ફિલ્મ પઠાણને લઈને ચાલી રહેલા વિવાદો બાદ લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો આ ફિલ્મના સખત વિરોધમાં છે, જયારે વિશ્વભરમાં શાહરુખ ખાનના ચાહકોમાં ફિલ્મને લઈને ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આ ક્રમમાં એક વિડીયો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, દાવો કરવામાં આવ્યો છે કે “દુબઇમાં ફિલ્મ પઠાણ જોવા ભારે ભીડ ઉમટી પડી હાઉસ ફૂલના પાટિયા લાગી ગયા”
ફેસબુક યુઝર્સ “પઠાણ ફિલ્મ” એ મચાવી ધૂમ દર્શકો સિનેમાઘરમાં મારી મોજ દુબઈમા પણ હાઉસફુલના પાટીયા” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે. વીડિયોમાં એક કોમ્પ્લેક્ષમાં ભારે માત્રમાં લોકોની ભીડ જોઈ શકાય છે. આ ઘટના દુબઇના કોઈ થીએટરમાં ફિલ્મ પઠાણને લઈને બની હોવાના દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : ફિલ્મ પઠાણના વિરોધના સંદર્ભમાં સિનેમા હોલની બહાર આર્મી જવાનો ગોઠવાઈ ગયા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
Fact Check/Verification
દુબઇમાં ફિલ્મ પઠાણ જોવા ભારે ભીડ ઉમટી પડી હાઉસ ફૂલના પાટિયા લાગી ગયા હોવાના ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર 9 ડિસેમ્બર 2022ના The Peninsula Newspaper દ્વારા પોસ્ટ કરવામાં આવેલ જોવા મળે છે. જે મુજબ આ ઘટના ફિફા વર્લ્ડકપ દરમિયાન લુસિલ મેટ્રો સ્ટેશન પર બનેલ છે.
આર્જેન્ટિના અને નેધરલેન્ડ્સ વચ્ચેની ક્વાર્ટર-ફાઇનલ મેચ સમયે કતારના લુસેલ મેટ્રો સ્ટેશન પર લોકોની વિશાળ ભીડ જોવા મળે છે. આ ઉપરાંત, ન્યુઝ વેબસાઈટ dailymail પર આ ઘટના અંગે વિસ્તૃત અહેવાલ પણ જોઈ શકાય છે.

અહેવાલ અનુસાર, હજારો આર્જેન્ટિનાના ચાહકો ફ્રાન્સ સામેની વર્લ્ડ કપમાં ફાઇનલ માટે સ્ટેડિયમ જવા માટે આવ્યા હતા, જે સમયે કતારની મેટ્રો સિસ્ટમને ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો.
Conclusion
દુબઇમાં ફિલ્મ પઠાણ જોવા ભારે ભીડ ઉમટી પડી હાઉસ ફૂલના પાટિયા લાગી ગયા હોવાના ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર ડિસેમ્બરમાં ફિફા વર્લ્ડકપ સમયે કતારના લુસેલ મેટ્રો સ્ટેશન પર સર્જાયેલ ભીડના દર્શ્યો છે. સોશ્યલ મીડિયા યુઝર દ્વારા વાયરલ વીડિયોને ફિલ્મ પઠાણના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Sources
Facebook Post By The Peninsula Newspaper, Dated 9.12.22
Report Published By Daily Mail on 18.12.22
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044