમણથી મરેલા વ્યક્તિની ડેડબોડી દરિયામાં ફેંકી રહી છે, જે વાત તદ્દન ખોટી અને ભ્રામક સાબિત થાય છે. વાયરલ વિડિઓ ઓગષ્ટ 2014માં લિબિયા નોર્થ આફ્રિકાના દરિય્તા દરિયા કિનારાની છે, જે વિડિઓને હાલ કોરોના નામે વાયરલ કરવામાં આવ્યો છે.
SOURCE :-
KEYWORD SEARCH
FACEBOOK
YOUTUBE
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)