Tuesday, November 19, 2024
Tuesday, November 19, 2024

HomeFact CheckFact Check - પૂરગ્રસ્ત વડોદરામાં ફરતા મગરોના સમૂહનો વાઇરલ વીડિયો ખરેખર ઑસ્ટ્રેલિયાના...

Fact Check – પૂરગ્રસ્ત વડોદરામાં ફરતા મગરોના સમૂહનો વાઇરલ વીડિયો ખરેખર ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લીનો

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – વડોદરા શહેરમાં પૂરમાં મગરોનો સમૂહ શિકાર કરીને ફરતો હોવાનો વાઇરલ વીડિયો
Fact – વીડિયો વડોદરા શહેરમાં આવેલા પૂરનો નથી. તે ભારતનો પણ નથી. ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લીનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરાયો.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

ઑગષ્ટના છેલ્લા સપ્તાહમાં આવેલાં વરસાદી પૂરે વડોદરાને બાનમાં લીધું. શહેરમાં ત્રણ દિવસ સુધી લોકોના ભારે સંકટમાં હતા. ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

વળી વ઼ડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરોનું સામ્રાજ્ય છે. એક અંદાજ મુજબ તેમાં 300થી વધુ મગરો છે. વડોદરાવાસીઓ માથે સંકટ એવું આવ્યું કે, પૂરના પાણી શહેરમાં ઘુસ્યા તેથી વિશ્વામિત્રી નદીના પાણી સાથે સાથે મગરો પણ શહેરમાં તણાઈ આવ્યા. એક તરફ ઘરની બહાર મગર અને લોકો ઘરની અંદર. આમ પૂરની સાથે સાથે મગરનું જોખમ પણ તેમના માથે આવી પડ્યું હતું. રસ્તા અને સોસાયટીઓમાં તથા ઘરોમાં મગર ઘુસી ગયાના વીડિયો ઘણા વાઇરલ થયા.

જોકે, ગુજરાતમાં શહેરોમાં પૂરના વીડિયોની સાથે સાથે જેમ કેટલાક ફેક વીડિયો અથવા ખોટા દાવા સાથેના વીડિયો પણ વાઇરલ થયા. અન્ય જગ્યાએ આવેલા પૂરના વીડિયો ગુજરાતના ગણાવી વાઇરલ કરાયા હતા.

દરમિયાન, નદીમાં ચારથી પાંચ મગરો પશુના શિકાર કરીને ફરતા હોય તેવો પણ એક વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે. સોશિયલ મીડિયા અને રાષ્ટ્રીય સ્તરના તથા સ્થાનિક મીડિયામાં પણ આ વીડિયો વાઇરલ થયો.

વાઇરલ વીડિયો કૅપ્શન સાથે શેર કરાયો છે કે, “વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ખુલેઆમ મગરો ફરી રહ્યા છે. મગરોએ કર્યો પશુનો શિકાર”

ઉપરોક્ત કૅપ્શન સાથે શેર કરાયેલ વીડિયોમાં ત્રણથી ચાર મગરો પાણીમાં પશુનો શિકાર કરીને ફરતા દેખાય છે.

આમ વાઇરલ વીડિયો ગુજરાતના વડોદરાનો હાવાના દાવા સાથે વાઇરલ થયો છે.

Courtesy – FB/@Ibhavnagar

સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોના પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.

ઉપરાંત સ્થાનિક મીડિયામાં પણ આ વીડિયો ઉપરોક્ત દાવા સાથે વાઇરલ થયો. આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં અને અહીં જુઓ. અત્રે નોંધવું કે વીડિયો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરલ ભાયાણી દ્વારા પણ શેર કરવામાં આવ્યો હતો. ઉપરાંત સુદર્શન ન્યૂઝ ગુજરાતે પણ તેને શેર કર્યો હતો.

વધુમાં એનડીટીવી અને ઝીન્યૂઝ, નવભારત ટાઇમ્સ, ઇન્ડિયન એક્સપ્રેસ, ફ્રી પ્રેસ જર્નલ દ્વારા પણ વીડિયો ઉપરોક્ત દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો.

