Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim: કૉંગ્રેસી ગાંધી પરિવાર પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહની અંતિમયાત્રામાં ન જોડાતા ડૉ. મનમોહન સિંહનું અપમાન કરાયું.
Fact: વાયરલ દાવાઓ ખોટા છે. ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કારના લાઇવ ફૂટેજના કેટલાક વિઝ્યુઅલમાં ગાંધી પરિવાર સહિત કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ નવી દિલ્હીમાં ભૂતપૂર્વ વડા પ્રધાનને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા સ્પષ્ટ જોઈ શકાય છે.
સોશિયલ મીડિયામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમયાત્રાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના નેતાઓ ડૉ. સિંહના અંતિમ સંસ્કારમાં સામેલ થયા ન હતા. આમ કરીને ગાંધી પરિવારે તેમનું અપમાન કર્યું છે.
59 સૅકન્ડની વીડિયો ક્લિપ સાથે કૅપ્શનમાં લખ્યું છે, “ડૉ. મનમોહન સિંહની અંતિમયાત્રામાં એકેય કૉંગ્રેસી ન જોડાયો. ગાંધી પરિવાર આ રીતે તેમનું અપમાન કરી રહ્યો છે.”
વીડિયોમાં અંતિમયાત્રાના દૃશ્યો છે, તેમાં લોકો અને સુરક્ષાદળો જઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.
ન્યૂઝચેકરે સૌપ્રથમ “રાહુલ ગાંધી મનમોહન” માટે કીવર્ડ સર્ચ કર્યું, જે અમને ગુરુવારે (ડિસેમ્બર 26)ના રોજ ભૂતપૂર્વ વડા પ્રધાનના મૃત્યુના સમાચાર વિશેની પળેપળની અપડેટ્સ વિશેના લાઇવ મિંટના અહેવાલ તરફ દોરી ગયું. જેમાં 28 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવા વિશેની પણ વિગતો હતી.
28 ડિસેમ્બર-2024ના રોજ બપોરે 12:40:34 વાગ્યાની પોસ્ટ છે. તેમાં લખ્યું છે, “કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નિગમ બોધ ઘાટ ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘના નશ્વરદેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.. કોંગ્રેસ સંસદીય દળ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ભૂતપૂર્વ વડા પ્રધાનના નશ્વરદેહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.”
28 ડિસેમ્બર-2024ના રોજ 11:43:59 વાગ્યાની બીજી પોસ્ટમાં લખ્યું છે, “…કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી, વાયનાડ લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા , કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સહિત ઘણા રાજકારણીઓએ પણ સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી.”
ત્યારપછી અમને ANI ન્યૂઝ દ્વારા લાઈવ સ્ટ્રીમ કરાયેલા ફૂટેજ મળ્યા, જેમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસના મુખ્યાલયમાં ડૉ સિંહના શરીર પર પુષ્પાંજલિ અને ફૂલ ચઢાવતા બતાવે છે.
મિડ-ડે વીડિયો અહેવાલમાં પણ કહેવાયું છે કે, “ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને દિલ્હીમાં AICC હેડક્વાર્ટરમાં લાવવામાં આવ્યા હતા. કૉંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સિંહને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી.”
ઉપરોક્ત તમામ પુરાવા વાયરલ દાવાથી વિરોધાભાસ દર્શાવે છે.
વળી, કોંગ્રેસે અંતિમયાત્રાની તસવીરો પોસ્ટ કરી છે , જ્યાં મનમોહન સિંહના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલયથી નિગમબોધ ઘાટ લઈ જવામાં આવ્યો હતો જે જોઈ શકાય છે, જ્યાં તમે ટ્રક પર રાહુલ ગાંધીને સ્પષ્ટ જોઈ શકો છો. નિગમબોધ ઘાટ ખાતે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર વિશે અલ જઝીરા દ્વારા 28 ડિસેમ્બર, 2024 ના રોજ શેર કરવામાં આવેલ તસવીરોમાં પણ રાહુલ ગાંધીને જોઈ શકાય છે. ન્યૂઝ સંસ્થા રોઈટર્સ દ્વારા પ્રકાશિત ફોટો પણ અહીં જોઈ શકાય છે.
તદુપરાંત, રાહુલ ગાંધીએ પણ 28 ડિસેમ્બર-2024ના રોજ X પર અંતિમ સંસ્કારની તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેમણે ડૉ. સિંહને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રિયંકા ગાંધીએ 28 ડિસેમ્બરના રોજ કોંગ્રેસના અંતિમ સંસ્કારનું લાઈવ સ્ટ્રીમ પણ શેર કર્યું હતું. 28 ડિસેમ્બર-2024થી ‘ધ હિન્દુ’નું લાઈવ ફીડ પણ છે, જેમાં ડૉ. મનમોહનસિંહના નિવાસસ્થાન, AICC હેડક્વાર્ટર, અંતિમયાત્રા અને નિગમબોધ ઘાટ ખાતેના અંતિમ સંસ્કારના દ્રશ્યો અહીં જોઈ શકાય છે.
અમારી તપાસમાં ફૂટેજ, અહેવાલો અને તસવીરો સાબિત કરે છે કે ગાંધી પરિવાર જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સહિતના કૉંગ્રેસી નેતાઓ અને કાર્યકર્ણગણ 28 ડિસેમ્બર-2024ના રોજ મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. આથી વાઇરલ દાવો ખોટો છે.
Sources
Mint live blog, December 28, 2024
ANI live feed, Youtube, December 28, 2024
Mid-day report, Youtube, December 28, 2024
The Hindu live feed, Youtube, December 28, 2024
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજી દ્રારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Kushel Madhusoodan
July 31, 2025
Dipalkumar Shah
July 20, 2025
Dipalkumar Shah
July 18, 2025