જોકે, ન્યૂઝચેકરને આ વીડિયો ગુજરાતના વડોદરાનો નહીં હોવાનું જાણવા મળ્યું છે.

Fact Check/Verification

જ્યારે અમે વાયરલ વિડિયોની કીફ્રેમ્સ પર Google લેન્સ શોધ હાથ ધરી, ત્યારે અમને ‘Donny Imberlong’ નામના ફેસબુક હેન્ડલ પર શેર કરવામાં આવેલા સમાન વિઝ્યુઅલ્સ મળ્યા.

Courtesy – FB/@Donny Imberlong

આ વિઝ્યુઅલ્સ 7 ઑગસ્ટના રોજ કૅપ્શન સાથે પ્રકાશિત કરવામાં આવ્યા હતા, “બાળકો તેમના ખોરાક માટે લડતા હોય છે. સામાન્ય રીતે સૌથી મોટા ક્રૉકનો હિસ્સો સૌથી પહેલા હોય છે.”

પોસ્ટમાં #thekimberleyaustralia #wyndham જેવા ઘણા હૅશટેગ હતા. આનાથી ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લી વિસ્તારમાં આ વિડિયો કૅપ્ચર થયો હોવાનું બહાર આવ્યું છે.

આ વિઝ્યુઅલ્સ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘croc.qld’ નામના હૅન્ડલે પણ શેર કર્યાં છે. આ એકાઉન્ટ ડોની ઈમ્બરલોંગના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ donnydrysdaleને પણ ટૅગ કરે છે.

Courtesy – FB/@Croc.qld

અહીં આ વિડિયો 22 ઑગસ્ટના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેના કૅપ્શનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતું કે, “કિમ્બરલીમાં મગરની કોરિયોગ્રાફી. ડોની ઈંબરલૉંગ દ્વારા કૅપ્ચર કરાયેલ આ અવિશ્વસનીય ક્ષણના અમે સાક્ષી બન્યા. અમે ખારા પાણીના મગરોની શક્તિ અને વૃત્તિના સાક્ષી છીએ.”

Imberlong એ વીડિયો ગુજરાતના દાવા સાથે વાઇરલ થયા બાદ સ્પષ્ટતા કરતી પોસ્ટ પણ કરી જેમાં વીડિયો ભારત અથવા ગુજરાતનો હોવાના વાયરલ દાવાને રદિયો આપ્યો.

Courtesy – FB/@Croc.qld

તેમણે વિરલભાયાણીની બાદમાં હવે ડિલીટ કરેલી પોસ્ટ પર કૉમેન્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે આ વીડિયો ખરેખર ઑસ્ટ્રેલિયાનો છે.

બાદમાં વિરલભાયાણીએ તે પોસ્ટ ડિલીટ કરી અને સાચી માહિતી શેર કરવા બદલ Imberlongનો આભાર પણ માન્યો.

Courtesy – FB/@Croc.qld

વધુમાં CROC – Community Representation of Crocodiles નામના ફેસબુક પૅજ પર પણ વીડિયો 22 ઑગસ્ટ-2024ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં Imberlongને ટૅગ કરીને પોસ્ટ કરેલ છે.

અત્રે નોંધવું કે વિશ્વામિત્રી નદીમાં 25 ઑગસ્ટ બાદ પૂર આવતા વડોદરામાં પાણી ફરી વળ્યા હતા. એ પહેલા સ્થિતિ આટલી ગંભીર નહોતી. બીજી તરફ વડોદરાના દાવા સાથે વાઇરલ થયેલ વીડિયો ખરેખર પૂર આવ્યાના ઘણા સમય પહેલાં અન્ય લૉકેશન સાથે પોસ્ટ કરી દેવાયેલ હતો.

Read Also : Fact Check – જોધપુરમાં વરસાદી પૂરનો વીડિયો ગુજરાતમાં પૂરનો ગણાવી વાઇરલ

Conclusion

અમારી તપાસમાં પુરવાર થાય છે કે વાઇરલ વીડિયો વડોદરા શહેરમાં આવેલા પૂરનો નથી. તે ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લી ખાતેની નદીનો છે.

Result – False

Sources
FB Post by Donny Imberlong
Insta Post by Croc.qld
FB Post by CROC

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular